Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 15
________________ ૭૧૧ ભગવાન મહાવીર પ્રભુ તથા જેમણે જેમણે કેવળજ્ઞાન મેળવ્યું છે. તે બધાને શુકલધ્યાનમાં જ પ્રાપ્ત થયું છે. આજે તે શુકલધ્યાનને વિચ્છેદ છે. આજકાલ તે ધર્મધ્યાનનું પ્રમાણ પણ ઘણું ઘટી ગયું છે અને અશુભધ્યાનનું પ્રમાણ ઘણું વધી ગયું છે. જે આત્માના માટે ઉપયોગી નથી, કર્મબંધ કરાવનાર છે. તે અશુભ માન છે. જ્યારે ધર્મધ્યાન તે કર્મક્ષયકારક, નિર્જરામાં સહાયક છે. આથી તે શુભ છે. આજે અશુભધ્યાનની પ્રવૃત્તિ ઘણું વધી ગઈ છે અને મનુષ્ય જેવું વિચારે છે અને તદનુસાર કિયા-પ્રવૃત્તિ પણ કરી લે છે. વૃત્તિ અને પ્રવૃત્તિને અંતર રહેતું નથી. પૂર્વે તો વૃત્તિમાં એક પાપ પ્રવેશે તે પણ તેની હેયતાનું ભાન થતાં પ્રવૃત્તિમાં પાપને પ્રવેશ થતો ન હતે અથવા વિલંબે થતું હતું. વિવેકના માધ્યમથી આ કાર્ય બનતું આજે વિવેકના અભાવમાં આ વસ્તુ જોવા મળતી નથી. આથી જ્યાં વિચારમાં જ મલિનતા છે ત્યારે આચારમાં પવિત્રતાની ગંધ પણ ક્યાંથી જેવા ! મળે? એટલા માટે આત–રૌદ્રધ્યાનથી પ્રેરિત થઈને જીવ જે પ્રવૃત્તિ કરે છે તે અશુભ છે. પાપ પ્રવૃત્તિ છે અઢાર પાપસ્થાનકેમાં તમે વિચારે કે મનેાગ દ્વારા કેટલા પાપ કર્મ બંધાય છે? ૧૮ પાપ' સ્થાનકમાં મગના પાપ | | | | | | | | ક્રોધ માન માયા લેભ રાગ દ્વેષ રતિ-અરતિ મિથ્યાત્વ હવે જે વિચારવામાં આવે તે અઢારે પાપ સ્થાનકનું મૂળ ઉત્પત્તિ સ્થાન મન જ છે. હિંસા, જૂઠ, ચેરી મૈથુન વિગેરે સર્વ પાપ પ્રથમ તે મનમાં જ ઉત્પન થાય છે. પછી વચનના વ્યવહારમાં આવે છે અને પછી કાયામ-શારીરથી પાપ થાય છે. છતાં પણ અઢાર પાપસ્થાનમાં કેટલાક પાપમાં મનેયોગની પ્રવૃત્તિની પ્રધાનતા છે. ઉપરોકત ૮ પાપમાં મનાયેગની પ્રધાનતા છે. મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરિપરિવાર, માયા મૃષાવાદ વિગેરે વચનગની પ્રધાનતાવાળા પાપ છે અને પ્રાણાતિપાત, ચેરી, મિથુન, પરિગ્રહ વિગેરે અનેક પાપમાં. Jaih Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44