Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ૭૦૨ સંભવે? અને અશાતા એ પાપ કર્મને વિપાક છે, ગુણને રેધક છે. તેના પર અપ્રીતિ કરવાની જરૂર નથી પણ શાતામાં લીન બન્યા વગર એને અશાતામાં દીન બન્યા વગર કર્મના ઉદયને શાંતીથી ભેગવવાના છે જેથી તે કમેં જોગવાઈ જતાં આત્માનું શુદધ સ્વરૂપે પ્રગટ થાય. શતાવેદનીય ઉપરથી રતિ ટળી જાય. શાતા વેદનીય એ સુખને હેતુ છે. એવું અજ્ઞાન ટળી જાય તે આત્મા પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપ માટે મહેનત કરે. આપણે પ્રેમ સ્વભાવ આજે રાગ-દ્વેષમાં પરીવર્તન પામે છે. રાગાદિ અમુક ક્ષેત્ર અમુક દ્રવ્ય, વ્યક્તિમાં સીમિત છે. જ્યારે પ્રેમ એ વ્યાપક છે તેને દ્રવ્યાદિ કેઈને પ્રતિબંધ નથી. આપણે આપણી પાસે સત્તામત રૂપે રહેલા જે ગુણે છે. તેને પ્રાપ્ત કરવાના નથી, માત્ર તેના ઉપર દોષનું જે આવરણ આવી ગયું છે તેને ટાળવાનું છે અને તે દેને ટાળવા માટે ક્ષાપશમિક ગુણોને કેળવવાના છે. આ ઉપચરિત ગુણોના અભ્યાસથી આત્મા નિરાવરણ બને છે અને નિરભૂત સત્તાને આવિર્ભાવ થાય છે. આત્માની અંદર જ કર્મના આવરણની નીચે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ અવરાયેલું પડયું છે તે જ સ્વરૂપ કર્મનું આવરણ નાશ પામતાં પ્રગટ થાય છે એટલે આત્માના કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર, અનંત વીય વિગેરે ગુણે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. સાવરણમાંથી નિરાવરણ કરવાની પ્રક્રિયા જીવે કરવાની છે. બહારથી કોઈ ગુણે લાવીને આત્મસાત્ કરવાના નથી. આત્મા પાસે આત્માના કેવળજ્ઞાન આદિ ગુણે અનાદિકાળથી છે. અને આત્મા પાસે કર્મને સંગ પણ અનાદિકાલીન છે. તે પ્રશ્ન એ. થાય છે કે આ બંનેનું અનાદિત્વ સરખું છે? તે વિચારતાં સમજાશે કે આત્મા પાસે કેવળજ્ઞાન અનાદિકાળથી છે જ. જ્યારે કર્મને સંયોગ, પ્રવાહથી અનાદિ છે. વ્યક્તિથી કેઈપણ કર્મ અનાદિકાલીન નથી કારણ કે કર્મ એ પરવસ્તુ છે. વિભાવદશાના કારણે જીવ કામણવર્ગણાના અમુક ચોક્કસ પ્રદેશમાં પ્રકૃતિ, સ્થિતિ અને રસ દાખલ કરીને તેને આત્મા સાથે ક્ષીર નરવત્ એકમેક કરે છે અને કર્મ કહેવાય છે. આથી એ કર્મ એ foreign material થઈ આત્માએ કર્મની સત્તા લાવવી પડે છે. સાચવવી પડે છે એનું સાતત્વ જાળવી : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44