Book Title: Papni Saja Bhare Part 02
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ પ્રાણે અને પર્યાપ્તિની પણ આવશ્યકતા રહે છે. શરીર બનાવવા માટે દારિક આદિ પુદ્ગલ વગણને ગ્રહણ કરે છે. શરીર હેવાથી આહારાદિની ક્રિયા કરવી પડે છે. આ સર્વ ક્રિયા આત્માને કરવી પડે છે. કારણ કે પિતાના કર્મને કર્તા આત્મા પોતે છે. જેમ એક શાંત સરોવરના જળમાં નાના પથ્થર નાંખવાથી તરત જ પાણીમાં તરંગ ઉઠે છે. તેમ આમામાં રાગાદિ ભાવના આલન થતાં જ કામણવગણ આત્મ પ્રદેશે સાથે ચૂંટે છે. રાગાદિ ભાવ પ્રગટ થવાના અનેક કારણે છે. તે સર્વ પ્રકારના માધ્યમથી કામણવગણનું આવવું થાય છે. મુતાત્માને કર્મ લાગે છે કે નહિ? આ કાર્મણવર્ગણા ચૌદ રાજલકમાં સર્વત્ર વ્યાપ્ત છે. એક સોયને પ્રવેશ થઈ શકે તેટલી જગા પણ ખાલી નથી. જેમ ડબ્બીમાં કાજળ ભરી હોય તેમ ઠાંસીને ભરી છે. તે કાગ્રે રહેલી સિદ્ધશિલા ઉપર પણ આ વર્ગણાઓ છે. અને તે જ સ્થાને અનંત સિદ્ધાત્માઓ પણ છે. તે પછી તેમને આ કર્મણવર્ગા ચુંટે છે કે નહિ ! તેમને કર્મ લાગે છે કે નહિ ? શું કામણગણ સ્વયં એંટી જાય છે ? અથવા શું આમા સ્વયં તેને ખેચી લાવીને ચૂંટે છે ? તેનો જવાબ એક ઉદાહરણથી સમજીએ. એક પ્રશ્ન પૂછું છું. જ્યારે તમે પ્રવાસે જાય છે અને ગંતવ્ય સ્થાને પહોંચે ત્યારે કહે છે કે મુબંઈ આવી ગયું, પાલીતાણા આવી. ગયું. વાસ્તવમાં શું આવે છે ? પાલીતાણ કે મુંબઈ આવે છે કે તમે આવે છે ? મુંબઈ તે ક્ષેત્રનું નામ છે. તે તે તેના સ્થાને સ્થિર છે. તે તે જડ છે. તે હાલતું ચાલતું નથી. છતાં આપણે બેલીએ છીએ કે મુંબઈ આવી ગયું તે શું તે ઉચિત છે ? ચેતન-જીવ તો તમે છે, જવાની ક્રિયા તમે કરી છે. તે ક્રિયાના કર્તા તમે છો તમારે એમ કહેવું જોઈએ કે હું પાલીતાણા અથવા મુંબઈ આવી ગયે છું છતાં વાણી વ્યવહાર ઔપચારિક હોય છે તે પ્રમાણે વ્યવહાર થાય છે. ઘઉંમાંથી કાંકરા વીણવામાં આવે છે છતાં લેકભાષામાં એમ બેલાય છે કે ઘઉં વાણું છું, તે ઔપચારિક સત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 54