________________
આજીજી કરવી ? અને શું એ આપણી આજીજી સાંભળશે? શું એને આપણું ઉપર દયા કરૂણા આવશે? શું તે આપણને છોડી દેશે ? ના...ના. સંભવ નથી કે છેડે ? પરંતુ પરમાધામી કહેશે કે ભાઈ હવે તારે આગળ માટે પાપ ન કરવા હોય તે ભલે ન કરતે સારું છે. પરંતુ જના કરેલા છે તેની સજા તે ભેગવી લે ? કર્યા જ છે. તે ભગવ્યા વિના છૂટકો જ નથી, માટે રાંડયા પછીનું ડાહપણ કામે નથી આવતું માટે કોઈપણ સંજોગોમાં પાપનું સ્વરૂપ, પાપની સજાનું સ્વરૂપ, પાપ કર્મોની દીર્થ સ્થિતિ, પાપના ઉદયે દુઃખ વેદના, ત્રાસ, પીડા, વગેરે બધું સ્વરૂપ સારી રીતે સમજાશે તો, જ્ઞાની ગીતાર્થો પાસેથી સમજાશે. શાસ્ત્રોમાંથી વાંચી શ્રવણ કરીને, અથવા બાપદાદાઓની પરંપરામાંથી જેઈ સાંભળીને જ પાપ કરવાનું છોડી જ દેવું જોઈએ. પાપ કરતા પહેલા જ પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી લેવી જોઈ એ એજ આત્મા માટે વધુ હિતાવહ છે. આચાર અને વિચાર-કણ પહેલા?
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આચાર વિચાર બંનેની અગત્યતા ઘણી છે. આ બંનેના ક્રમમાં આચારમાંથી વિચાર, અને કયારેક વિચાર= માંથી પણ આચારમાં જવાય છે. બાલ્યાવસ્થામાં વિચાર શક્તિ વિકસિત નથી થઈ. તે વખતે પ્રથમ આચારની મહત્તા છે. જ્યારે હેય યા છે ઉપાદેય વિવેક બુદ્ધિ જ નથી બની ત્યારે પાપની પ્રવૃત્તિ સામે આવશે ત્યારે આ કરવું કે ન કરવું એને નિર્ણય કેવી રીતે કરી શકશે? માટે પહેલાથી જ આચારના માગે બાળકને ચઢાવવાથી છે. આચારના સંરકાર પાડવામાં આવે છે.
પાપ નિવૃત્તિ અને ધર્મની પ્રવૃત્તિ એવા ઉભય સંસ્કાર બાળક ઉપર પડયા હશે તે આ શુભ સંસકારો જ એ બાળકને ભાવિમાં પાપોથી બચાવી શકશે. એની રક્ષા કરશે. કેટલાક એમ કહે છે કે... આ બાળકને તમે મેજ-મજા કરવા નથી દેતા. સિનેમા પિકચર જેવા નથી દેતા. અને સામાજિક પૂજાજ કરાવે રાખો છો એ જોઈ ને અમને દયા આવે છે. આ છોકરે એના જીવનમાં કંઈ જ મોજ શેખ કરી જ નહી શકે? બિચારે શું સુખ જોશે ? આવી ખોટી દયા ખાનારાને એટલું તો પૂછો કે પાપની ટીપ્રવૃત્તિ કરવામાં શું એને સુખ મળવાનું છે? શું એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org