________________
દા.ત. બીડી સિગારેટ, દારૂ, વગેરે વ્યસન ની જે આદત પડે છે અને એના ખરાબ પરિણામ સામે આવતા વર્ષે લાગી જાય છે. અને વર્ષો પછી પાપની પ્રવૃત્તિમાં જેના મૂળિયા ખૂબ ઉંડા ઉતરી ગયા છે તેને ઉગારે બચાવો બહુ ભારે પડી જાય છે. અને એ વખતે આપણને લાગે છે કે હવે ઘણું મોડું થઈ ગયુ છે.
એક એવી વ્યક્તિ મળી કે વર્ષો થી દારૂ પીવાની આદત પડતા. દારૂ પીતા પીતા દારૂ એ વ્યક્તિના લોહીમાં પરિણમી ગયું હોય છે. હવે એ દારૂના ખરાબ પરિણામને ખ્યાલ આવે છે છતા પણ છેડી નથી શકતા. અમે એ વ્યકિતને સમજાવીને છોડાવવા-બચાવવા લાખ પ્રયત્ન કર્યો ત્યારે ડેકટરે સામેથી કહ્યું-મહારાજ ! હવે આ વ્યકિતના લેહીમાં દારૂ એટલું ભળી ગયુ છે અને એક રસ થઈ ગયું છે કે હવે નસોમાં લોહીની જગ્યાએ દારૂ જ ફરે છે. માટે હવે તો આ વ્યક્તિ દારૂ પીશે તે પણ મરશે અને નહીં પીએ તે પણ મરશે.
સજજને! વિચાર કરે. એવી સ્થિતિમાં શું કરવું ? દારૂ છોડાવ કે પીવા દે ? પાપના પારખા ન હોય
માટે મહાપુરૂષે કહે છે કે જેમ ઝેરના પારખા ન હોય તેમ પાપના પણ પારખા ન હોય. ઝેરની અસર તરત દેખાય છે. જ્યારે કરેલા પાપની અસર કાળાન્તરે અથવા ભવાન્તરે દેખાય છે, માટે પાપિ .ગળ્યા પછી, કે કર્યા પછી છેડવાના નથી હોતા. પાપિ તે દૂરથી જોઈને જ છેડી દેવાના હોય છે. કાદવમાં પગ ખરડીને પછી દેવાના ના હોય પરંતુ કાદવમાં ખરડ્યા પહેલા જ જે ધશે તે સાવ ઓછા પાણીએ અને સાવ ઓછી મહેનતે જલદીથી દેવાઈ જશે. પરંતુ પહેલા કાદવમાં ખરડયા અને પછી દેવામાં ઘણી મહેનત, ઘણે સમય તથા પાણી વપરાવા છતાં પણ ચેખા જોવાશે કે કેમ એની ખાતરી નથી.
એવી જ રીતે પાપ કરીને પછી પશ્ચાતાપ, પ્રાયશ્ચિત વગેરે ધર્મ કરીને શુદ્ધિકરણ કરવાની મહેનત કરવા કરતા પણ પહેલાથી જ આત્મ શુદ્ધિકરણની ક્રિયા કરવામાં અલ્પ પ્રયન છે. વધુ લાભ છે. ડહાપણ છે. પાપના માઠા પરિણામે આ સંસારમાં જ જોવા મળે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org