________________
७८
અનુભવ થતું ન હોય તે એક પણ જીવ સંસારમાં નથી. જેને સુખ દુઃખને અનુભવ નથી તે પદાર્થ જડ અજીવ છે.
સુખ દુઃખ કાર્ય છે કે કારણ છે તેને વિચાર કર. તે અગ્નિની જેમ કારણ છે કે ધૂમાડાની જેમ કાર્ય છે ? જે સુખ દુખ અગ્નિની જેમ કારણ હોય છે તેનું કાર્ય શું છે? તેનું કાર્ય જીવોનું સુખ દુઃખ પણે વેદન, તે સિવાય દષ્ટિમાં કંઈ આવતું નથી. હવે વિચારે કે સુખ દુખ કાર્ય હોય તે તેનું કારણ શું છે ? માને કેઈ કહે કે ઈશ્વર છે. અરે ભાઈ! ઈશ્વર તો દયાળુ છે તે તને શા માટે દુઃખી કરે? ઈશ્વર કરૂણાળુ છે જે તે કોઈને દુઃખ આપે તો તે વિપરીત ભાવ છે. ઈશ્વર જે કઈને દુઃખી કરે તે તેમનું ઈશ્વરવ ચાલ્યું જાય. માને કે ઈશ્વર સર્વને સુખી કરે છે તે પછી જગતમાં દુઃખી જીની સંખ્યા ઘણી છે. કેઈ સુખી અને કેઈ દુખી એ પક્ષપાત પણ ઇશ્વરના દરબારમાં ન હેય. સ્વાર્થવૃત્તિ. ભેદભાવ તે તે સામાન્ય માનવીઓની પ્રકૃતિ છે તે ઈશ્વરમાં હોવી સંભવિત નથી. અથવા માનો કે ઈશ્વર દરેકના કર્મ પ્રમાણે ફળ આપે છે. હવે જે કર્મ પ્રમાણે ફળ મળતું હોય તે તેમાં ઈશ્વરની જરૂર કયાં રહી ! જે પુણ્ય પાપ પ્રમાણે ફળ આપે છે તેમ કહે તે સ્વયં કર્મ ઉદયમાં આવવાથી જીવ સુખી દુઃખી થાય છે તેમાં વચમાં ઈશ્વરની જરૂર પણ નથી.
જેમ દિવાલ પર તમે બેલ ફે કા તે દિવાલને અફળાઈને પાછો આવે છે તેવી કોઈ પણ ક્રિયામાં ઈશ્વરની જરૂર નથી, તેમ જેણે જેવું કર્મ બાંધ્યું તેવું તેને ફળ મળે છે. તેના ઉદયથી જીવ સખી દુઃખી થાય છે. તેમાં ઈશ્વર કારણ નથી, સ્વયં જીવ જ કારણ છે સુખ દુઃખ જે કાર્ય છે તો તેના કારણ સ્વરૂપ જીવનું પુણ્ય–પાપ કર્મ છે. કાર્ય – સુખ – દુખ
કારણ – પુણ્ય-- પાપ
જીવે કરેલા શુભકર્મ – પુણ્યનું કાર્ય છે સુખ આપવું, અને અશુભ કર્મ–પાપનું કાર્ય છે દુઃખ આપવું. સુખ દુઃખ કરેલા કર્મનું ફળ છે. નવ પ્રકારે બાંધેલું પુણ્ય કર્મ ૪૨ પ્રકારે ફળ આપે છે. ૧૮ પ્રકારે બાધેલું પાપ કર્મ ૮૨ પ્રકારે ફળ આપે છે. કમસત્તાનું વ્યવસ્થિત સ્વયં સંચાલિત તંત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org