________________
ચિનતા અને ચિત્તનની પ્રક્રિયામાં શું ફરક છે? ચિતા વખતે પણ કોઈ લમણે હાથ દઈને સ્થિર બેસશે અને ચિન્તન કરનારા પણ સ્થિરપણે કેઈ આસન-મુદ્રા આદિમાં પણ બેસશે. ઉપરછલ્લી નજરે જેતા બન્ને પ્રક્રિયામાં સદશ્યતા લાગશે. પરન્તુ બન્નેમાં તફાવત વિષય છે. ચિન્તા પુત્ર–પની પરિવાર, ધન, સંપત્તિ, કે ધંધાના વિષયમાં થશે. અને ચિત્તનના વિષયમાં આત્મા–પરમાત્મા, પુણ્ય-પાપ, કર્મ ધર્મ, લેક–પરલેક, મેક્ષાદિ તત્ત્વનું ચિંતન થશે એ ચિત્તનના વિષય છે.
આ નિશ્ચિત વિષયેથી સર્વથા વિપરીત થઈ શકતું નથી. અર્થાત કઈ એમ તો ન જ કહી શકે કે હું મારી પત્નીનું ચિંતન કરૂ છે. હું મારી ધન સંપત્તિનું ચિન્તન કરૂં છું. ના, અને હું પરમાત્માની મેક્ષની ચિન્તા કરું છું. “ના એ પણ સંભવ નથી. માટે જે વિષયેનું ચિન્તન થતું હોય તેમનું ચિન્તન જ થઈ શકે. અને પુત્ર-પુત્રી-પત્ની પરિવાર ઘન સંપત્તિ આદિ વિષયેની ચિન્તા જ થઈ શકે છે.
આપણે આજ દિવસ સુધી જે ચિતા કરવાની ટેવ પાડી છે. એકધારે અભ્યાસ કર્યો છે તે ટેવ હવે બદલવી પડશે. આ માને સમજાવવા પ્રયત્ન કરવો પડશે અને ચિન્તન કરવાને પુરૂષાર્થ કરે પડશે. જે આત્મા–પરમાત્માદિનું ચિન્તન કરવાનું છે. તે તે તવેનું જ્ઞાન પ્રથમ મેળવી લેવું જોઈએ અને પછી તે ઉપર ચિન્તન કરવું જોઈએ ચિન્તા કમ બંધ કારક છે અને ચિન્તન કર્મ ક્ષય કારક છે. ચિત્તન કરનારે સાધક ઘણાં પાપોથી બચી શકશે. પાપથી બચવાના ઉપાય
એક વાત ચોક્કસ સાચી લાગે છે કે જે દૃશ્યો વધુ ને વધુ વારંવાર જેવા સાંભળવામાં આવે છે. સંભવ છે કે એક દિવસ એ જ જોયેલા. સાંભળેલા વિષયોને આપણે અમલમાં મૂકીને આચરતા થઈ જઈશું. માણસ પાપ કયાંથી શીખે છે? સ્કૂલ કેલેજમાં પાપ નથી. શીખતે. માતાપિતા પાસે પાપ નથી શીખતે. કેઈ મા-બાપ પિતાનાં સંતાનને પાપ કરવાનું શીખવાડતા નથી. છતાં પણ આ જગતમાં સર્વે કરતા લેકેને પૂછીએ કે કેને પાપ કરતા નથી આવડતા? કેટલા લોકે પાપથી અજાણ નીકળશે? કદાચ ધોળા દિવસે દીવ લઈને શોધવા નીકળીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org