________________
આ પ્રસંગ ઉપરથી આપણે શું સમજવાનું છે? આપ સ્વયં વિચારક છે, વિચારી લો, જ્ઞાન પણ જરૂરી છે, અને તે જ્ઞાનનું આચરણ- (ચારિત્ર) પણ જરૂરી છે. આ વાત આપણા ઉપર લઈને પોતાને વિચાર કરીએ કે આપણી કેટલી જિંદગી પાણીમાં ગઈ ? બસ આટલો વિચાર રેજ કર, હું ધર્મમાં કે મારામાં ધર્મ ?
આ એક માર્મિક વાત હું ઘણી વખત ઘણને પૂછું છું કે.. “આપણે ધર્મમાં કેટલા ઉતર્યા છીએ અને આપણામાં ધર્મ કેટલે ઉતર્યો છે?” એકાંતમાં પોતાના મનને પૂછવાની ખૂબ જરૂર છે. એક વાત ચોક્કસ છે કે આપણે અંતરાતમાં કયારેય પણ આપણને પિતાને દો નહીં દે, ખાટી સલાહ નહીં આપે. આ એક ચિન્તનની પ્રક્રિયા છે. ઘડામાં પાણી છે કે ઘડે પાણીમાં છે, ઉધે તરતે ઘડે પાણીમાં કહેવાય પરંતુ તેમાં પાણી બિલકુલ નથી હોતું. એવી રીતે ઘણી વ્યક્તિએ ધર્મ ક્ષેત્રે ઘણી આગળ વધી ગઈ હોય છે. કેઈ ટ્રસ્ટી તે કઈ પ્રમુખ વગેરે હોય છે. તેઓ એક્કસ ધર્મ ક્ષેત્રે છે પરંતુ તેમનામાં ધર્મ કેટલો ઉતર્યો છે? એ એક જ પ્રશ્ન છે. માટે બન્ને પક્ષે વિચાર. વાથી, એકાંતમાં ચિન્તન કરવાથી આપણી સ્થિતિનું ભાન આપણને થઈ શકશે. નિરર્થક પરિશ્રમ
પાંચ દસ મિત્રો પૂર્ણિમાની રાત્રે ચંદ્રની ચાંદનીમાં મુંબઈના પાટી કિનારે થી સમુદ્ર સફર કરવા નીકળ્યા. નાવમાં બેઠા. બધાએ નક્કી કર્યું કે વારાફરતી બધાએ હલેસા મારવાની મહેનત કરવી. આ પરિશ્રમ આખી રાત ચાલ્યો. અને આખી રાત નાવ ચલાવવાના સતત પરિશ્રમ કરતા સવાર પડી. હલેસા મારવાના સંતેષ સાથે બધાને થયું કે આપણે. ઘણાં દૂર નીકળી ગયા છીએ અને આપણા ગતવ્ય સ્થાને પહોંચી ગયા હોઈશ? સવારની શુભ પ્રભાતે અજવાળું થતા બધાએ જોયું કે સામે મકાન વગેરે દેખાવા લાગ્યા છે ધારી ધારીને જેવા લાગ્યા. ભ્રમ થવા લાગ્યો કોઈ કહે આ તો તે જ ચપાટી છે. જ્યાથી આપણે કાલે રાત્રે બેઠા હતા. તે ચોપાટી જ છે. હા...ના....હા..ના કરતા કરતા સૂર્યના પ્રકાશમાં નિર્ણય કર્યો કે હા આ તેજ ચોપાટી છે, જ્યાંથી આપણે બધા કાલે રાત્રે બેઠા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org