________________
અને આ પ્રવેશ પછી એક દિવસ એમાં આપણે પરિપક્વ બની શકીશું. ન કરવા ચેાગ્ય... એજ પાપ છે. જેની આપણને “ના” કહી છે તે માત્ર પાપની જ ના કહી છે. અને જેની હા કહી છે, તે માત્ર શુભ પુણ્ય કાર્ય છે. આ રીતે ભેદ–વિવેક કરીને અગ્ય-અકરણયને ત્યાગ કરીને કરવા ગ્યને કરવાથી આપણે ધર્મમાં પ્રવેશ કરી શકીશું અને પાપની નિવૃત્તિ કરી શકીશું. જાણકારી અને આચરણ–
પૂર્ણિમાની ચાંદનીમાં સમુદ્ર સફર કરવા નીકળેલા પ્રોફેસરે વાતવાતમાં નાવિકને પૂછયું કેમ ભાઈ કંઈ અંગ્રેજી વગેરે ભ છે કે નહી ? નાવિકે ના પાડી. પ્રેફેસર- તારી ૨૫ ટકા જિન્દગી પાણીમાં ગઈ. ફરી આગળ પૂછ્યું. કેમ... ગણિત વગેરે તે સારી રીતે ભર્યો છે ને? નાવિક – ના સાહેબ કંઈ જ નહીં.
પ્રોફેસર – તારી ૫૦ ટકા જિંદગી પાણીમાં ગઈ. ફરી પૂછ્યુંકેમ વિજ્ઞાન વગેરે કંઈક ભયે છે કે નહીં? નાવિક – ના સાહેબ કકકોએ નથી આવડતો. પ્રોફેસર – તારી ૭૫ ટકા જિન્દગી પણીમા ગઈ, ફરી આગળ પૂછતા જાય છે અને દરેક પ્રશ્નની પાછળ પચ્ચીશ-પચ્ચીશ ટકા વધારતા વધારતા બધુ પાણીમાં ગયું એમ કહેતા જાય છે. વાત આગળ વધતી જાય છે ત્યાં તો અચાનક વાવાઝોડુ આવ્યું. અને નાવ ડોલવા લાગી. સામે દેખાતા ખડક સાથે તે અથડાઈ ને તૂટી પડશે. એવા સંજોગે માં નાવિકે પ્રોફેસર સાહેબને પૂછ્યું સાહેબ ! હું તે કંઈ જ નથી ભણ્યો એટલે મારી તો જિંદગી પાણીમાં ગઈ, એવી આપની વાત સાચી છે... કારણ મેં તે આખી જિંદગી આ પાણીમાં જ કામ કર્યું છે, પાણીમાં જ નાવ ચલાવી છે એટલે મારી તે બધી જિંદગી પાણીમાં ગઈ એ વાત સાચી છે. પરંતુ સાહેબ ! તમે તે બધું જ ભણ્યા છે, તમને તે બધુ જ આવડતું હશે ? પણ અત્યારે આ વાવાઝોડામાં નાવ ડૂબવાની અણી ઉપર છે. આપને તરતા તે આવડે છે કે નહીં? પ્રેફેસરે ના પાડી. એટલે નાવિક છે સાહેબ મારી તે જિંદગી જ પાણીમાં ગઈ છે. પરંતુ આપ તે પોતે જ પાણીમાં જતા રહેશે. ડૂબી જશે એનું શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org