________________
(૩) આભિનિવેશિક – અભિનિવેશને અર્થ છે, કદાગ્રહ-પકડ. તત્ત્વના
સ્વરૂપની યથાર્થ જાણકારી હોવા છતાં પણ અહને કારણે અસત્ય માન્યતાને ધારણ કરવી.તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. સાંશયિક – આત્મા જેવું તત્ત્વ છે કે નહિ? મેક્ષ હશે કે નહિ?
સર્વજ્ઞની પ્રરૂપણા છતાં શંકા થવી તે સાંશયિક. (૫) અનાગિક મિથ્યાત્વ – અનાગ–અજ્ઞાન. અનાદિથી યથાર્થ
તત્વનું જ્ઞાન નથી, એવા વસ્તુતવના અજ્ઞાનને મિથ્યાત્વ કહે છે : તે એકેન્દ્રિયાદિ સર્વ જીવમાં હોય છે. તત્ત્વનું જ્ઞાન હોવા છતાં વિપરીત હાવું તે અને તત્તવના સ્વરૂપનું જ્ઞાન નહાવું અને પ્રકાર ભિન્ન છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન સ્વરૂપે પાંચ મિથ્યાત્વના ભેદો છે. આવી માન્યતાને અર્થાત્ અજ્ઞાનતાને કારણે જીવ કર્મ બાંધે છે. શાસ્ત્રકાર કહે છે કે
કમ મૂલં ચ મિથ્યાત્વ જેમ ઘડાનું મૂળ માટી છે. કપડાનું મૂળ તંતુ છે. ધાન્યનું મૂળ બીજ છે. તેમ કર્મનું મૂળ મિથ્યાત્વ છે. તેથી મિથ્યાત્વનું મૂળ છેદીને જીવે સમ્યક્ત્વ પ્રગટ કરવું જોઈએ. અજ્ઞાનતા, વિપરીત બુદ્ધિ તથા કદાગ્રહને દૂર કરીને યથાર્થ જ્ઞાન તત્ત્વજ્ઞાન – સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. મિથ્યાજ્ઞાન સ્વનું અને પ૨નું બંનેનું અહિત કરે છે. તેથી તત્ત્વની રૂચિવાળાએ મિશ્યામતિથી દૂર રહેવું યોગ્ય છે.
અવિરતિ-(અવ્રત્ત-આશ્રવ વિરતિ–રતિ, હર્ષ-આનંદ, વિરતિ–વિશેષ, સુખ-આનંદ, અર્થાત આત્માને આનંદ,
પરપ્રપંચ, બાહ્ય ભાવ તથા પાપોથી નિવૃત્તિ લેવી, અથવા પાપકર્મ ન કરવાની પ્રતિજ્ઞા લેવી અને સ્વધર્મરૂપ સ્વભાવમાં લીન થવું તે વિરતિધર્મ દ્વારા સંભવિત છે. વિરતિ અર્થાતુ પાપ પ્રવૃત્તિનો ત્યાગ.
સર્વવિરતિ સર્વથા પાપને ત્યાગ કર.
દેશવિરતિ
આંશિકપાપને ત્યાગ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org