________________
થઈ જાય છે. વાસ્તવમાં આત્મા અનંતજ્ઞાનાદિ અષ્ટ મહાગુણવાન એક શુદ્ધ ચેતન દ્રવ્ય છે. જો કે સંસારમાં સંસારી જીવ પહેલા સર્વ કર્મ ૨હિત સંપૂર્ણ શુદ્ધ હતો અને પછી કર્મથી બંધાય તેમ નથી. સર્વ કર્મ રહિત શુદ્ધાવસ્થા તે માત્ર મુકતાત્માની હોય છે તેઓ પુનઃ કર્મ બાંધતા નથી.
જેમ ખાણમાં પડેલું સોનું સ્વભાવે શુદ્ધ હોવા છતાં મારી સાથે પ્રથમથી જ મિશ્ર છે. તેમ આત્મા સ્વભાવે શુદ્ધ હોવાં છતાં અનાદિથી કમ સાથે ભળે છે. માટી મિશ્રિત સોનાને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં ગાળીને માટીને દૂર કરવામાં આવે છે ત્યારે સેનું શુદ્ધ બને છે તે પ્રમાણે કર્મ સાથે સંગવાળા આત્માને કામણગણાથી દૂર કરવા તપાદિ દ્વારા તપાવીને શુદ્ધ કરી શકાય છે.
બહારથી આવેલી કાર્પણ વગણના અનંત પુદ્ગલ પરમાણુઓ આત્માના એક એક પ્રદેશ પર ચેટી એકમેક થયા છે. અસંખ્ય પ્રદેશી આતમ-દ્રવ્ય કામણ વગણના સંગથી મલીન કપડાની જેમ મલીન થઈ ગયેલ છે. જેથી આત્મગુણે ઢંકાઈ ગયા છે તેના પર આવરણ આવી ગયું છે. જેમ તપેલા પર ઢાંકણું મૂકવાથી અંદર રહેલે પદાર્થ જોઈ શકાતું નથી, અથવા વાદળોથી સૂર્યને પ્રકાશ ઢંકાઈ જાય છે. તે પ્રમાણે આત્માના ગુણે કામણવર્ગણાથી ઢંકાઈ ગયા છે તેને આવરણ કહે છે.
-
-
-
-
-
-
સાવા (આચ્છાદક)
મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org