________________
૫૮
સંભવ નથી. તેઓ આમ સ્વરૂપ રમણતામાં સ્થિત છે. સંસારી સર્વ જીવો ખાવું, પીવું, જવું, આવવું વગેરે ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયા કરે છે. તે તે ક્રિયા દ્વારા પાપને આશ્રવ થાય છે. તે ક્રિયાઓ શાસ્ત્રમાં મુખ્યત્વે ૨૫ પ્રકારની દર્શાવી છે. ૧. કાયિકી-શરીર દ્વારા થતી ક્રિયા હરવું-ફરવું વિગેરે ૨. અધિકરણિકી-વિનાશક શસ્ત્રો બનાવવા સંબંધી કિયા. ૩. પ્રાષિકી–જીવ-અજીવ પદાર્થો પર દ્વેષ, અભાવ થવો. ૪. પરિતાપનિકી=અન્યને દુ:ખ પહોંચાડવાની ક્રિયા. પ. પ્રાણાતિપાતિકી-જીવોને વધ કરવાની હિંસક ક્રિયા. ૬. આરંભિકી–જેમાં છકાય જીવની હિંસા થાય તે આરંભ કરે. ૭. પરિગ્રહકી–વસ્તુને સંગ્રહ કરી તેમાં મૂછ રાખવી. ૮. માયા પ્રત્યયિકી-છળ કપટ કરી અન્યને ઠગવા. ૯. અપ્રત્યાખ્યાનિકીકત પચ્ચક્ખાણ પ્રતિજ્ઞા ન કરવા. ૧૦. મિથ્યા દર્શન પ્રત્યયિકી–સુદેવ ગુરુ ધર્મ પર અશ્રદ્ધા રાખવી. ૧૧. દષ્ટિક-પ્રિય-અપ્રિય પદાર્થો પર રાગ દ્વેષની દષ્ટિ રાખવી. ૧૨. સ્મૃષ્ટિકી રાગ-પ્રેમ-સ્નેહને કારણે પર્દાદિમાં સુખ માનવું. ૧૩. પ્રાતિત્ય કી–અન્યની સંપત્તિ જોઈ રાગ દ્વેષ કરવા. ૧૪. સામંતે પતિપાતિકી-ઘી-તેલ આદિના પાત્રે ખુલ્લા રાખતા તેમાં
જીવ જતું પડવાથી, મુખ્ય માર્ગ પર મળમૂત્રાદિનો ત્યાગ કરે,
નાટક વગેરે જેવાથી, સ્વપ્રશંસાદિ કરવાથી જે ક્રિયા લાગે છે. ૧૫. નશસ્ત્રકી–રાજાશાને કારણે અન્ય પાસે શસ્ત્ર બનાવવા. ૧૬. સ્વફુસ્તિકી–સ્વયં આત્મહત્યા કરવી. ૧૭. આજ્ઞાપનિકી-અન્યની આજ્ઞાને કારણે પાપવ્યાપારાદિ કરવા. ૧૮. વિદારણિકી-ફાડવું, કાપવું, તોડવું અથવા ગુપ્ત પાપને પ્રગટ કરવા. ૧૯. અનાગિકી ક્રિયા-જાગૃતિ, પ્રમાજને ઉપગ રહિત ક્રિયા. ૨૦. અનવકાંક્ષપ્રત્યયિકી- સ્વ–પર હિતનાં વિચાર રહિત, લોકપરલેકમાં
દુઃખદાયક, જિનાજ્ઞામાં અનાદર યુકત ક્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org