________________
પૈસાનો
વ્યવહાર
૨૨
પ્રશ્નકર્તા : સ્વપ્ન આવતું નથી પણ એ સ્વપ્નાની ઇચ્છા રાખું ખરો.
દાદાશ્રી : તો કોઈ અડચણવાળો હોય ને તમારી પાસે સો રૂપિયા માંગવા આવે ત્યારે તમારી શું દશા થાય ? હાય બાપ, ઓછા થઈ જશે તો ? એવું થઈ જાય ? ઓછા કરવા માટે તો આ રૂપિયા છે, એ કંઈ જોડે લઈ જવાના નથી. જો જોડે લઈ જવાના હોય ને, તે વાણીયા તો બહુ અક્કલવાળા લોક, પણ તમારી નાતમાં પૂછી જુઓ, કોઈ લઈ ગયેલા ? મને લાગે છે કે એ ઓટીમાં ઘાલીને લઈ જતા હશે ? આ પૈસા જોડે લઈ જવાતા હોય તો તો આપણે એનું ધ્યાને
ય કરીએ પણ એ જોડે લઈ જવાના નહીંને ?
પ્રશ્નકર્તા : તો પછી મનુષ્યમાત્રની પૈસા મેળવવા તરફ વૃત્તિ કેમ રહેતી હશે ?
દાદાશ્રી : આ લોકોનું જોઈને કર્યા કરે છે. આ આવું કરે ને હું રહી ગયો, એવું એને થયા કરે છે. બીજું એના મનમાં એમ છે કે પૈસા હશે તો બધું આવશે. પૈસાથી બધું મળે છે. પણ બીજો કાયદો એ જાણતો નથી કે પૈસા શા આધારે આવે છે ? જેમ શરીરની તંદુરસ્તી હોય ત્યારે ઊંઘ આવે, એવું મનની આ તંદુરસ્તી
હોય તો લક્ષ્મીજી આવે.
પ્રશ્નકર્તા : છતાં પણ અત્યારે તો મોક્ષ કોઈને ય જોઈતો નથી, ફક્ત પૈસો જોઈએ છે.
દાદાશ્રી : તેથી તો ભગવાને કહ્યું છે ને, કે આ પ્રાણીઓને મોતે મરે છે. કૂતરાં, ગધેડાં, જેમ પ્રાણીઓ મરે છે ને તેમ આ માણસો મરી જાય છે, કમોતે મરે છે. હાય પૈસો ! હાય પૈસો !! કરતાં કરતાં મરે છે !
ભજતા ભગવાતતી કે પૈસાતી ?
પૈસો તો યાદ આવવો તે ય બહુ જોખમ છે, ત્યારે પૈસાની ભજના કરવી એ કેટલું બધું જોખમ હશે ? હું શું કહેવા માગું છું એ આપને સમજાય છે ? પ્રશ્નકર્તા : ઈ સમજાણું, પણ એમાં જોખમ શું ઈ સમજાણું નથી. એમાં તો
પૈસાનો
તરત જ તાત્કાલિક લાભ થાય ને ! પૈસા હોય એટલે બધી વસ્તુઓ આવે. ઠાઠમાઠ, મોટર, બંગલા, બધું પ્રાપ્ત થાય છે ને ?!
દાદાશ્રી : પણ પૈસાની ભજના કોઈ કરતું હશે ?
પ્રશ્નકર્તા : એ જ કરતા હોય છે ને ?
૨૨
વ્યવહાર
દાદાશ્રી : તો પછી મહાવીરની ભજના બંધ થઈ ને આ ભજના ચાલુ થઈ એમ ને ? માણસ એક જગ્યાએ ભજના કરી શકે, કાં તો પૈસાની ભજના કરી શકે ને કાં તો આત્માની. બે જગ્યાએ એક માણસનો ઉપયોગ રહે નહીં. બે જગ્યાએ ઉપયોગ શી રીતે રહે ? એક જ જગ્યાએ ઉપયોગ રહે તે હવે શું થાય ? પણ એટલે સારું છે કે અત્યારે માણસને પૈસા જોડે લઈ જવાની છૂટ આપી છે. આ સારું છે ને ?
પ્રશ્નકર્તા : પૈસા ક્યાં ભેગા લઈ જાય છે ? બધું અહીંયા મૂકીને તો જાય છે, કોઈ જોડે આવતું નથી.
દાદાશ્રી : એમ ?! પણ લોકો જોડે લઈ જાય છે ને ? ના, તમે એ કળા જાણતા નથી (!) એ કળા તો પેલા બ્લડપ્રેશરવાળાને પૂછી જો કે તેની કળા કેવી છે ? તે તમે જાણો નહીં.
જો જોડે લઈ જવાતું હોત તો ?.....
એક શેઠ મળેલા. આમ લાખોપતિ હતા. મારા કરતાં પંદર વર્ષે મોટા, પણ મારી જોડે બેસે-ઊઠે. એ શેઠને એક દહાડો મેં કહ્યું કે, ‘શેઠ, આ છોકરાં, બધાં કોટ-પાટલૂન પહેરીને ફરે છે ને તમે એક આટલી ધોતી ને બેઉ ઢીંચણ ઉઘાડા દેખાય એવું કેમ પહેરો છો ?” એ શેઠ દેરાસર દર્શન કરવા જતા હોય ને, તો આમ ઉઘાડા દેખાય. આટલી ધોતી તે લંગોટી મારીને જાય એવું લાગે. આટલી બંડી ને સફેદ ટોપી, તે દર્શન કરવા દોડધામ કરતા જાય. મેં કહ્યું કે, ‘મને લાગે છે કે આ બધું જોડે લઈ જશો ? ત્યારે મને કહે કે ‘ના લઈ જવાય અંબાલાલભાઈ. જોડે ના લઈ જવાય !' મેં કહ્યું કે, ‘તમે તો અક્કલવાળા, અમને પટેલોને સમજણ