Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 228
________________ સેટીંગ બાકી છે. વ્યવહાર પૈસાનો ૨ ૨૪ ૨ ૨૪ પૈસાનો વ્યવહાર પૈસાની લેવડદેવડ નથી વેપારી બાજુ જ નથી ત્યાં ભગવાન છે ! પૈસા, લેવડદેવડ એ વેપારી બાજુ કહેવાય. બધેય પૈસો, જ્યાં જાવ ત્યાં પૈસા, જ્યાં જાવ ત્યાં પૈસા ! બધે ફી, ફી ને ફી છે ! હા, ત્યારે ગરીબોએ શું ગુનો કર્યો બિચારાએ ? અને ફી રાખો તો ગરીબને માટે એમ કહો કે, ‘ભઈ, ગરીબની પાસે ચાર આના લઈશું બહુ થઈ ગયું.' તો તો ગરીબથીયે ત્યાં જવાય. આ તો શ્રીમંતો જ લાભ લે. બાકી, જ્યાં ફી રાખી હોય તો શી દશા થાય ? એક ફેરો “જ્ઞાન” લેવા માટે તો તમે ખર્ચ નાખો, પણ પછી કહેશે ‘જ્ઞાન મજબૂત રીતે પાળીશું, પણ હવે ફરી ફી ના આપીએ.' આ તો આપણે કોઈનું નામ લેવું એ ખોટું કહેવાય. આ તો તમને રૂપરેખા આપું છું કે આ ધર્મની શી દશા થઈ છે અત્યારે. ગુરુ જે વેપારી તરીકે થઈ બેઠા છે એ બધું ખોટું. જ્યાં પ્રેક્ટિશનર હોય છે, ફી રાખે છે, કે આજે આઠ-દશ રૂપિયા ફી છે, કાલે વીસ રૂપિયા ફી છે, તો એ બધું નકામું. જ્યાં પૈસાનો વેપાર છે ત્યાં ગુરુ ના કહેવાય. જ્યાં ટિકિટો છે એ તો બધું રામલીલા કહેવાય. પણ લોકોને ભાન નથી રહ્યું. એટલે બિચારા ટિકિટવાળાને ત્યાં જ પેસે છે. કારણ કે ત્યાં આગળ જૂઠું છે ને આ પોતે પણ જૂઠો છે. એટલે બન્ને એડજસ્ટ થઈ જાય છે. એટલે સાવ જૂઠું ને સાવ પોલંપોલ ચાલી રહ્યું છે તદ્દન. આ તો પાછા કહેશે, ‘હું નિઃસ્પૃહ છું, હું નિઃસ્પૃહ છું.” અરે આ ગા ગા શું કરવા કરે છે તે ! તું નિઃસ્પૃહી છે તો તારી પર કોઈ શંકા રાખનાર નથી.. અને તું સ્પૃહાવાળો છે તો તું ગમે એટલું કહીશ તોય તારી પર શંકા કર્યા વગર છોડવાના નથી. કારણ કે તારી સ્પૃહા જ કહી આપશે. તારી દાનત જ કહી આપશે. એમાં દોષ કોનો ? આ તો બધા ભીખને માટે નીકળેલા છે. એમનું પેટ ભરવા નીકળ્યા છે. સહુ સહુનું પેટ ભરવા નીકળ્યા છે. અગર તો પેટ ના ભરવાનું હોય તો કીર્તિ કાઢવી હોય, કીર્તિની ભીખ, લક્ષ્મીની ભીખ, માનની ભીખ ! જો ભીખ વગરનો માણસ હોય તો એની પાસે જે માગો તે પ્રાપ્ત થાય. ભીખવાળા પાસે આપણે જઈએ તો એ પોતેય સુધરેલો ના હોય ને આપણનેય સુધારે નહીં, કારણ કે દુકાનો ચાલુ કરી છે લોકોએ. અને આ ઘરાકો મળી આવે છે નિરાંતે ! એક જણ મને કહે છે કે, “એમાં દુકાનદારનો દોષ કે ઘરાકનો દોષ?” કહ્યું, ‘ઘરાકનો દોષ !' દુકાનદાર તો ગમે તે એક દુકાન કાઢીને બેસે, આપણે ના સમજીએ ? આટલો લોટ ટાંકણીમાં ચોપડીને ઘાલે છે અને પેલો મચ્છીમાર એને તળાવમાં નાખે છે. તેમાં મચ્છીમારનો દોષ કે એ ખાનારનો દોષ ? જેને આ લાલચ છે તેનો દોષ છે કે મચ્છીમારનો ? જે પકડાય એનો દોષ ! આ આપણા માણસો બધા પકડાયા જ છેને, આ બધા ગુરુઓથી ! લોકોને પુજાવું છે, એટલા માટે વાડા ઊભા કરી દીધા. આમાં આ ઘરાકોનો બધોય દોષ નથી બિચારાનો. આ દલાલોનો દોષ છે. આ દલાલોનું પેટ ભરાતું જ નથી, ને જગતનું ભરવા દેતા નથી. એટલે હું આ ઉઘાડું કરવા માગું છું. આ તો દલાલીઓમાં જ લહેરપાણીને મોજ કર્યા કરે છે, ને પોતપોતાની સેફસાઈડ જ ખોળી છે પણ એમને કહેવું નહીં કે તમારો દોષ છે. કહેવામાં શું ફાયદો ભાઈ ? સામાને દુ:ખ ઊભું થાય. આપણે દુ:ખ ઊભું કરવા – કરાવવા આવ્યા નથી. આપણે તો સમજવાની જરૂર છે કે ખામી ક્યાં છે ?! હવે દલાલો કેમ ઊભા રહ્યા છે ? કારણ કે ઘરાકી મજબૂત છે. એટલે ઘરાકી જો ના હોય તો દલાલો ક્યાં જાય ? જતા રહે. પણ ઘરાકીનો દોષ છેને, મૂળ તો ! એટલે મૂળ દોષ તો આપણો જ છે ! દલાલ ક્યાં સુધી ઊભા રહે ? ઘરાકી હોય ત્યાં સુધી. હમણે આ મકાનોના દલાલો ક્યાં સુધી હંડ હંડ કરશે ? મકાનોના ઘરાક હોય ત્યાં સુધી. નહીં તો બંધ, ચૂપ ! કળિયુગ, તારી રીત ઊંધી ! બાકી અત્યારે આ સંતો વેપારી થઈ ગયા છે. જયાં પૈસાનો વ્યાપાર ચાલે એ સંત જ ના કહેવાય. અને આપણા લોકોને એની સમજણેય નથી. સાચો હોય તો એની કિંમત અને ખોટો હોય તોય એની કિંમત. ખોટાની વધારે કિંમત, ખોટો

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232