Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 229
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર ૨ ૨ ૫ ૨ ૨ ૫ પૈસાનો વ્યવહાર એ મીઠું બોલેને કે, “આવો ચંદુભાઈ, આવો ચંદુભાઈ’ એ કડવું ના બોલેને ?! એટલે ખોટાની વધારે કિંમત ને તે આ કાળમાં જ, બીજા કાળમાં આવું નહોતું. બીજા કાળમાં તો ખોટાની કિંમત જ ના હોય ! - સંતપુરુષ, તો પૈસા લે નહીં. દુખિયો છે થી તો એ તમારી પાસે આવ્યો, ને પાછા ઉપરથી સો પડાવી લીધા ! તે આ હિન્દુસ્તાનને ખલાસ કરી નાખ્યું હોય તો આવા સંતોએ ખલાસ કરી નાખ્યું છે. તે સંત તે એનું નામ કહેવાય કે જે પોતાનું સુખ બીજાને આપતા હોય, સુખ લેવા આવ્યા ના હોય. લેતાર થાય તાદાર ! આ કંઈ સુખી છે ? મૂળ તો દુઃખી છે લોકો અને એની પાસે રૂપિયા લો છો ?! દુઃખ કાઢવા માટે તો ગુરુ પાસે જાય છેને ! ત્યારે તમે એના પચ્ચીસ રૂપિયા લઈને એનું દુઃખ વધારો છો ! એક પઈ ના લેવાય. બીજા પાસે કંઈ પણલેવું એનું નામ જુદાઈ કહેવાય અને તેનું નામ જ સંસાર. એમાં એ જ ભટકેલો છે. જે લેનાર માણસ છે એ ભટકેલો કહેવાય. એને પારકો જાણે છે માટે એ પૈસા લે છે. જોઈતાં હોય, બીજું કશું જોઈતું હોય. જ્ઞાની પુરુષને તો કશું જ જોઈતું હોય નહીં ! આ સંઘ એટલો બધો ચોખ્ખો છે કે એમાં હું તો મારા ઘરનાં કપડાં, ધોતિયાં પહેરું છું. મારા પોતાના કમાયેલા, પોતાની કમાણીના જ પૈસામાંથી, તેથી આવો મેલો ફરું છું. સંઘના પહેરતો હોત તો ધોતિયા ચારસો ચારસોના મળને ? અરે, હું તો નથી લેતો, પણ આ બેન પણ નથી લેતા ! આ બંનેય મારી જોડે રહે છે તે કપડાં પોતાનાં ઘરના પહેરે છે. પૈસા નહીં, દુઃખ લેવા આવ્યો છું ! એક મિલના શેઠિયાએ સાંતાક્રુઝ અમે રહેતા ત્યાં આવડી આવડી ત્રણ પેટીઓ મજૂર સાથે ઉપર મોકલાવી. પછી શેઠિયો ઉપર મળવા આવ્યો. મેં કહ્યું, ‘શું છે આ બધું શેઠ ?” ત્યારે શેઠે કહ્યું, ‘કુછ નહીં, ફુલ નહીં પણ ફુલની પાંખડી...' મેં કહ્યું, ‘શેને માટે આ પાંખડી લાવ્યા છો ?” ત્યારે એ કહે છે, “કુછ નહીં, કુછ નહીં સા'બ', મેં કહ્યું તમને કશું દુ:ખ કે અડચણ છે ? ત્યારે એ કહે છે, “શેર મટ્ટી ચાહીએ.” અલ્યા શેર મટ્ટી કયા અવતારમાંય નહોતી ? કૂતરામાં ગયો ત્યાંય બચ્ચાં, ગધેડામાં ગયો ત્યાંય બચ્ચાં. વાંદરામાં ગયો ત્યાંય બચ્ચાં, જ્યાં ગયો ત્યાં બચ્ચાં. ‘અલ્યા કયા અવતારમાં નહોતી આ મટ્ટી ? હજુ શેર મટ્ટી જોઈએ છે. ? ભગવાન તમારા ઉપર રાજી થયા ત્યારે તમે પાછા મટ્ટી ખોળો છો ? પાછા મને લાંચ આપવા આવ્યા છો ? આ તમારી લીંટ મને ચોપડવા આવ્યા છો ? હું ધંધાદારી માણસ. પછી મારે લીંટ આવે તો હું કોને ચોપડવા જઉં ? આ બહાર બધા ગુરૂઓને ચોપડી આવો. એમને બિચારાને લીંટ નથી આવતી. આ તોફાન અહીં ક્યાં લાવ્યા ? ત્યારે એ કહે છે, “સાહેબ કૃપા કરો.” ત્યારે મેં કહ્યું, ‘હા, કૃપા કરીએ, સિફારસ કરું.” તમને જે દુ:ખ છે તે અમારે તો વચ્ચે “આ બાજુ'નો ફોન પકડ્યો ને “આ બાજુ' કરવાનો. અમારે વચ્ચે કશું નહીં. ખાલી એક્સચેન્જ કરવાનું. નહીં તો અમને જ્ઞાની પુરુષને આ હોય જ નહીંને ! જ્ઞાની પુરુષ આમાં કંઈ હાથ ઘાલે નહીં. પણ આ બધાના દુઃખ સાંભળવા પડ્યાં છેને ! આ દુઃખ બધાં મટાડવા પડ્યાં હશેને ? અડચણ પડે તો રૂપિયા માંગવા આવજે ! હવે, હું તો રૂપિયા આપતો આ દુનિયાની કોઈ પણ ચીજ, એક રૂપિયો પણ જો હું વાપરું તો હું એટલો નાદારીમાં જઉં. ભક્તોની એક પઈ પણ ના વપરાય. આ વેપાર જેણે કાત્યા છે એ પોતે નાદાર સ્ટેજમાં જશે. એટલે જે કંઈ એની આ સિદ્ધિ પ્રાપ્ત છે, એ ખોઈને જતા રહેશે. જે થોડીઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ તેના આધારે માણસો બધા ભેગા થતા હતા. પણ પાછી સિદ્ધિ ખલાસ થઈ જાય. કોઈ પણ સિદ્ધિનો દુરુપયોગ કરો તો સિદ્ધિ ખલાસ થઈ જાય. અહીં માગો, મૂકો નહીં ! કેટલાક લોકો અહીં આવીને પૈસા મૂકે છે. અલ્યા અહીં પૈસા મૂકવાના ના હોય, અહીં માંગવાના હોય, અહીં મૂકવાનું હોતું હશે ? જ્યાં બ્રહ્માંડનો માલિક બેઠેલો છે ત્યાં તો મૂકવાનું હોતું હશે ? આપણે માંગવાનું હોય કે મને આવી અડચણ છે તે કાઢી આપજો, બાકી પૈસા તો કોઈ ગુરુને મૂકજે. એમને કંઈ લુગડાં

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232