Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 232
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર 2 28 2 28 પૈસાનો વ્યવહાર શકો છો. પ્યૉરિટી જ આકર્ષે સહુને લોકોનું કલ્યાણ તો ક્યારે થાય ? આપણે ચોખખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા ? પ્યૉરિટી એ જ બધાનું, આખા જગતનું આકર્ષણ કરે ! પ્યૉરિટી !! પ્યૉર વસ્તુ જગતનું આકર્ષણ કરે. ઇચ્યૉર વસ્તુ જગતને ફેક્યર કરે. એટલે પ્યૉરિટી લાવવાની ! ૐ જય સચ્ચિદાનંદ ૐ આમાં નથી કોઈ દોષિત ! અને આ આચાર્ય મહારાજે ખોટું નથી કર્યું. આ દેરાં ને બધું બાંધ્યું, બીજું બધું કર્યું, કંઈ કામ તો કર્યું જ છે બિચારાઓએ. દેરાં બંધાવ્યા, એમ મોટી મોટી હોસ્પિટલો બાંધી. આમ-તેમ કર્યું, ઉકેલ તો લાવ્યાને કંઈક અને એ કર્તા નથી કોઈ. અમને આ જગતમાં કોઈ જીવ દોષિત દેખાતો નથી. અમને ગાળો ભાંડે કોઈ તોય દોષિત દેખાતો નથી અને અમને ફૂલો ચઢાવે તોય દોષિત દેખાતો નથી. પછી હવે અમે બીજી વાતો શા માટે કરીએ છીએ ! જાણવા માટે છે આ ! અને તે હું નથી કરતો પાછો. તે યે ટેપરેકર્ડ છે. હું કરતો હોઉં તો હું પકડાઉં. હું પકડાઉં એવો છું નહીં. હું પકડાવું એવો માણસ જ નથી. વીતરાગોએ શું કર્યું ? આખા જગતને ઓટીમાં ઘાલી અને વીતરાગ થઈ બેઠા. આખા જગતને ઓટીમાં ઘાલી દીધું, હડહડાટ. હજુ જાગો ! આ કાળમાં હજુ કંઈક સમજવા જેવું છે. હવે કાળ એવો આવી રહ્યો છે, કે લગભગ બે-ત્રણ હજાર વર્ષ સુધી સારું ચાલશે. બહુ ઊંચી સ્થિતિ આવશે. ભગવાન મહાવીરના સમય જેવી સ્થિતિ આવશે માટે તે અરસામાં લાભ ઉઠાવી લો તો કામનું છે. હવે નવેસરથી પરિણતિ ફેરવવી કે હવે જ્ઞાની માટે જ જીવવું છે. બીજું બધું તો હું આ હિસાબ છે ને તો મળ્યા કરવાનો છે, તમારે કાર્ય કર્યા કરવાનું. તમારું કાર્ય કરવાનું. ફળ તો તેનું મળ્યા જ કરવાનું છે. બીજા બધા ભાવ બીજી પરિણતિ ફેરવવા જેવી છે. બાકી જોડે લઈ જવાના છો આ બધું ? પ્રશ્નકર્તા : નહીં. દાદાશ્રી : એટલે આવું છેને, જે કર્યું એનો પસ્તાવો કરો. હજુ પસ્તાવો કરશો તો આ દેહે પાપો ભસ્મીભૂત કરી શકશો. પસ્તાવાનું જ સામાયિક કરો. કોનું સામાયિક ? પસ્તાવાનું જ સામાયિક. શું પસ્તાવો ? ત્યારે કહે, મેં લોકોના પૈસા ખોટા લીધા તે બધા જેના લીધા હોય તેનાં નામ દઈને, એનું મોટું યાદ કરીને, વ્યભિચાર ફલાણું કર્યું, દ્રષ્ટિ બગાડી એ બધા પાપો ધૂઓ તો હજુ ધોઈ E: Lekhni Paisa Paisa-4.Pm5 228 E: Lekhni Paisa Paisa-4. Pm5 228

Loading...

Page Navigation
1 ... 230 231 232