Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 231
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર ૨ ૨૭. પૈસાનો વ્યવહાર દહાડે કહેશે, ‘લ્યો દાદા, આ સોનું તમારું.’ સોનામાં સુખ હોય તો સોનું વધારે મળે ત્યારે આનંદ થાય. પણ આમાં સુખ છેને, એ માન્યતા છે તારી. રોંગ બિલિફ છે. આમાં સુખ હોતું હશે ? સુખ તો કોઈ ચીજ ન લેવાની હોય ત્યાં સુખ છે. આ વર્લ્ડમાં કોઈ ચીજ ગ્રહણ કરવાની ન હોય ત્યાં સુખ છે. ભગવાનને ધરો ! તમે પૈસા બધા કમાવામાં નાકો, જ્યારે હું કહું કે પૈસા અલ્યા વેરી દો અહીંથી અને હું તો અડું નહીં પૈસા. પૈસા એ સત્ય નથી. સંપૂર્ણ સત્ય નથી. એ સાપેક્ષ સત્ય છે. આ સોનું મને આપો તો મારે કામનું જ નહીં. મુંબઈમાં બધી બહેનોએ અછોડા કાઢી આપ્યા તો મેં કહ્યું કે મારે કામનું નહીં. તમારે જો મોહ હોય તો રહેવા દેજો. મારે કંઈ તમારા જોઈતા નથી. ત્યારે કહે, ના, અમારો આટલો ભાવ કર્યો છે. તે આપી દેવું છે, તો મેં કહ્યું કે તમારી મરજીની વાત. બાકી અમારે જોઈએ નહીં. સીમંધર સ્વામી ભગવાનના મુગટ કરવા માટે એનો ભાવ કર્યો છે. તો મેં કહ્યું, આપી દો તમે. બાકી અમારે કશું જોઈએ નહીં. રહેવા દો અમને ચોખ્ખા ! હું તો મારા ઘરનું, મારા પોતાના ધંધાની આવકનું, મારા પ્રારબ્ધનું ખાઉં છું, ને લુગડાં પહેરું છું. હું કોઈનો પૈસો લેતોય નથી ને કોઈનું આપેલું પહેરતીય નથી. આ ધોતિયાં પણ મારી કમાણીનાં પહેરું છું. અહીંથી મુંબઈ જવાનું પ્લેનનું ભાડું મારા ઘરના પૈસાનું ! પછી પૈસાની જરૂર જ ક્યાં રહી ?! હું તો એક પૈસો લોકોની પાસેથી લઉં તો મારા શબ્દ લોકોને માન્યામાં જ કેમ આવે તે ?! કારણ કે એના ઘરની એંઠ મેં ખાધી. અમારે કંઈ જોઈતું નથી. જેને ભીખ જ નથી કોઈ પ્રકારની એને ભગવાને શું આપવાના હતા ?! એક જણ મને ધોતિયાં આપવા આવ્યો, એક જણ ફલાણું આપવા આવ્યો, મારે ઇચ્છા હોય તો વાત જુદી છે. પણ મારા મનમાં કશાની ઇચ્છા જ નથી ! મારે તો ફાટેલું હોય તોય ચાલે. એટલે મારું કહેવાનું કે જેટલું ચોખ્ખું રાખશો એટલું આ જગતને લાભદાયી થઈ પડશે ?!! ચોખા કોને કહેવું ? આ દુનિયામાં જેટલી સ્વચ્છતા એટલી દુનિયા તમારી, તમે માલિક આ દુનિયાના ! જેટલી સ્વચ્છતા તમારી !! હું આ દેહનો માલિક છવ્વીસ વર્ષથી થયો નથી, તેથી અમારી સ્વચ્છતા પૂરેપૂરી હોય, માટે સ્વચ્છ થાવ, સ્વચ્છ ! પ્રશ્નકર્તા : સ્વચ્છતાનો ખુલાસો કરો. દાદાશ્રી : સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય, જેને ભિખારીપણું ના હોય !! એ તો, ઉચ્છેદિયું કાઢે ! એટલે આત્મા વસ્તુ જુદી છે, તે લોકોને ધર્મમાં વેપાર જોઈએ છે, બધે. વેપારમાં ધર્મ રાખજે કહે છે. વેપાર જે કરતો હતો તે તેની મહીં ધર્મ રાખજે. પણ ધર્મમાં વેપાર ના કરીશ નહીં તો ઉચ્છેદિયું થશે. ઉચ્છેદિયું એટલે શેનું ? છોકરાં એકલાનું નહીં, છોકરાનું ઉચ્છેદિયું થાય તો તો મૂઓ ફાવી જાય. આ તો મહીંથી બધું ઉચ્છેદિયું થાય. મહીં ઉચ્છેદિયું થાય ને પછી થાય પથરાના અવતાર. ડુંગર થઈને પડી રહે. લાખો વર્ષ સુધી. મૂઆ ધર્મમાં વેપાર ના કરીશ, તોયે લોકોએ ધર્મમાં વેપાર માંડ્યા. ઠીક છે ઘેર પાંચ, સાત, દસ જણ આવે છે અને ચાલે છે. મળી આવે પાછા. જૈસે કો તૈસા મિલા, તૈસે કો મિલા તાઈ. તીનોંને મિલકે પિપૂડી બજાઈ ત્રણે પિપૂડી બજાવે પછી ચાલ્યા કરે બધું. આટલું જ જો સમજતો હોય તો ધર્મમાં વેપાર ના કરીશ. કિંચિત્માત્ર ધર્મમાં વેપાર નહીં, વેપાર વેપારની જગ્યાએ કરજે. અને લોકોને કહેજે, કે અત્યારે હવે ધર્મ નહીં હું હવે વેપારને ટાણે બેઠો છું. તો વેપાર કરજે. કો'કને ત્યાં નાસ્તો કરવાગયો હોય, તો કહેવાનું કે ભઈ, અત્યારે મારો વેપારી ભાવ રહ્યો છે તો તેનો દોષ નહીં બેસે. એટલું તું જાણું તો છેતરાઈશ નહીં. નહીં તો પોતે હઉ છેતરાય. બેભાનપણું થઈ જાય ને જવાબદારી આવે.

Loading...

Page Navigation
1 ... 229 230 231 232