Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 230
________________ સેટીંગ બાકી છે. પૈસાનો નથી. હું ફોન કરી દઈશ બરોબર ! પણ લોભ ના કરીશ. તને અડચણ હોય તો જ આવજે. તારી અડચણ પૂરતું બધું જ કરીશ પણ લોભ કરવા જઈશ તે ઘડીએ હું બંધ કરી દઈશ. વ્યવહાર ૨૨૬ તમારાં દુઃખો મને સોંપી દો અને જો તમને વિશ્વાસ હોય તો તે તમારી પાસે નહીં આવે. મને સોંપ્યા પછી તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાછાં આવશે. એટલે તમારે કંઈક દુઃખો હોય તો મને કહેવું કે ‘દાદા’ આટલા દુઃખ મને છે તે હું તમને સોંપી દઉં છું. એ હું લઉં તો નિવેડો આવે, નહીં તો નિવેડો કેમ આવે ? હું આ દુનિયામાં દુ:ખો લેવા આવ્યો છું. તમારાં સુખ તમારી પાસે રહેવા દો એમાં તમને વાંધો ખરો ? તમારા જેવા અહીં પૈસા આપે તો મારે પૈસાનું શું કરવાનું ? હું તો દુઃખ લેવા આવ્યો છું. તમારા પૈસા તમારી પાસે રહેવા દો, એ તમને કામ લાગશે અને જ્યાં જ્ઞાની હોય ત્યાં પૈસાની લેવડદેવડ ના હોય. જ્ઞાની તો ઊલટાં તમારાં બધાં દુઃખો કાઢવા માટે આવ્યા હોય, દુઃખ ઊભાં કરવા માટે ના આવ્યા હોય. એક માણસને તો ચોખ્ખો રહેવા દો, આ દુનિયામાં. પેલા શેઠને મેં કહ્યું, ‘તમે લોકો કોઈને ચોખ્ખા નહીં રહેવા દો. એકન ચોખ્ખો રહેવા દો. દુનિયાનો કંઈ પુરાવો રહે. આ તો પુરાવો હઉ ઊડાડી દો છો તમે. તે પછી પેલા ઠંડા થઈ ગયા. ત્યાર પછી મેં કહ્યું, તમો આવો જાવ, દર્શન કરો, બધું કરો, તમારી ઇચ્છાઓ પૂરી થાય એવું છે. આ જ્ઞાની પુરુષ પાસે પણ ઇચ્છા રાખવાની નહીં. તમારે સોંપી દેવાનું કે સા'બ, આપકું સોંપ દિયા સબ બાત. એટલે તમારી ઇચ્છાઓ પૂરી થઈ જશે. પણ આવી લાંચો લાવ્યો અહીં ? મને ચોપડવા આવ્યો છે ? હવે આ ક્વૉલિટી કેવી છે ? જ્ઞાનીઓને ય છોડે એવી નથી. સાધુસંન્યાસીઓને તો ઠીક છે, કારણ કે એમને લીંટ આવતી નથી. તે એને ચોપડી આવે તો વાંધો નથી. પણ અમને લીંટ ચોપડવા આવ્યો ? તો મારે કોને ચોપડવા જવું ? એવું કહ્યું એટલે એ શેઠ ભડકી ગયો. આમ ચાલાક તો બહુ હોય, ચંચળ હોય ! પૈસાનો ‘અમે' આઉટ ઑફ બાઉન્ડ્રીમાં ! એક ઘર ચોખ્ખું રાખવાનું, આ દુનિયામાં, બીજા મહીં ચોખ્ખા હશે ઘણા માણસો. પણ તે ચોખ્ખાય એની બાઉન્ડ્રીના છે. આઉટ ઑફ બાઉન્ડ્રી રહી શકે નહીં. આ આઉટ ઑફ બાઉન્ડ્રી ! અત્યારે વર્લ્ડની બાઉન્ડ્રીમાં રહ્યું ! ૨૨૬ વ્યવહાર બધું પાસે હોવા છતાંય નહીં ભોગવવાનું. પોતપોતાની પાસે હોવા છતાંય અમારે વિચાર ના ઉત્પન્ન થાય. ને પેલાની પાસે નથી એટલે વિચાર ઉત્પન્ન થતો નથી. જ્યાં સુધી લાંચના પૈસા કોઈ આપનાર આવેલો નથી, ત્યાં સુધી લાંચના વિચાર ના આવે. એવો એવિડન્સ ઊભો નહીં થયો. અને એવા કડક માણસોયે છે, કે જે આપવા આવે તોય નાલે એવાયે છે. પણ તે બાઉન્ડ્રીમાં કહેવાય. આઉટ ઑફ બાઉન્ડ્રી મનુષ્ય રહી શકે નહીં. એ તો જ્ઞાની પુરુષનું જ કામ. જે દેહથી પર થયેલો હોય, દેહાતીત થયેલા હોય, બીજાનું કામ નહીં. સોનું કે ગાળીયું ? પ્યૉરીટિ હોય નહીં આ દુનિયામાં. બધું ઇમ્પ્યૉ.. હવે કોઈ જગ્યાએ સંતપુરુષ સારા હશે. સીધા માણસો હશે, તો આવડત ના હોય. સીધા હોય ત્યારે આવડત ના હોય ! સીધા ખરા, ખરા મહીં ! હું તો લોકોની પાસે પૈસા લઉં તો મને તો લોકો જોઈએ એટલા પૈસા આપે. પણ મારે પૈસાને શું કરવાનું ? કારણ કે એ બધી ભીખ ગયા પછી તો મને આ જ્ઞાનીનું પદ મળ્યું ?! મને અમેરિકામાં ગુરુપૂર્ણિમાને દહાડે, સોનાની ચેઈન પહેરાવી જતા હતા, બબ્બે ત્રણ ત્રણ તોલાની ! પણ હું પાછી આપી દેતો બધાને, કારણ કે મારે શું કરવી છે ? ત્યારે એ બેન રડવા માંડી કે મારી માળા તો લેવી જ પડશે.’ ત્યારે મેં એને કહ્યું ‘હું તને એક માળા પહેરાવું તો પહેરીશ ?’ તો એ બેન કહે છે, ‘મને કંઈ વાંધો નથી. પણ તમારું મારાથી ના લેવાય.’ ત્યારે મેં કહ્યું, ‘હું તને બીજા પાસેથી પહેરાવડાવું. એક મણ સોનાની માળા કરાવીએ. અને પછી રાતે પહેરીને સૂઈ રહેવું પડશે. એવી શરત કરીએ તો પહેરીને સૂઈ જાય ખરી ?! બીજે

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232