Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 226
________________ સેટીંગ બાકી છે. પૈસાનો ૨૨૨ પૈસાનો ૨ ૨૨ વ્યવહાર વ્યવહાર લાલચું. આ તો મનેય લોકો કહે છે કે, દાદાએ જ બધું આ આપ્યું. ત્યારે હું કહું છું કે દાદા તો કશું આપતા હશે ?! પણ બધું, દાદાને માથે આરોપ કરે ! તમારું પુણ્ય અને યશનામકર્મ મને યશ મળવાનો હોય એટલે મળ્યા જ કરે. હાથ અડાડું એટલે તમારું કામ થઈ જાય. ત્યારે આ બધાં કહે છે, ‘દાદાજી તમે જ કરો છો આ બધું.’ હું કહું કે ના, હું નથી કરતો. તારું જ તને મળ્યું છે આ બધું હું શું કરવા કરું ? હું ક્યાં આ ભાંજગડો લઉં ?! હું ક્યાં આ તોફાનોમાં પડું ?! કારણ કે મારે કશું જોઈતું નથી, જેની કશી વાંછના નથી. કોઈ ચીજના ભિખારી નથી, તો ત્યાં તમારું કામ કાઢી લો. હું તો શું કહું છું કે અમારા પગલાં પડાવો પણ લક્ષ્મીની વાંછનાપૂર્વક ના કરો. ઠીક છે એવું કંઈ નિમિત્ત હોય, તે અમારાં પગલાં પાડો. અહીં ‘ગલ' ના મળે કોઈને પ્રશ્નકર્તા : ઘરના ઉદ્ધારને બદલે પોતાનો ઉદ્ધાર થાય એવું તો કરી શકે કે નહીં ? દાદાશ્રી : હા, બધું કરી શકે. બધું જ થઈ શકે. પણ લક્ષ્મીની વાંછના ના હોવી જોઈએ. આ દાનત ખોરી ના હોવી જોઈએ. અને આ તમે મને ફોર્સ કરીને ઉઠાવી જાવ. એનો અર્થ પગલાં પાડ્યાં કહેવાય ? પગલાં એટલે તો રાજીખુશીથી થવાં જોઈએ. પછી ભલે તમે મને શબ્દોથી રાજી કરો કે કપટજાળથી રાજી કરો. પણ કપટજાળથીયે હું રાજી થાઉં એવો નથી. આખા વર્લ્ડને હું બનાવીને બેઠો છું અને આખા બ્રહ્માંડનો સ્વામી થયેલો છું. અમનેય છેતરનારા આવે છે, આ ગલીપચીઓવાળા આવે, પણ હું ના છેતરાઉં ! અમારી પાસે લાખો માણસ આવતા હશે, તે ગલીપચીઓ કરે, બધું કરે પણ રામ તારી માયા... ! અને અહીં ગલ જ ના મળેને ! એ જાણે કે દાદા પાસે કંઈ ફાવે એવું છે નહીં, એટલે પાછો જાય ! આવા ગુરુ જોઈ લીધા છે, બધા છેતરનારા ગુરુ જોઈ લીધા છે. એવા ગુરુ આવે એટલે હું ઓળખું કે આ આવ્યા છે. છેતરનારાને ગુરુ જ કહેવાયને ?! ત્યારે બીજું કોણ છે ?! અને ‘છેતરનાર’ શબ્દ કહેવાય જ નહીં, ગુરુ જ કહેવાય ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એવા બધા બહુ મળ્યા. એને મોઢે કશું ના કહું. એ એની મેળે જ કંટાળી જાય કે અહીં હું કહેવા આવ્યો છું. પણ કશું સાંભળતા નથી. આટલું બધું આપવા આવ્યો છું. પણ પછી એ કંટાળી જાય કે “આ દાદા પાસે કંઈ ફાવીએ એવું લાગતું નથી. આ બારી ભવિષ્યમાં ઊઘડે નહીં' અરે, મારે કશું જોઈતું નથી, શું કરવા બારી ખોલવા આવ્યો છે ?! જેને જોઈતું હોય ત્યાં જાને, ગમે તેવા આવે તોય પાછા કાઢી મેલું કે ‘ભઈ અહીં નહીં.” લોક તો કહેવા આવશે કે, “આવો કાકા’ તમારા વગર તો મને ગમતું નથી. કાકા, ‘તમે કહો એટલું કામ કરી આપીશ. તમારું, કહો એટલું બધું, તમારા પગ દાબીશ.” અલ્યા આ તો ગલીપચી કરે છે. ત્યાં બહેરા થઈ જવું. સમજ પડીને ? એટલે બધું સરળ થઈ પડ્યું છે, તો હવે આપણું કામ પૂરું કરી લો. આટલું બધું સરળ નહીં આવે. આવો ચાન્સ ફરી નહીં આવે. આ ચાન્સ ઊંચો છેને, એટલે આ બીજી ગલીપચી ઓછી થવા દોને ! આ ગલીપચીઓમાં મજા નથી. ગલીપચી કરનારા લોક તો મળશે, પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે, આ એક અવતાર ! હવે તો અરધો જ અવતાર રહ્યો છેને ! હવે આખોય અવતાર ક્યાં રહ્યો છે ?! યોર જ પ્યોર બોલે ! પ્રશ્નકર્તા : આપ આવું બોલ્યા. બીજો કોઈ આવું કહેતો નથી. દાદાશ્રી : હા, પણ પ્યોર થયો હોય તો બોલેને ! નહીં તો એ શી રીતે બોલે ?! એમને તો આ દુનિયાની લાલચ જોઈએ છે અને આ દુનિયાનાં સુખો જોઈએ છે. એ શું બોલે તે ? એટલે પ્યૉરીટિ હોવી જોઈએ. આખા વર્લ્ડની ચીજો અમને આપે તો અમને એની જરૂર નથી, આ વર્લ્ડનું સોનું અમને આપે તોય અમને એની જરૂર નથી. આખા વર્લ્ડના રૂપિયા આપે તોય અમારે નથી. સ્ત્રીસંબંધી

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232