Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 224
________________ પૈસાનો સેટીંગ બાકી છે. વ્યવહાર (૮) લક્ષ્મી અને ધર્મ ૨૨૦ દાત, ક્યાં અપાય ? પ્રશ્નકર્તા : અમુક ધર્મોમાં એવું કહ્યું છે કે જે કોઈ કમાણા હોય એમાંથી અમુક ટકા દાન કરો. પાંચ-દસ ટકા દાન કરો. તો એ કેવું ? દાદાશ્રી : ધર્મમાં દાન કરવાનો વાંધો નથી. પણ જ્યાં આગળ ધર્મની સંસ્થા હોયને, અને એ લક્ષ્મીનો ધર્મમાં સદુપયોગ થતો હોય તો ત્યાં આપો. દુરુપયોગ થતો હોય ત્યાં ના આપો. બીજી જગ્યાએ આપો. પૈસો સદુપયોગમાં જાય એવો ખાસ ખ્યાલ કરો. નહીં તો તમારી પાસે પૈસો વધારે હશે તો એ તમને અધોગતિમાં લઈ જશે. માટે એ પૈસાનો સદુપયોગ કરી નાખો, ગમે ત્યાં આગળ. પણ જેથી કરીને ધર્માચાર્યોએ પૈસા લેવા ના જોઈએ. જેવું આવ્યું, તેવું જાય.... આ તો ભગવાનના નામ પર, ધર્મના નામ પર બધું ચાલ્યું છે ! પ્રશ્નકર્તા : દાન આપનારા માણસ તો એમ માને કે મેં શ્રદ્ધાથી આપ્યું છે. પણ જેને વાપરવાનું છે એ કેવું કરે છે, એની આપણને શું ખબર પડે ? દાદાશ્રી : પણ એ તો આપણા રૂપિયા ખોટા હોય તો એ અવળે રસ્તે જાય. જેટલું નાણું ખોટું એટલું ખોટે રસ્તે જાય ને સારું નાણું એટલે સારે રસ્તે જાય ! ત્યાં છે સત્સંગ ! જ્યાં આગળ પૈસાની વાતો છે, સ્ત્રીઓની વાતો જ્યાં હોય ત્યાં નર્યો કુસંગ છે, જ્યાં ધર્મની વાત હોય, સાચા સુખની વાતો હોય, જ્યાં કોઈને સુખી કરવાની ઇચ્છાઓ, ભાવનાઓ હોય, એવી બધી વાતો હોય ત્યાં સત્સંગ છે. ૨૨૦ પૈસાનો વ્યવહાર ત્રણ ગુણ ઘટે ! મોક્ષમાર્ગમાં બે વસ્તુ ના હોય. સ્ત્રીના વિચારો અને લક્ષ્મીના વિચારો ! જ્યાં સ્ત્રીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ તો હોય નહીં, ને લક્ષ્મીનો વિચાર પણ હોય ત્યાં ધર્મ હોય નહીં. એ બે માયા થકી તો આ જગત ઊભું રહ્યું છે. હા, માટે ત્યાં ધર્મ ખોળવો એ ભૂલ છે. ત્યારે અત્યારે લક્ષ્મી વગરનાં કેટલાં કેન્દ્રો ચાલે છે ? પ્રશ્નકર્તા : એકેય નહીં. દાદાશ્રી : એ માયા છૂટતી નથીને ! ગુરુનેય માયા પેસી ગયેલી હોય. કળિયુગ છે ને એટલે પેસી જાયને, થોડી ઘણી ? એટલે જ્યાં આગળ સ્ત્રીસંબંધી વિચાર છે, જ્યાં પૈસા સંબંધી લેવડ-દેવડ છે ત્યાં સાચો ધર્મ થઈ શકે નહીં. સંસારીઓ માટે નહીં પણ જે ઉપદેશકો હોય છેને, જેમના ઉપદેશના આધારે ચાલીએ, ત્યાં આ ના હોવું જોઈએ. નહીં તો આ સંસારીઓને ત્યાંય એ જ છે અને તમારે ત્યાંય એ જ ? એવું ના હોવું જોઈએ. અને ત્રીજું કયું ? સમ્યક્ દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે લક્ષ્મી ને સ્ત્રીસંબંધ હોય ત્યાં આગળ ઊભું ના રહેવું. ગુરુ જોઈને કરવા. લીકેજવાળો હોય તો કરવો નહીં. બિલકુલેય લીકેજ ના જોઈએ. ગાડીમાં ફરતા હોય તો ય વાંધો નથી પણ ચારિત્રનો ફેઈલ હોય તો વાંધો છે. બાકી આ અહંકાર હોય તો તેનો વાંધો નથી કે ‘બાપજી બાપજી' કરીએ તો ખુશ થાય તેનો વાંધો નથી. ચારિત્રનો ફેઈલ ના હોય તો લેટ ગો કરવા જોઈએ. મુખ્યમાં મુખ્ય વસ્તુ ચારિત્ર. વ્યવહાર કેવો ઘટે ? વ્યવહાર ચારિત્ર એટલે આ વ્યવહારમાં કોઈને દુઃખ ના થાય એવું બધું વર્તન હોય. દુઃખ દેનારને ય દુઃખ ના થાય, એ વર્તન, એ વ્યવહાર, ચારિત્ર અને વિષય બંધ હોવા જોઈએ. વ્યવહાર ચારિત્રમાં મુખ્ય બે વસ્તુ કઈ ? કે વિષય બંધ હોવો જોઈએ. કયો વિષય ? સ્ત્રી વિષય. અને બીજું લક્ષ્મી બંધ. લક્ષ્મી હોય ત્યાં

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232