Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 221
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર કરવાની જરૂર નથી. પછી દવાખાનાં બાંધો કે બીજું બાંધો. એ બધું જુદે રસ્તે જાય. એય પુણ્ય ખરું પણ પાપાનુબંધી પુણ્ય. અનુબંધેય પાપ કરાવડાવે અને આ પુણ્યાનુબંધી પુણ્ય. ૨૧૭ સીમંધર સ્વામી ! આપણે અહીં આગળ તમે સીમંધર સ્વામીનું નામ તો સાંભળેલુંને ? પેલો ફોટો રહ્યો ઉપર ! એ હાલ તીર્થંકર છે, મહાવિદેહ ક્ષેત્રમાં !! મહાવિદેહ ક્ષેત્રમાં હાલ તીર્થંકર છે. એમની હાજરી છે આજે. સીમંધર સ્વામીની ઉંમર કેટલી ૬૦, ૭૦ વર્ષની હશે ? પોણા બે લાખ વર્ષની ઉંમર છે ! હજુ સવા લાખ વર્ષ જીવવાના છે ! આ એમની જોડે તાર, સાંધો મેળવી આપું છું, કારણ કે ત્યાં જવાનું છે. હજુ એક અવતાર બાકી રહેશે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. હજી એક અવતાર બાકી રહેશે. એમની પાસે બેસવાનું છે એટલે સાંધો મેળવી આપું છું. અને આ ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. આખા વર્લ્ડનું કલ્યાણ થશે ! આખા વર્લ્ડનું કલ્યાણ થશે નિમિત્તથી. કારણ કે એ જીવતા છે. ગયેલા હોય ને એ કશું જ ધોળે નહીં, ખાલી પુણ્ય બંધાય. એ બે એકતા એક જ ! પ્રશ્નકર્તા : અત્યારે આ બધા જે કીર્તન રે છે, ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો', એમાં દાદા ભગવાનની ઓળખાણ કેવી રીતે આપો છો ? દાદાશ્રી : આ દાદા ભગવાન ન હોય. આ દેખાય છે તે દાદા ભગવાન ન હોય. જે સાચા દાદા ભગવાન, જે આખા વર્લ્ડનો માલિક છે, આખા વર્લ્ડનો ભગવાન છે, તે દાદા ભગવાનની વાત કરીએ છીએ. આ દાદા ભગવાન નહીં, મહીં પ્રગટ થયો છે, ચૌદ લોકનો નાથ પ્રગટ થયો છે, હું હઉ એમ ભગવાનને નમસ્કાર કરું છું. અને ધીસ ઈઝ ધી કૅશ બેન્ક ! બોલતાંની સાથે જ તરત ફળ આપનારું છે. માંદો માણસ દવાખાનામાં બોલે તો તરત ફળ મળે. પૈસાનો પ્રશ્નકર્તા : આ બધા દાદા ભગવાનનું કીર્તન કરતા હતા ત્યારે આપ પણ કંઈ બોલીને કીર્તન કરતા હતા, તે કોનું ? ૨૧૭ વ્યવહાર દાદાશ્રી : હું હઉ બોલતો હતોને ! હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. મારે છે તે ચાર ડિગ્રી ખૂટે છે ને ભગવાનને ત્રણસો સાઠ ડિગ્રી છે. મને ત્રણસો છપ્પન ડિગ્રી છે. મારે ચાર ડિગ્રી ખૂટે છે. તેટલા હારુ મેં પહેલાં બોલવાની શરૂઆત કરી. તેથી આ બધા બોલે. એમનેય ખૂટે છે. તમારે ખૂટતી નથી ? પ્રશ્નકર્તા : એ દાદા ભગવાન આપ જેને બોલાવો છો તે અને આ સીમંધર સ્વામી એમનામાં સંબંધ શું છે આમ ? દાદાશ્રી : ઓહોહો ! એ તો એકના એક જ છે. પણ આ સીમંધર સ્વામીને બતાડવાનું કારણ કે હજુ દેહ સાથે હું છું એટલે મારે ત્યાં જવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી સીમંધર સ્વામીનાં દર્શન થાય નહીં, ત્યાં સુધી મુક્ત ના થાય, એક અવતાર બાકી રહે. મુક્તિ તો આ મુક્ત થયેલાનાં દર્શનથી મળે. જો કે મુક્ત તો હુંય થયેલો છું. પણ એ સંપૂર્ણ મુક્ત છે. એ આવું અમારી જેમ લોકોને એમ ના કહે કે આમ આવજો ને તેમ આવજો. હું તમને જ્ઞાન આપીશ. એ બધી ખટપટો ના કરે. તમને સમજ પડીને ? આ છે જીવતા જાગતા દેવ ! લક્ષ્મીના સદુપયોગનો સાચામાં સાચો રસ્તો કયો અત્યારે ? ત્યારે કહે, બહાર દાન આપવું તે ?” કૉલેજમાં પૈસા આપવા તે ? ત્યારે કહે ના, આપણા આ મહાત્માઓને ચા-પાણી, નાસ્તા કરાવો. એમને સંતોષ આપવો એ સારામાં સારો રસ્તો. આવા મહાત્મા વર્લ્ડમાં મળશે નહીં. ત્યાં સત્યુગ જ દેખાય છે અને બધા આવ્યા હોય તો તમારું કેમ ભલું થાય એ જ આખો દહાડો ભાવના. નાણું ના હોય ને તો પેલાને ત્યાં જમો કરો, રહો, એ બધું આપણું જ છે. સામસામી પરસ્પર છે. જેની પાસે સરપ્લસ છે તે વાપરો. અને વધારે હોય તો મનુષ્યમાત્રને સુખી કરો ને સારું છે અને એથી આગળ જીવમાત્રના સુખને માટે વાપરે.

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232