________________
પૈસાનો વ્યવહાર
૭૯
૭૯
પૈસાનો વ્યવહાર
જ લોક ખુશ થઈ જાય. શેઠ આવે તો આખું વાતાવરણ જ ઠંડુ થઈ જાય !
અમારે લોખંડનું કારકાનું હતું ને ત્યારે હું જ્યારે કારખાને જતો હતો ને તે સો એક માણસો ‘બાપા આવ્યા, બાપા આવ્યા” કરી મૂકે. તે બસ્સો ફૂટ છેટેથી દેખે તો ય બધાં ‘બાપા આવ્યા, બાપા આવ્યા’ કરીને ખુશ ખુશ થઈ જવાના. અને કોઈને ય મારે કોઈ દહાડો એક અક્ષરે ય બોલવાનો નહીં. હજાર રૂપિયાનું નુકસાન કરેલું દેખું તો ય અક્ષર નહીં કહેવાનો. વખતે કોઈએ કશું કામ બગાડ્યું હોય તો ય વઢવાનું નહીં. કોઈ પણ બાબતમાં બૂમ પાડવાની નહીં !
શેઠ તો કોઈ દહાડો ય કોઈને વઢે નહીં. વખતે વચ્ચે એવી એજન્સી ઊભી કરે. એ વઢનારી એજન્સી વઢે, પણ શેઠ તો વઢે જ નહીં. વચ્ચે એજન્સી તૈયાર કરે કે એ પછી વઢનારો માણસ એવો વચ્ચે રાખે કે વઢનારો વઢે પણ શેઠ આવું જાતે ના વઢે. પછી શેઠ બેઉનાં સમાધાન કરી આપે. શેઠ બેઉને બોલાવે કે, “ભઈ. તું વઢું તે પણ વાત સાચી છે ને તારી વાત પણ સાચી છે. એટલે એવો નિકાલ કરી આપે. બાકી શેઠ કંઈ વઢતા હશે ?!!!
તમારો ભત્રીજો શું જાણે કે કાકાનો સ્વભાવ જ આવો વાંકો છે. અને તમે શું જાણો કે આ ભત્રીજો તારી વાતને સમજતો નથી. આવી રીતે પછી કેસ બફાતો ચાલ્યા કરે છે ! હવે જો કદિ એ કાકાનો સ્વભાવ આવો છે એવું જો ના સમજે તો તો તમારી વાત ધ્યાનમાં લે. પણ આ તો વાતને ધ્યાનમાં લેતો નથી એનો અર્થ જ એ થયો, કે એક તમારો સ્વભાવ આવો જ છે. આ તો એવું માની લે. કારણ કે રોજ રોજ સ્વભાવ એવો દેખે, એટલે પછી ‘આમનો સ્વભાવ જ એવો છે' કરીને કેસ બફાયા છે. માટે ઉપાય કરો. વચ્ચે એજન્સીઓ રાખીએ અને પેલા ભત્રીજાને વઢે ત્યારે ભત્રીજો આપની પાસે ફરિયાદ લાવે કે, આ મારી જોડે બહુ લઢે છે. ત્યારે આપણે એને કહેવું કે, ‘ભાઈ, કામ તો બધું બતાવવું જ જોઈએ ને ! હિસાબ તો બધા આપવા પડે ને ! આવું કહીએ ત્યારે ભત્રીજો તમારી વાત માને. બાકી વઢવાનું બંધ કરી દો તો ય ધીમે ધીમે એની જોડે બધું રાગે પડી જાય.
આમ ન્યાય થાય !
આ બધી વ્યવહારની વાતો ! તમારે આમાં શું કામ લાગે ?
પ્રશ્નકર્તા : અરે આ તો અમને વિચારતા કરી મૂક્યા કે આપણે વઢીએ તે વખતે આપણે શેઠ નથી.
દાદાશ્રી : શેઠ તો કોનું નામ કહેવાય કે એક અક્ષરે ય બોલે ને તો શેઠ કહેવાય જ કેમ કરીને ? એ વઢતા હોય તો આપણે સમજી જઈએ કે આ પોતે જ આસિસ્ટન્ટ છે (!) શેઠનું તો મોઢું બગડેલું જ ના દેખાય. શેઠ એટલે શેઠ જ દેખાય. એ દાંતિયા કરે તો તો પછી બધા આગળ એની કિંમત જ શું રહે ? પછી નોકરો પણ પાછળ કહેશે કે આ શેઠ તો લપકા બહુ કર્યા કરે છે ! દાંતિયા કાઢ્યા કરે છે !! બળ્યું એવા શેઠ થવું એના કરતાં તો ગુલામ થવું સારું. હા, તમારે જરૂર હોય, ખટપટ કરવી હોય તો વચ્ચે એજન્સીઓ બધી રાખો. પણ વઢવાનાં આવાં કામ શેઠે જાતે ના કરાય ! નોકરો ય જાતે લઢે, ખેડૂતો ય જાતે લઢે, તમે ય જાતે લઢો, ત્યારે કોણ જાતે લઢે નહીં ? વેપારી જાતે લઢે, ખેડૂત જાતે લઢે તો વેપારી જેવું રહ્યું જ શું ? શેઠ તો એવું ના કરે.
૧૯૩૦ સુધી મંદી હતી. ૧૯૩૦માં મોટામાં મોટી મંદી હતી. એ મંદીમાં શેઠિયાઓએ આ મજુરો બિચારાનાં બહ લોહી ચઢેલાં તે અત્યારે આ તેજીમાં મજૂરો શેઠિયાઓનાં લોહી ચૂસે છે ! એવો આ દુનિયાનો ચૂસચૂસનો રિવાજ છે ! મંદીમાં શેઠિયાઓ ચૂસે અને તેજીમાં મજૂરો ચૂસે ! બેઉના સામસામી વારા આવવાના. એટલે આ શેઠિયાઓ બૂમ પાડે ત્યારે હું કહું છું કે તમે ૧૯૩૦માં એ મજૂરો ને છોડ્યા નથી તેથી હમણાં એ મજૂરો તમને છોડશે નહીં.
ઘરમાં ય તેજીમંદી આવે તે મંદીમાં આપણે વહુ જોડે રોફ માર માર કર્યો હોય પછી તેજી આવે ત્યારે એ આપણી પર રોફ મારે. માટે તેજી-મંદીમાં સરખાં રહીએ, સમાનપૂર્વક રહીએ તો તમારું બધું સરસ ચાલે !
મજૂરોના લોહી ચૂસવાની પદ્ધતિ જ ના રાખો. તો તમને કોઈ કશું નામ નહીં દે. અરે ભયંકર કળિયુગમાં પણ તમારું નામ દેનાર નથી !!!
આ જગત ન્યાય વગર એક ક્ષણવાર પણ નથી રહેતું. ક્ષણે-ક્ષણે ન્યાય જ થઈ રહ્યો છે ! જગત એક ક્ષણ પણ અન્યાય સહન કરી શકતું નથી, જે અન્યાય કર્યો છે, એ પણ ન્યાય જ થઈ રહ્યો છે !