________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
ના કરી લે. પછી ફરી છૂટકારાનો આવો વખત જ ના આવે ને ! અને છૂટેલો હોય તો જ છોડાવડાવે, બંધાયેલો આપણને શું છોડાવડાવે ? છૂટેલા હોય એનું મહત્ત્વ છે. આપણને એક દહાડો વિચાર આવે કે “આ પૈસા નહીં આપે તો શું થશે.' એ આપણું મન પછી નબળું પડતું જાય. એટલે આપણે આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાળી ચીંથરી બાંધીને મૂકીએ છીએ, પછી આશા રખાય ? તો આપતાં પહેલાં જ આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપવા નહીં.
લેણું આપીને છૂટ્યા ! એવું છે ને, કે આપણે કો'કના લીધા હોય – દીધા હોય, લેવા-દેવાનું તો જગતમાં કરવું જ પડે ને ! એટલે અમુક માણસને કંઈક રૂપિયા આપ્યા હોય તો તે કો'કના પાછા ના આવે તો એના માટે મનમાં કકળાટ થયા કરે કે, ‘એ ક્યારે આપશે, ક્યારે આપશે.’ તો આનો ક્યારે પાર આવે ?
અમારે ય એવું બનેલું ને ! પૈસા પાછા ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા નાખતા. પણ સાધારણ ટકોર મારીએ, એને કહી જોઈએ ખરાં. અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા. આપ્યા તે તો ચોપડે લખવાના ના હોય તે ચિઠ્ઠીમાં ય સહી કશું ના હોય ને ! તે પછી એને વર્ષ, દોઢ વર્ષ થયું હશે. મને ય કોઈ દહાડો સાંભરેલું નહીં. એક દહાડો પેલા ભાઈ ભેગા થઈ ગયા, મને યાદ આવ્યું. પછી મેં કહ્યું કે, “પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.’ ત્યારે એ કહે છે કે, “શેના પાંચશો ?” મેં કહ્યું કે, “પેલા મારી પાસેથી લઈ ગયા હતા ને, તે.” ત્યારે એ કહે કે, ‘તમે મને ક્યાં ધીરેલા ? તમને રૂપિયા તો મેં ધીરેલા એ તમે ભૂલી ગયા છો ?” ત્યારે હું તરત સમજી ગયો. પછી મેં કહ્યું કે, “હા, મને યાદ આવે છે ખરું, માટે કાલે આવીને લઈ જજો.” પછી બીજે દહાડે રૂપિયા આપી દીધા. એ માણસ અહીં ચોંટે કે તમે મારા રૂપિયા નથી આપતા તો શું કરો ? આ બનેલા દાખલાઓ છે ?
એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય ? આપણે કોઈને આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરી બાંધીને મહીં મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા ને તે દહાડો એને ચા-પાણી
પાવાં કે, “ભઈ, તમારું ઋણ માનવું પડે કે તમે રૂપિયા પાછા આવીને આપી ગયા નહીં તો આ કાળમાં રૂપિયા પાછા આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય.” એ કહે કે, ‘વ્યાજ નહિ મળે.’ તો કહીએ, ‘મૂડી લાવ્યો એ જ ઘણું છે ને !” સમજાય છે ? આવું જગત છે. લાવ્યો છે તેને પાછા આપવાનું દુ:ખ છે, ધીરે છે તેને પાછા લેવાનું દુ:ખ છે. હવે, આમાં કોણ સુખી ? અને છે ‘વ્યવસ્થિત' ! નથી આપતો તે ય ‘વ્યવસ્થિત' છે, અને ડબલ આપ્યા તે ય ‘વ્યવસ્થિત’ છે.
પ્રશ્નકર્તા : આપે બીજા પાંચસો કેમ પાછા આપ્યા ?
દાદાશ્રી : ફરી કોઈ અવતારમાં એ ભઈ જોડે આપણને પ્રસંગ ના પડે, એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા. એ કહેશે કે, “મારાથી અપાય એવા નથી, તો માંડવાળ કરજો.' તો એને પહોંચી વળાય ને ફરી આવતા અવતારમાં ય ભેગો થાય તો વાંધો નથી ! પણ આવા માણસ તો કોઈ અવતારમાં ય દર્શન ના થવાં જોઈએ. અમારી વાતને તો અડે જ નહીં તો સારું. અમારી નાતમાં ક્યાં સુધી અડે કે એ કહે કે, મારી પાસે સગવડ નથી તો તમે માંડવાળ કરો,’ ત્યાં સુધી અમારી જાતને અડે, પણ જે આવું બોલે તે તો અમારી નાતને અડે ય નહીં. કમા જ ના ચાલે ને ! અમારી નાત જોડે લેવાદેવા જ નહીં ને !! ફરી ભેગો જ ના થાય તો સારું, ફરી એનાં દર્શન જ ના થશો. પેલો જાણે કે, “ફાવ્યો’ અમે કહીએ કે, ‘તું ફાવ્યો છું અને અમારી ઇચ્છા હતી, મારો મોટો હિસાબ પતી ગયો ને ! તું ફાવ !” આ ક્વૉલિટીને તો કેવી રીતે પહોંચી વળાય ? હવે આને તો ન્યાય કહેવો કે અન્યાય ?! કોઈ કહેશે કે, તમે ન્યાય કરાવીને પાછા રૂપિયા લો.’ મેં કહ્યું કે, “ના, આ તો હવે ઓળખાણ પડ્યું કે આવી ક્વૉલિટી હોય છે. માટે આ જ્ઞાતિથી તો છેટા, બહુ છેટા જ રહો અને આમની જોડે તો ખરા ખોટાનો ન્યાય કરતાં તો તલવારો ઊડે એટલું થાય.”
માંડવાળ કર્યા, છૂટવા માટે ! લોકોએ જાણ્યું કે મારી પાસે પૈસા આવ્યા છે, એટલે મારી પાસે લોકો પૈસા માગવા આવ્યા. તે પછી '૪૨ થી ૪૪ સુધી મેં બધાને આપ આપ જ કર્યું. પછી ૪૫ માં મેં નક્કી કર્યું કે હવે આપણે તો આ મોક્ષ તરફ જવું છે. આ લોકોની