________________
પૈસાનો
વ્યવહાર
૧૦૪
૧૦૪
પૈસાનો
વ્યવહાર
વહોરે છે, એટલે હું એને સમજણ પાડું કે ‘ભાઈ, તું અનીતિ કર, પણ નિયમથી કર.’ હવે નિયમથી અનીતિ કરે એ નીતિવાન કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે નીતિવાનના મનમાં રોગ પેસે કે, ‘હું કંઈક છું, જ્યારે આના મનમાં રોગ પણ ના પેસે ને ?
આવું કોઈ શીખવાડે જ નહીં ને ? નિયમથી અનીતિ કરે એ તો બહુ મોટામાં મોટું કાર્ય છે.
પછી જોખમદારી “અમારી' ! અનીતિ પણ નિયમથી છે તો એને મોક્ષ થશે, પણ જે અનીતિ નથી કરતો. જે લાંચ નથી લેતો તેનો મોક્ષ શી રીતે થાય ? કારણ કે જે લાંચ લેતો નથી તેને ‘હું લાંચ લેતો નથી’ એ, કેફ ચઢી ગયેલો હોય. ભગવાન પણ એને કાઢી મેલે કે “દંડ જા, તારું મોઢું ખરાબ દેખાય.” એથી અમે લાંચ લેવાનું કહીએ છીએ એવું નથી. પણ જો તારે અનીતિ જ કરવી હોય તો તું નિયમથી કરજે. નિયમ કર કે ભઈ, મારે લાંચના પાંચસો જ રૂપિયા લેવા. પાંચસો રૂપિયાથી વધારે કંઈ પણ આપે, અરે, પાંચ હજાર આપે તો ય બધા કાઢવાના. આપણને ઘરખર્ચમાં ખૂટતા હોય એટલા પાંચસો રૂપિયા જ લાંચલા લેવા. બાકી, આવી જોખમદારી તો અમે જ લઈએ છીએ. કારણ કે આવા કાળમાં લોકો લાંચ ના લે, તો શું કરે બિચારો ? તેલ ઘીના ભાવ કેટલા ઊંચા ચઢી ગયા છે, સાકરના ભાવ કેટલા ઊંચા છે ? ત્યારે છોકરાની ફીના પૈસા આપ્યા વગર રહેવાય ? જુઓને. તેલના ભાવ કંઈ સત્તર રૂપિયા કહે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ત્યારે કાળા બજાર વેપારીઓ કરે છે તેનું ચાલે અને નોકરોનું કોઈ ઉપરાણું લેનારો જ ના રહ્યો ?! એટલે અમે કહીએ છીએ કે લાંચ પણ નિયમસર લેજે. તો એ નિયમ તને મોક્ષે લઈ જાય. લાંચ નથી નડતી, અનિયમ નડે છે.
ત્યાં તીતિ-અનીતિ નથી ! પ્રશ્નકર્તા : અનીતિ કરે એ તો ખોટું જ કહેવાય ને ?
દાદાશ્રી : આમ એ તો ખોટું જ કહે છે ને ! પણ ભગવાનને ઘેર તો જુદી જ જાતની વ્યાખ્યા છે. ભગવાનને ત્યાં તો અનીતિ કે નીતિ ઉપર ઝગડો જ નથી. ત્યાં આગળ તો અહંકારનો વાંધો આવે છે. નીતિ પાળનારાઓને અહંકાર બહુ હોય. એને તો વગર દારૂએ કેફ ચઢેલો હોય.
પ્રશ્નકર્તા : પણ હમેશાં ય એવું ના બને ને ?
દાદાશ્રી : ના, કારણ કે એ સિવાય નીતિ પાળી શકે જ નહીં ને ! કેફમાં જ નીતિ પાળે, અને એનો કેફ નિરંતર વધતો જ જાય ! છતાં એ કેફમાં રહીને પણ નીતિ પાળે છે એટલે પર્ય સારી બંધાય ને સારી ગતિ થાય. એને સારા માણસો સંતો મળી આવે. જ્ઞાનીઓ પણ આગળ ઉપર મળી આવે. એટલે એ ખોટું નથી. એ ખોટું છે એવું મારે કહેવું પણ નથી. પણ ભગવાનને ત્યાં તો અહંકાર નડે છે.
- હવે પેલાં, જે નિયમથી અનીતિ પાળે છે તેને અહંકાર ના હોય. અને પાંચ હજાર આવે છતાં એ લેતો નથી, ત્યારે એ પ્રામાણિકતા કહેવાય ? ના, જ્યારે જે નિયમથી લાંચ લે છે, એ તો કંઈ જેવી તેવી પ્રામાણિકતા ના કહેવાય !! કારણ કે આ જ ત્રણ કોળિયા ખાવાના, ચોથો કોળિયો નહીં ખાવાનો. તો એવું માણસથી કંટ્રોલ રહી શકે જ નહીં, ખાધા પછી અટકી શકે જ નહીં, એની મેળે પૂરું થાય ત્યારે અટકે ! આ વાત સમજણ પડે છે ને ?!
ત્યાં તિઅહંકારીની કિંમત ! એટલે નિયમસર અનીતિ કરે તેનો મોક્ષ પેલા નીતિવાળા કરતાં પહેલો થાય. કારણ કે નીતિવાળાને નીતિ કર્યાનો કેફ હોય કે, “મેં નીતિ આખી જિંદગી પાળી છે અને એ તો ભગવાનને પણ ગાંઠે નહીં. એવો હોય, જ્યારે અનીતિ કરી એટલે આને બિચારાને તો કેફ ઊતરી ગયેલો હોય ને ! એને કેફ જ ના ચઢે. કારણ કે એણે તો અનીતિ કરીને તે જ એને મહીં ડંખ્યા કરે. અને જે પાંચસો રૂપિયા લીધા એનો પણ એને કેફ ના ચઢે. કેફ તો નીતિવાળાને ખરેખરો ચઢે અને એને તો આમ જરા છંછેડીએ ને તો તરત ખબર પડે, ફેણ માંડીને ઊભો રહે, કારણ કે એને મનમાં એમ કે, “અમે કંઈક કર્યું છે, આખી જિંદગી મેં નીતિ પાળી છે !”