Book Title: Paisa No Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 213
________________ સેટીંગ બાકી છે. પૈસાનો વ્યવહાર ૨૦૯ ૨૦૯ પૈસાનો વ્યવહાર કરીને લઈ લેવું છે, એને ત્યાં લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે, છેતરાય, નોબિલીટી વાપરે, ત્યાં આવે. આમ જતી રહેલી લાગે ખરી, પણ આવીને પાછી ત્યાં ઊભી રહે. જો જો, દાત રહી ન જાય ! હમેશાં જે આટલો સેવાભાવી હોયને, તેનું મન તો પાવરફૂલ હોય. એ ભાઈ શું કહેતા, “મારે એમનાં દર્શન કરવા ત્યાં જવું છે ?” એ એમનો કેટલો બધો સારો ભાવ ! તે ઠેઠ મુંબઈથી અમદાવાદ દર્શન કરી જતા'તા ! તારું છો કે તને આનંદ થાય. અને તે લઈ લીધું એટલે દુ:ખ. આ જગતમાં લેવાનું શીખ્યા, આપવાનું નથી શીખ્યા. તેનાં આ દુઃખો વધ્યાં. આપવાથી સુખ ઉત્પન્ન થાય એટલે એકલું જમાડ્યા ઉપર નહીં, પણ કંઈ પણ આપવાથી, અરે રૂપિયા હોય ને આવો પધારો એમ કહીએ તોય આનંદ થાય. એ વ્યવહાર સારો ગણાય ! પ્રશ્નકર્તા : હીરાબાની બાબતમાં તમે આ પાછળ વાપર્યું એ વ્યવહારમાં કેવું કહેવાય ? દાદાશ્રી : આ સંસાર વ્યવહારમાં સારું કહેવાય એ. પ્રશ્નકર્તા : આપણે રહેવાનું સંસાર વ્યવહારમાં જ. દાદાશ્રી : આ સંસારના વ્યવહારમાં ખરું, પણ એમાં સારું દેખાય આ. અને એ તો સારું દેખાય એટલા માટે હું ના કરું. એ તો હીરાબાની ઇચ્છા હતી. એટલે મેં કર્યું આ મને સારું-ખોટાની પડેલી ના હોય તે છતાં ખોટું ના દેખાય - એવું રહેતા હોઈએ. પ્રશ્નકર્તા : એ તો તમારા માટે વાત થઈ પણ અમારે માટે શું ? દાદાશ્રી : તમારે થોડું વર્તવું પડે, સાધારણ બહુ ખેંચવાની જરૂર નહીં, સાધારણ વર્તવું પડે. લક્ષ્મી ત્યાં જ પાછી આવે ! દાદાશ્રી : તમારું ઘર પહેલાં શ્રીમંત હતુંને ? પ્રશ્નકર્તા : એવાં બધાં પૂર્વકર્મના પુણ્ય ! દાદાશ્રી : કેટલું બધું લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે. નહીં તો લક્ષ્મી આવે નહીંને ! જેને લઈ લેવાય એવી ઈચ્છા છે. એની પાસે લક્ષ્મી આવે નહીં. આવે તો જતી રહે, ઊભી ના રહે જેમ તેમ સેવાભાવી એટલે લોકોની પાસેથી લઈ આવે તે બીજાને ત્યાં આપી આવે. જુઓને કહેતા’તાને એક માણસ દર મહિને સાડા સોળ હજાર રૂપિયા આપે છે, આવા પણ હોયને પણ ! એ તો આવે ત્યારે જ અપાયને ! અને કાંઈ ના હોય ત્યારે મનમાં શું વિચારે, જાણો છો ? જ્યારે મારે આવે ત્યારે આપી દેવા છે. અને આવે ત્યારે પડીકું બાજુએ મેલી દે ! મનુષ્ય મનનો સ્વભાવ થાય છે હમણાં. હમણાં દોઢ લાખ છે, બે લાખ પૂરા થાય પછી આપીશું. એ એમ ને એમ પેલું રહી જાય પછી ! એવા કામમાં તો આંખો મીંચીને આપી દીધેલું તે સોનું. રિવાજ, ભગવાત માટે જ ધર્માદા ! આ મારવાડી લોકોને ત્યાં જાઉં છું, તે પૂછું, ધંધો કેમનો ચાલે છે ? ત્યારે કહે, “ધંધો તો સારો ચાલે છે.’ નફો-બફો ? ત્યારે કહે, ‘બે-ચાર લાખનો ખરો !' ભગવાનને ત્યાં આપવા-કરવાનું ? “વીસ-પચ્ચીસ ટકા નાખી આવવાના ત્યાં, દર સાલ.’ એમને શું કહેવાનું? ખેતરમાં વાવીએ તો દાણા નીકળેને બળ્યા ! વાવ્યા વગર દાણા શેના લેવા જઉં ? વાવીએ જ નહીં તો ? આ મારવાડી લોકોને ત્યાં આ જ રિવાજ કે ભગવાનના કામમાં નાખવા. જ્ઞાનદાન ભગવાનમાં, બીજીત્રીજી જગ્યાએ દાનમાં આપવા અને પેલા દાનમાં નહીં, એ હાઈસ્કુલને, ફલાણાને, એમાં નહીં, આ એકલું જ ખાલી. ગજા પ્રમાણે ટેકો દેવો !

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232