________________
સેટીંગ બાકી છે.
૨ ૧૩
પૈસાનો
વ્યવહાર
પૈસાનો વ્યવહાર
૨ ૧૩ બધી વહેલી ઊઠે છે ને રાત સુધી જાગે છે ! અને પછી આટલુંક ભેગું કરે છે. પછી એક ચટકો મારે આનો, ને પછી મૂકી દેવાનું, પેલા સ્ટોરમાં. તે આટલું ભેળું કરે છે, પછી ઉંદરડો પસીને ખઈ જાય છે ! શું ? ત્યારે ભેગું કર્યાનો આ જ ફાયદોને ? શું ફાયદો ? ઉંદરડા પેસીને ખઈ જાયને ! ઉંદરડા તો ખોળતા જ હોય કે ક્યાં આગળ કોઈએ ભેગું કર્યું છે !
ભાવતાથી છે પુષ્ટિ ! પ્રશ્નકર્તા : કોઈપણ વસ્તુ પૂરણની ગલન થઈ જવાની નક્કી જ છે, નિર્વિવાદ વાત છે.
દાદાશ્રી : પૂરણનું ગલન થઈ જવાનું નક્કી જ છે. તો ગલન ક્યાં થવા દેવું એ આપણે સમજવાનું છે. પૂરણ થઈ એના ટાઈમે ગલન થઈ જવાનું. પૂરણ થવું એટલે સંયોગ કહેવાય. અને સંયોગ વિયોગી સ્વભાવનો જ હોય. તમે અટકાવો તોય વિયોગ થયા વગર રહે જ નહીં. માટે કંઈ ભાવનાની તેને પુષ્ટિ આપવી જોઈએ. ભાવના દેવી જોઈએ. પૂંઠ દેવી જોઈએ.
આ સંયોગ બધા વિયોગી સ્વભાવવાળા ન હોય ? એનો સ્વભાવ જ વિયોગી છે. આપણે વિયોગ કરાવવો ના પડે.
એવું શીખવાનું અત્યારથી, નાની ઉંમરમાંથી ભેગું કરવાનું સંસારીઓ બધાંને ગમે. તે બંધન છે. ભેળું કરવાની ભાવના એ બંધનનો માર્ગ છે. અને ભેલાડવાની ભાવના એ મોક્ષનો માર્ગ છે !
પ્રશ્નકર્તા : એવો કોઈ રસ્તો છે કે સાથે લઈ જવાય એવો ? દાદાશ્રી : તમારે કેટલા દીકરા છે ? પ્રશ્નકર્તા : ત્રણ. બે દીકરા ને એક દીકરી.
દાદાશ્રી : માથાકૂટ કોણે કરી ? ભાઈએ કરી. ભોગવશે કોણ ? આ બધાં. એ લોકો સાથે લઈને આવ્યાં હોય !
પ્રશ્નકર્તા : હું મૂકી જઈશ તો છોકરાં વાપરશે.
દાદાશ્રી : છોકરાંઓય સોંપીને જશે કે આ સોંપ્યું. કારણ કે એમનેય ક્યાં જોડે લઈ જવાય છે ?
પ્રશ્નકર્તા : પણ એવો કોઈ રસ્તો છે સાથે લઈ જવાય એવો ?
દાદાશ્રી : આ છોકરાંઓ લઈને આવ્યા'તા ? આ છોકરાંઓ ક્યાંથી લઈને આવ્યાં'તા ? એમણે મહેનત કરી ? માથાકૂટ કરી એમણે ? અને તૈયાર થઈને આવ્યું ? જોડે લાવેલાં જ ને !
પ્રશ્નકર્તા : આ ભાઈ અહીંથી જોડે જોડે લઈ જઈ શકશે ખરા ?
દાદાશ્રી : હવે શું લઈ જાય ? જોડે હતું તે અહીં વાપરી ખાધું. હવે આ કંઈક મોક્ષનું મારી પાસેથી આવીને મળે તો દહાડો વળે ! હજુ જિંદગી છે, હજુ લાઈફ ટર્ન કરે, જાગ્યા ત્યાંથી સવાર !
ત્યાં લઈ જવામાં કઈ વસ્તુ આવે છે ?
જ્ઞાતીને પૂછી પૂછીતે... પ્રશ્નકર્તા : આ પાંચ વર્ષથી ધાર્મિક પ્રવૃત્તિની શરૂઆત કરી છે. એના હિસાબે જ આ દાદા ભેગા થયા.
દાદાશ્રી : હા, પણ એટલું ધ્યાન રાખવાનું કે જેટલું આપણી જોડે આવે એટલું જ આપણું.
અહીં જે તમે વાપર્યું તે બધું ગટરમાં ગયું. તમારા મોજશોખ માટે, તમારા રહેવા માટે જે બધું કરો, એ બધું ગટરમાં ગયું. ફક્ત પારકા માટે જે કંઈ કર્યું, એટલું જ તમારો ઓવરડ્રાફટ છે.
પ્રશ્નકર્તા : એટલું ક્રેડિટ મળે. દાદાશ્રી : એટલો ઓવરડ્રાફટ છે સમજ પડીને ? એટલે પારકા માટે કરજો.