________________
પૈસાનો વ્યવહાર
૫૪
પૈસાનો વ્યવહાર
એ ચાલે નહીં. ગમે તે રસ્તે પૈસા લાવે એ ચાલે ? કંઈ નીતિમય તો હોવું જોઈએ ને ? નીતિમય પૈસા લાવ્યા તો એનો વાંધો નથી. પણ અનીતિમય પૈસા લાવ્યા એટલે પોતાના જ પગ પર કુહાડો માર્યો અને નનામી કાઢે તે ઘડીએ પૈસા અહીં પડી રહેવાના. એ કુદરતની જપ્તીમાં જાય અને પોતે ત્યાં આગળ જે ગુંચો પાડેલી તેનું પાછું ભોગવવું પડે.
પ્રામાણિકતાથી ધોવાય દુર્ગુણો ! જૂઠું બોલ્યો તેનો વાંધો નથી, પણ ઓબ્લાઈઝિંગ (પરોપકારી સ્વભાવ) જોઈએ. જૂઠું તો શાથી બોલવું પડ્યું કે વૈદે કહ્યું હોય કે મરચું ન ખાશો. પણ મરચું ખાધા વગર તો ચાલતું જ ના હોય તો જૂઠું બોલવું પડે ને ? તો જૂઠું બોલવું એ ગુનો નથી. પ્રામાણિકતા તોડવી એ ગુનો છે. જૂઠું તો સંજોગવશાત્ બોલવું પડે. મરચાની મને ટેવ પડેલી હોય ને પેલો કહે કે મરચું નથી ખાવાનું, ત્યારે મારે શું કહેવું પડે ? ‘હું મરચું ખાતો જ નથી !” એટલે જૂઠું સંજોગવશાત્ બોલવું પડે.
આ સાયકલ પરથી એક જણ ઊતરી પડ્યો ને પોલીસવાળાએ જોઈ લીધા પછી તમને કહેશે કે કેમ બે જણ બેઠા હતા ? ત્યારે કહીએ કે, “ના સાહેબ, હું તો એલો જ હતો.’ એ તો બોલવું જ પડે ને ! નહીં તો પકડાઈ જાય. એટલે જૂઠું બોલે તેનો વાંધો નથી, પણ પ્રામાણિકતા તોડી તેનો વાંધો છે. પ્રામાણિકતા, નૈતિકતા, ઓબ્લાઇઝિંગ નેચર હોય તેને બધા દુર્ગુણો ધોવાઈ જાય.
તીતિતી ભજતા જરૂરી ! ભગવાનને ના ભજે ને નીતિ રાખે તો ય બહુ થઈ ગયું. ભગવાનને ભજતો હોય ને નીતિ ના રાખતો હોય તો તેનો અર્થ નથી. એ મીનિંગલેસ છે. છતાં આપણે પાછું એવું ના કહેવું. નહીં તો એ પાછો ભગવાનને છોડી દેશે અને અનીતિ વધારે કર્યા કરશે. એટલે નીતિ જેવું રાખવું. એનું ફળ સારું આવે.
ત્યાં સુખ સાંપડે સંસારમાં ય ! સંસારી આનંદ જે થાય છે એ તો મૂર્છા છે, લગ્નમાં ગયો હોય તે દહાડે ચિંતા બધી જતી રહે, વાજાં વાગ્યાં, વરઘોડો આવ્યો કે બધું દુઃખ ભૂલી જાય ને
મૂર્ધામાં ને મૂછમાં ફર્યા કરે. પણ ઘર આવે ત્યારે એનું એ જ હોય પાછું, બાકી જગતમાં સુખ હોય નહીં કોઈ જગ્યાએ.
છતાં જગતમાં સુખ એક જગ્યાએ છે. જ્યાં સંપૂર્ણ નીતિ હોય, દરેક વ્યવહારમાં સંપૂર્ણ નીતિ હોય ત્યાં આગળ સુખ છે, અને બીજું જે સમાજસેવક હોય, અને તે પોતાને માટે નહીં, પણ પારકાને માટે જીવન જીવતો હોય તો એને બહુ જ સુખ હોય, પણ એ સુખ ભૌતિક સુખ છે, એ મૂર્છાનું સુખ ના કહેવાય.
એને પરવાતો પ્રભુનો ! પ્રશ્નકર્તા : આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલીઓ આવે છે, એ કેમ એમ ?
દાદાશ્રી : પ્રામાણિકપણે કામ કર્યું તો એક જ મુશ્કેલી આવે. પણ અપ્રામાણિકપણે કામ કરશો તો બે પ્રકારની મુશ્કેલીઓ આવશે. પ્રામાણિકતાની મુશ્કેલીઓમાંથી છૂટી જવાશે, પણ અપ્રામાણિકતામાંથી છૂટવું ભારે છે. પ્રામાણિકતા એ ભગવાનનું મોટું ‘લાયસન્સ’ (પરવાનો) છે. એનું કોઈ નામ ના દે. તમને એ ‘લાયસન્સ’ ફાડી નાખવાનો વિચાર થાય છે ?
વેપારમાં ત્રણ ચાવીઓ ! આ વાક્યો તમારી દુકાને લગાડશો : (૧) પ્રાપ્તને ભોગવો - અપ્રાપ્તની ચિંતા ના કરશો. (૨) ભોગવે તેની ભૂલ. (૩) ડિસ ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ફૂલિશનેસ !
ઓનેસ્ટી ઈઝ ધ બેસ્ટ પોલિસી, એ ક્યારે ય અસત્ય થતું નથી. પણ શ્રદ્ધા ડગી ગઈ છે, અને કાળ પણ એવો છે. રાત્રે કોની સત્તા હોય ? ચોરોનું જ સામ્રાજય હોય ત્યારે જો આપણી દુકાન ખોલીને બેસીએ તો તો બધું ઉઠાવી જાય.