________________
પૈસાનો વ્યવહાર
૬૧
પૈસાનો વ્યવહાર
વીતરાગ રહેવું બહુ મુશ્કેલ છે. એ તો જ્ઞાનકળા ને બુદ્ધિકળા અમારી જબરજસ્ત હોય તેથી રહેવાય.
ઘરાકતી સાથે..... પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી બંધ કરું છું, તે બરોબર છે ને ?
દાદાશ્રી : તમે ઘરાકને આકર્ષવાવાળા કોણ ? તમારે તો દુકાન લોકો જ્યારે ખોલતા હોય તે ટાઈમે ખોલવી. લોકો સાત વાગે ખોલતા હોય ને આપણે સાડાનવ વાગે ખોલીએ તો ખોટું કહેવાય. લોક જ્યારે બંધ કરે ત્યારે આપણે ય બંધ કરી ઘેર જવું. વ્યવહાર શું કહે છે કે લોકો શું કરે છે તે જુઓ. લોક સુઈ જાય ત્યારે તમે ય સુઈ જાઓ. રાત્રે બે વાગ્યા સુધી મહીં ઘમસાણ મચાવ્યા કરો એ કોના જેવી વાત ! જમ્યા પછી વિચાર કરો છો કે કેવી રીતે પચશે ? એનું ફળ સવારે મળી જ જાય છે ને ? એવું ધંધામાં બધું છે.
જ જાય છે એટલે તો કરવું પડે ને, શું કરે ?
અલ્યા, દુકાન ખોટમાં જાય છે, તું કંઈ ખોટમાં જઉં છું તે ? એ ખોટમાં તો દુકાન જાય છે. દુકાનનો સ્વભાવ જ એવો છે કે ખોટમાં ય લઈ જાય અને પછી નફામાં ય લાવે. એટલે એ ખોટ ને નફો દેખાડ્યા કરે ! વારેઘડીએ બ્લેક એન્ડ વ્હાઈટ, બ્લેક એન્ડ વ્હાઈટ. વ્હાઈટ ગયું ને બ્લેક આવે. બ્લેક ગયું ને વ્હાઈટ આવે. એનો સ્વભાવ એ છે, એમાં તું શું કામ માથે લઈ લે છે. અને તમારું શું ઠેકાણું ? કાલે સવારે નીકળ્યા તો ઘડીમાં ફ્રેક્ટર થઈ જશે, શું ઠેકાણું છે ? એવા જગતમાં તમે દુકાનની શું કામ પહેલી કાણ કરો છો ? તમારી કાણ પહેલી કરો ને ! જો કાણ કરવી હોય તો તમારી પહેલી કરો. દુકાનની શું કામ કરો છો ?
દુકાન તો બિચારી પાઘડી હઉ આપશે અને તમારી તો કોઈ બાપો ય પાઘડી બંધાવનારો નથી.
ધંધાતા કાતમાં ક ! અમે ધંધો કરતાં પહેલાં શું કરીએ ? સ્ટીમર ચાલવા મૂકી હોય, ત્યાં પૂજાઓ બધી ભણાવી દઈએ, મહારાજની પાસે, સત્યનારાયણની કથા, બીજી પૂજાઓ બધું કરીએ. વખતે સ્ટીમરની યે પૂજા કરીએ, પછી અમે સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ કે, ‘તારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી ! અમારી ઇચ્છા નથી !! અમારી ઇચ્છા નથી !!” એવું ના કહીએ એટલે પછી નિઃસ્પૃહ થઈ ગયા કહેવાય, તો પછી તો ડૂબી જાય. અમારી ઇચ્છા નથી કહ્યું એટલે એની પાછળ બળ કામ કરે છે. અને જો ડૂબી તો આપણે જાણીએ જ ને કે કહ્યું જ હતું ને કાનમાં ! આપણે ક્યાં ન હતું કહ્યું ? એટલે એડજસ્ટમેન્ટ ગોઠવીએ તો પાર આવે એવો છે આ જગતમાં.
મનનો સ્વભાવ એવો કે એનું ધાર્યું ના થાય, એટલે નિરાશ થઈ જાય. એટલે માટે આ બધા રસ્તા કરવાના. પછી છ મહિને ડૂબે કે બે વર્ષે ડૂબે ત્યારે અમે ‘એડજસ્ટમેન્ટ’ લઈ લઈએ છીએ કે છ મહિના તો ચાલ્યું. વેપાર એટલે આ પાર કે પેલે પાર. આશાના મહેલ નિરાશા લાવ્યા વગર રહે નહીં. સંસારમાં
પ્રશ્નકર્તા : દાદા, હમણાં દુકાનમાં ઘરાકી બિલકુલ નથી તો શું કરું ?
દાદાશ્રી : આ ‘ઈલેક્ટ્રિસિટી' જાય એટલે તમે ‘ઈલેક્ટ્રિસિટી' ક્યારે આવે, ક્યારે આવે એમ કરો તો જલ્દી આવે ? ત્યાં તમે શું કરો છો ?
પ્રશ્નકર્તા : એક-બે વાર ફોન કરીએ કે જાતે કહેવા જઈએ. દાદાશ્રી : સો વાર ફોન ના કરો ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ લાઈટ ગઈ ત્યારે આપણે તો નિરાંતે ગાતા હતા ને પછી એની મેળે આવી ને ?
પ્રશ્નકર્તા : એટલે આપણે નિઃસ્પૃહ થવું ? દાદાશ્રી : નિઃસ્પૃહ થવું તે ય ગુનો છે ને સસ્પૃહ થવું તે ય ગુનો છે. લાઈટ