________________
પૈસાનો વ્યવહાર
પૈસાનો વ્યવહાર
કાળા બજારની ફસામણ ! એટલે અમે માર બહુ ખાધેલા. કાળાબજાર કરેલા. ને બધું કર્યું અને માર ઉપાધિઓ હતી.
પ્રશ્નકર્તા : ત્યારે કાળા બજાર હતા નહીં.
દાદાશ્રી : અરે, હતા. '૪૨ની સાલમાં મારું લોખંડનું કારખાનું હતું. એ તો એગ્રિકલ્ચર ઈન્સ્ટમેન્ટ બધાં આપવાનાં. બીટકો એન્જિનિયરિંગ કંપની. તે સરકાર લોખંડ આપે. અગિયાર રૂપિયા હંડ્રવેટથી. અને બત્રીસ રૂપિયાનો ભાવ બજારમાં ચાલે. અહીં અમારા ભાગીદાર કંટ્રાક્ટના ધંધામાં સરકારને અમુક.... આના ફૂટે આપે. અને બહાર રૂપિયો ભાવ ચાલે. એટલે આ પાઈપો વેચ વેચ કરે. ધંધાના અંગે આવેલી ને અને લોખંડ વેચ વેચ કરીએ. કાળો બજાર નહીં કરવાની ઇચ્છા હં. દાનત ચોર નહી 'જરાય આવી. પણ કંઈક બુદ્ધિએ માર ખવડાવી દીધો. શી રીતે માર ખવડાવ્યો ? પેલું લોખંડ તો ભેગું થવા માંડ્યું અને પૈસા આપણી પાસે, રકમ ત્યાં વ્યાજે લાવવા માંડી. ત્યારે એક દલાલ આવ્યો તે કહે ‘સાહેબ, આટલો બધો માલ છે, અમને આપતા હોય તો શું ખોટું ?” મેં કહ્યું, ‘ભઈ, કાળો બજાર અમારાથી ના થાય.” ત્યારે તેણે કહ્યું, ‘કાળા બજાર તમે ના કરતા. મારા જેવાનું પેટીયું રળી આપવાનું કરી આપો.’ આ એ હું ભૂલ્લ ખઈ ગયો ત્યાં આગળ. એટલે કાળા બજારનો ભાવ ભલે ૩૨ રૂપિયા છે, એ તમે ના લેશો. પણ મારે તો આ પેટીયું નીકળે એવું તો કરી આપો.' ત્યારે મેં કહ્યું, ‘પણ તે તેને વેચવું પડે ને ?” ‘હા, ઓછું લઈને આપો એટલે પેલા પાસે પેટીયું નીકળે. એટલે પછી એમને ૨૫ રૂપિયે આપ્યું. પણ એણે ૩૨ ને બદલે ૩૫ લીધા. એટલે પછી અમને ખબર પડી કે આ તો ઊલટું ડબલ ચોર લોકોની પાસે વધારે લૂંટાવડાવ્યું, એનાં કરતાં આપણે સીધું આપો. હવે કહ્યું એમ કરતું કરતું સ્લીપ થતું થઈ ગયું. અને સ્લીપ થઈ ગયા પછી જોઈ લો પરિણામ એનાં ! સારા માબાપનું છોકરું ચોરી કરી લાવે તો કેટલા દહાડા ઊંઘ આવે એને ?! ખેંચ્યા કરે ને ? રોમે રોમે કેડવા માંડ્યું એટલે મેં મારા ભાગીદારને કહ્યું, ‘આ તમારી પાસે ને મારી પાસે, આ મૂડી જતી રહે, વહેલામાં વહેલી તકે તો સારું. ને આવો પૈસો ફરી ભેગો ના કરીએ. પણ તે લક્ષ્મી જતી
રહી, ચાલવા માંડી. પુણ્યશાળી લોકો ! પાંચ-સાત વર્ષમાં જતા રહ્યા.
એ તો એવું બનેલું કે એલેપ્પીમાં અમારી પેઢી હતી. અમારી ને અમારા ભાગીદારની ત્યાં પેઢી હતી ! સુંઠને મરીનો મોટો બિઝનેસ. કાળાબજારનું ધન ભેગું થયું ને, તે ત્યાં ઓફિસમાં નાખ્યું પછી. પણ ત્યાં આ નાણું ગયું. તે આપણે ફાવ્યા. નિરાંત થઈ ગી. તે પછી અમારા ભાગીદારનો કાગળ આવ્યો કે ભલે ગયું હશે, પણ હવે ફરી પાછું રાગે પડે એવું મને લાગે છે. માટે હવે છેલ્લા, વધારે નહીં, પણ ચૌદ હજાર તો મને મોકલો. એટલે મેં ૧૯૪૫-૪૬માં ચૌદ એમને મોકલ્યા અને કાગળમાં જોડે લખ્યું કે આ ચૌદ હજાર જાય તો ચિંતા કર્યા વગર પાછા આવજો. વખતે આ જાય, ધાર્યા પ્રમાણે ના પડે, અને જાય તો એની ઉપાધિમાં પડશો નહીં. પણ આપણે વહેલી તકે પાછા આવો. આપણે છીએ તો વહેલી તકે કમાઈશું. નહીં તો આપણી પર એટેક થાય તો શી દશા થાય ? અને એટલે તો ૪૬ની સાલથી જ ચાલુ થઈ ગયેલા. આ એટેક વધ્યા ક્યારથી ? ૧૯૩૯માં આ હિટલરે વલોણું વલોણું વર્લ્ડનું ટારતી એટેકની શરૂઆત થઈ ગઈ. એટલે પછી મને મારા ભાગીદારનો કાગળ આવ્યો, કે હું ધારતો હતો પણ મારું ધારેલું અવળું પડ્યું. અને ચૌદ હજાર ગયા. એટલે આ પૈસા મારે ખાતે, સ્વતંત્ર માટે ખાતે ઉધારજો કે તમે ના કહ્યું છતાં મેં કર્યું, એટલે મેં કહ્યું, ‘હવે બીજા કોઈ ભાગીદારને આવું કહેશો નહીં. મને કહો તો મારે એવું કશું કરવાનું નથી. મારે તો તમે બીજા લાખ ખોઈને આવો તો ય તમારા ભાગીદારમાંથી મટીશ નહીં. તમે જે કરીને આવો તેમાં હું ભાગીદાર અને નફો આવતાં હું લેત પાછો, નહીં ? ના લેત ? ના કહ્યા પછી એ નફો આવ્યો હોત તો ના લેત હું ?
પ્રશ્નકર્તા : હા, લેત.
દાદાશ્રી : તે પછી તે ન્યાય તરત ના સમજણ પડે આપણને ? મેં કહ્યું ‘તમે જે કરીને આવો છો, તેનો અમને વાંધો જ નથી.” તે પછી એમના મનમાં બહુ દુ:ખ થયું. મેં કહ્યું, ‘ચૌદ હજારમાં શું બગડવાનું હતું તે ? આપણે તો જીવતા છીએ ! આપણે જીવતા છીએ તો ફરી દુનિયા ઊભી કરી નાખીશું. ગયા પછી નવી દુનિયા થાય એવી. આપણે જીવતા છીએ, એટલું કહ્યું એટલે રાગે આવી