________________
પૈસાનો
વ્યવહાર
૫૬
૫૬
પૈસાનો
વ્યવહાર
ઔર જ્યાદા હોય તો ‘ખા પી ખીલાઈ દે, કર લે અપના કામ, ચલતી વખતે હે નરો, સંગ ન ચલે બદામ.”
શું કહે ? કબીરો ખોટું કહે છે ?!
અહીંથી બે ફૂટના બ્રીજ ઉપર જવાનું હોય, તો પોલીસવાળો રાખવો પડે ? તમે તો કહોને ? અરે ! ઊભો ય ના થાય. બેઠો બેઠો આમ ઝાલીને, આગળ ખસે ! અલ્યા ક્યારે પહોંચીશ ? ત્યારે કહે હઉ થઈ રહેશે ! મારી પાસે તો , ઢેબરાં ય છે, ચણા ય છે, એક હાથે ઝાલી રાખીને ખાતો જાય. છતાં ય પહોંચી જાય છે. જેણે નિશ્ચય કર્યો છે એ પહોંચી જાય. તે ઘડીએ કશું સાંભરે નહીં ને ? એ ભાન નથી તને આ. આવી રીતે એવા રસ્તે, એની ઉપર, પુલ ઉપર જ છે. પણ ભાન નથી કે હું શું કરી રહ્યો છું તે ! એ તો હું જ્યારે ભાનમાં લાવું છું ત્યારે ખબર પડે છે કે ઓહોહો ! આ તો મારે બહુ મોડું થઈ ગયું !!
એવો ભાનમાં આવે ત્યારે ખબર પડે છે. નહીં તો બેભાન ! તે ઘડીએ વાઈફ દવાખાનામાં છે તે યાદ ના કરેને ? યાદ આવી હોય તો ય ફેંકી દે. બધું આવડે છે જીવને ! ક્યાં ક્યાં નહીં વિચાર કરવાના ત્યાં નથી જ કરતો..
કેટલાક લોકો ભાંભરડે, કેટલાક ભસે, એનું જુદું પાછું અને કેટલાક લોકો ભૂકે. ભસે એટલે ટુ સ્પીક, સમજ પડીને ? બૉગડે !
શિર પે આઈ મોત ! કબીરસાહેબ કહે છે તે ત્યાં દીલ્હીમાં એક ટેકરા જેવું હશેને, પચ્ચીસ ત્રીસ ફૂટ ઊંચો ટેકરો હતો. તેની ઉપર ચઢી ગયા. ટેકરા ઉપર. લુંગી એકલી પહેરેલી. બીજું કશું નહીં, અને પછી ત્યાંથી બૂમો પાડવા માંડી.
‘ઊંચા ચઢ પુકારીયા, બુમ્મત મારી બહોત, ચેતન હારા ચેતજો, શિર પે આપી મોત.”
લોક જતા-આવતા'તા તેને શું કહે છે કે ચેતો, ચેતો, તમારા માથા ઉપર મોત ભમતું મેં જોયું. ચેતો ચેતો ચેતનહારા એટલે ચેતનવાળા, ચેતન જેનામાં છે એ ચેતજો.
આ બગીચાના થાંભલાને નથી કહેતો, થાંભલામાં ચેતન નથી ને !! તે લોક જતા'તા તે ઊભા રહ્યા. બે-ચાર જણ ફાળિયાવાળા ઊભા રહી ગયા. એક જોડું છે તે સિનેમા જોવા જતુ'તું. તે ભઈએ લચકો અહીં નાખેલો. એના બાબાનો લચકો. તે બે જણ આમ પાછા ફરીને જોવા લાગ્યા કે ગાંડો મૂઓ છે, એ શું બોલે છે. કશી સમજણ જ નથી પડતી ! લે હવે એક બાજુ આ ચેતવે છે. ત્યારે એ કહે છે ગાંડો છે ! ઐસી આ દુનિયા, પેલાને લાગણી થાય બિચારાને ત્યારે આ કહે, ગાંડો છે ! તારે કઈ દુનિયામાં રહેવું છે ? લાગણીવાળાની દુનિયામાં કે ગાંડાની દુનિયામાં !
પ્રશ્નકર્તા : લાગણીવાળાની. દાદાશ્રી : એમ ? ગાંડાની દુનિયામાં નહીં ? બાકી આ તો પ્રવાહ બધો એવો જ હં.
જ્યાં વિચાર કરવાના ત્યાં વિચાર કરે છે. નથી કરવાના ત્યાં નથી કરતો. એવું હું જાણું છું કહેશે. પણ છતાંય ધંધાની બાબતમાં ચિંતા થાય ત્યાં સુધી વિચાર કરવાનો, મીઠો લાગે એટલે ! અમુક જગ્યાએ બંધ કરી દે, એ કડવો લાગે એટલે બંધ કરી દે, અને આ સ્વભાવથી મીઠો લાગે.
ધંધાના વિચાર ક્યાં સુધી કરવાના ? કે જ્યાં સુધી વળે ના ચઢે, આમળે ના ચઢે, ત્યાં સુધી કરવાના, આમળે ચઢવા માંડ્યું એટલે બંધ કરી દેવું. નહીં તો માર્યા ગયા જાણજો. ચાર પગ ને પૂંછડું વધારાનું મળશે. પછી ભાંભરે ! ચાર પગ ને પૂંછડું સમજ્યા તમે ? માણસમાંથી ક્યાં જાય પછી ?
પ્રશ્નકર્તા : જાનવરમાં.
દાદાશ્રી : પૂંછડું આમ ઊંચું રાખીને, આમ કૂદકા મારતો મારતો દોડે, ભાંભરડે ત્યાં જઈને ! બોલવા કરવાનું નહીં શીખેલાં.