________________
પૈસાનો
વ્યવહાર
૫૩
દાદાશ્રી : એ દૃષ્ટિએ તમને સમક્તિ જ છે. સમ્યક્દર્શન છે. તેથી તમને મિથ્યા દૃષ્ટિનો ભય રહ્યા કરે છે. પહેલાં ભય નહોતો લાગતો. પહેલાં ભય લાગતો હતો તમને કે આ મિથ્યાદષ્ટિ થઈ જશે ? આ તો શંકા છે તમને કે આ મિથ્યાર્દષ્ટિ હશે કે શું ? એ શંકા હતી ખાલી, એવું તેવું છે જ નહીં. કારણ કે અનાદિ કાળથી આરાધેલી, એટલે આ ઓળખાણ તો જાય નહીં ને બળી !
બાકી આ પૈસા ગણી લઈએ, બધું કરી લઈએ, શાકભાજી લઈએ ને રૂપિયા-પૈસા પાછા લઈએ એની પાસેથી. તેથી કંઈ બગડી જતું નથી.
પ્રશ્નકર્તા : પણ શાકવાળી જોડે કચ કચ કરે તો ?
દાદાશ્રી : એ કચ કચ કરે તો અમે કહીએ, બેન શું ક૨વા આમ કરે છે ? અને તારે બે આના વધારે જોઈએ તો લઈ લે પૈસા. પણ કચકચ ના કરીશ બા.’ એમ તેમ કરીને પતાવી દઈએ. એ કહે, “એક રૂપિયો વધારે આપતા જાવ', તો અમે કહીએ, ‘આઠ આનામાં પતાવી દે ને.' ના માને તો બાર આનામાં પતાવી દઈએ. નહીં તો રૂપિયો લઈ લે !
પ્રશ્નકર્તા : રૂપિયો આપી દેવો.
દાદાશ્રી : પણ કકળાટ ના કરીએ.
પ્રશ્નકર્તા : એ સમ્યષ્ટિવાળો ?
દાદાશ્રી : હા, એ નિવેડો લાવે, નિવેડો ! અને જો એકદમ રૂપિયો આપી દઈએ તો બીજે દહાડે બે રૂપિયા માગીને ઊભી રહે. એટલે આપણા પેલા ભાઈ જેવું રાખવું. પેલી કહે કે એક રૂપિયો, તો આ કહે મારા પચાસ પૈસા ! પણ નિવેડો આવી જાય. પચાસ પૈસા કહેતાંની સાથે જ. એટલે જેવું માણસ એવું ચાલે છે ગાડું.
પ્રશ્નકર્તા : પણ પૈસા પાછા લેવાના હોય તો રૂપિયાને બદલે તે આઠ આના જ આપે તો ? જવા દેવા ?
દાદાશ્રી : ના, જે આપે તે લઈ લેવાના અને આપ્યા પછી એ કહેશે, ‘એ
પૈસાનો
આઠ આના મને પાછા આપી દો, તો કહીએ લો બેન, ત્યાંથી ત્રીજો માણસ માપે કે આ બેમાં મમતા કોને છે, માપી લે, ત્રીજો માણસ. શું માપી લે ? પ્રશ્નકર્તા : મમતા !
૫૩
વ્યવહાર
દાદાશ્રી : ત્યારે બન્ને પૈસા બેય રાખે છે. પણ મમતા કોને છે ? થર્ડ પુરુષ માપે. એને મમતાવાળા કહેવાય ? પૈસા રાખ્યા એટલે મમતાવાળા ના કહેવાઈએ.
પૈસા રાખવાના. બધું જ કરવાનું. સિદ્ધાંતિક વાત છે ને ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે.
દાદાશ્રી : આપણે બધી સિદ્ધાંતિક વાત હોવી જોઈએ. શાસ્ત્રમાં લખવા જેવી વાત હોવી જોઈએ.
પુણ્ય શું કરે ?
જોડે લઈ જવાનું છે ? તમારા ગામમાં મોટલવાળા તો લઈ જાય જોડે ? ના લઈ જાય ? એમને કંઈ કળા આવડતી હશે. આ લઈ જવાનું. આપણે દેરાસરમાં આપોને એટલા એ આગળથી એટલા જમે થઈ ગયા અને આ આપણા મોક્ષને માટે ભક્તિ કરીએ છીએ. પેલું આગળ જમે થઈ ગયા અને આ આપણા મોક્ષને માટે ભક્તિ કરીએ છીએ. પેલું આગળ જમે થઈ ગયું અને પુણ્ય તો બહુ બહુ બાંધ્યું છે. ધર્મધ્યાન એ બધું નર્યું પુણ્ય જ છે. એ પુણ્ય શું કરે ? સારી જગ્યા આપે. ઘર બાંધવું ના પડે પછી. ઝૂંપડામાં જન્મ્યા હોય તો પછી ઘર બાંધવું પડે ને ? મહેનત બધી એમાં જતી રહે. આ તો તૈયાર બંગલો - ગાડી-બાડી ! એવું જોવામાં નથી આવતું ?! લોકો તૈયારને ત્યાં જન્મે છે. પણ એ ડેવલપ ના થાય હંકે ! મનુષ્યભવનું ડેવલપ થવું હોય તે અહીં આગળ જરાક કાચું હોય ત્યાં જ જન્મ થાય, તો જ થાય.
આ છોડીઓ, છોકરાં શી રીતે પૈણતાં હોય ? એવું છે ને, છોડીઓ પાછળ નાણાનો ખર્ચો વધારે થાય છે. છોડીઓ એમનું લઈને આવી છે. તે બેન્કમાં જમા કરાવે. છોડીઓના પૈસા બેન્કમાં જમા થાય એ બાપા ખુશ થાય કે જો મેં સિત્તેર