________________
પૈસાનો
વ્યવહાર
પૈસાનો
વ્યવહાર
(૨)
લક્ષ્મી સંગે સંકળાયેલો વ્યવહાર
તાદારીથી કેવી રીતે બયાય ? લક્ષ્મીજી જંગમ મિલકત કહેવાય છે. ૨0 વર્ષ પહેલાંના વાણિયા હતા. તેમની પાસે લાખ રૂપિયા હોય તો પચીસ હજારની મિલકત લઈ લે. પચીસ હજારનું સોનું ને જણસો લે, પચીસ હજાર કોઈ જગ્યાએ શરાફને ત્યાં વ્યાજે મૂકે ને પચીસ હજાર વેપારમાં નાખે. વેપારમાં જરૂર પડે તો પાંચ હજાર વ્યાજે લાવે. આ એમની ‘સિસ્ટમ” હતી. એટલે એ શી રીતે જલદી નાદાર થાય ? અત્યારના વાણિયાને તો આવું કશું આવડતું ય નથી.
આપણી હિન્દુસ્તાનની જણસોમાં કશો ભલીવાર રહેતો જ નથી. જડતરમાં ૭૫ ટકા જ સોનું રહે.
એ વાસ્તવિકતાથી વિમુખ થવાય ? પહેલાં તો લક્ષ્મી પાંચ પેઢી તો ટકે, ત્રણ પેઢી તો ટકે. આ તો લક્ષ્મી એક પેઢી જ ટકતી નથી, આ લમી કેવી છે ? એક પેઢી ટકતી નથી. એની હાજરીમાં ને હાજરીમાં આવે ને હાજરીમાં જતી રહે. એવી આ લક્ષ્મી છે. આ તો પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. થોડી ઘણી મહીં પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હોય, તે તમને અહીં આવવા પ્રેરણા કરે, અહીં ભેગા કરે ને તમને અહીં ખર્ચ કરાવડાવે. સારા માર્ગે લક્ષ્મી જાય. નહીં તો આ ધૂળધાણીમાં જતું રહેવાનું. બધું ગટરમાં જ જતું રહેશે. આ છોકરાંઓ આપણી લક્ષ્મી જ ભોગવે છે કે, આપણે છોકરાંઓને કહીએ કે તમે અમારી લક્ષ્મી ભોગવી. ત્યારે એ કહેશે, ‘તમારી શેની ? અમે અમારી જ ભોગવીએ છીએ.” એવું બોલે. એટલે ગટરમાં જ ગયું ને બધું !
આ દુનિયાને યથાર્થ - જેમ છે તેમ - જાણીએ તો જીવન જીવવા જેવું છે, યથાર્થ જાણીએ તો સંસારી ચિંતા ઉપાધિ હોય નહીં. એટલે જીવવા જેવું લાગે પછી !
તો, પાછલી પેઢીનું કેમ નહિ ? પ્રશ્નકર્તા : ઘરમાં બહુ ખર્ચા થઈ જાય છે.
દાદાશ્રી : ઘરવાળાં ક્યાં કહે છે કે ખર્ચ કરો ? તમારે જરૂર હોય તેથી કરો છો ને ?
પ્રશ્નકર્તા : એ તો હિસાબમાં લાગે તે જ કરું છું. દાદાશ્રી : હા, પણ પછી ત્યારે શું કરવું નહીં ? ટકે એવું કરવું છે ?
પ્રશ્નકર્તા : જે ખર્ચા લાગે તે લાગવાના જ છે. આગળની પ્રજા માટે કંઈક રાખવું જોઈએ ને ? તેના માટેની વાત છે.
દાદાશ્રી : આહોહો ! અને પાછલી પેઢીઓવાળા માટે ?! ગયા તે લોકો માટે કશું ય નહીં ?! તમારા દાદા ને બધા ગયા. એમને ત્યાં મોકલવું નહીં પડે
ને ?
પ્રશ્નકર્તા: ત્યાં મોકલવાનું કંઈ કારણ નથી.
દાદાશ્રી : પાછલી પેઢીવાળા એમ કહે છે કે અમારા હારુ તૈયાર કરો ! ત્યારે તો તમારી ખાનદાની બતાવો છો કે નહીં ?