Book Title: Paia Subhasiya Sangaho Author(s): Bhavyadarshanvijay Publisher: Padmavijay Ganivar Jain Granthmala View full book textPage 4
________________ પ્રભાત : પરમશાસન પ્રભાવક વ્યાવાવ તપગચ્છાધિપતિ સૂરિચક્રચૂડામણિ તપાગચ્છીય અવિચ્છિન્ન સામાચારીના સંરક્ષક પરમપૂજ્ય આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા. ની કૃપામયી આજ્ઞાથી પ. પૂ. અખંડબાલબ્રહ્મચારી ધર્મતીર્થ પ્રભાવક આ. ભ. શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ. સા. આદિ ઠા. 6 નું સં. ૨૦૪૨નું ચાતુર્માસ સુરત છાપરીયા શેરી લ. લ. ઝવેરી પૌષધશાળામાં થયું. બધી રીતે અનેરી ઝલક વાળું આરાધનામય આ ચાતુર્માસ ચિરસ્મરણીય બની રહ્યું. પૂજ્યશ્રીએ પ્રાકૃત કલેકોનો અત્યુપયોગી સગ્રહ પ્રકાશિત કરવા જેવો છે એમ અમને સૂચન કર્યું. જ્ઞાનખાતાની રકમને સુંદર સદુપયોગ સમજી અમે તેઓશ્રીનું વચન સિરસાવદ્ય કર્યું. આજે સુંદર રીતે પાઈઅ સુભાસિય સંગહ નામનું પ્રકાશન પ્રકાશિત થઈ આપ સૌના કરકમળમાં આવી રહ્યું છે. સ્વાધ્યાય માટે અપૂર્વ સામગ્રીથી ભરેલો આ રસથાળ આપની સમક્ષ મૂકતા અપૂર્વ આનંદ થાય છે. પૂ. સાધુ સાધ્વીજી મ. ને તથા જ્ઞાનભંડારને આ ગ્રંથ ભેટ મળશે. ગૃહસ્થને કિંમતથી મળશે. - સ્વાધ્યાય રસિક ભવ્યાત્માઓ માટે આ ગ્રંથ અમૃતના કુંડ જે છે. વ્યાખ્યાનકારો માટે પણ સત્યને અને તત્વને ખજાને પૂરો પાડે એવો આ ગ્રંથ છે. જેને સાહિત્યના નવનીત તુલ્ય આ ગ્રંથને સ્વાધ્યાય થતો રહે એજ અભ્યર્થના સાથે વિરમીએ છીએ. - લિ. શ્રીમતી લલિતાબેન લલ્લુભાઈ ઝવેરી પૌષધશાળાના ટ્રસ્ટી, છાપરીયા શેરી, સુરત A ,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 124