________________
સહજાત્મ સ્વરૂપાય નમ:
શ્રી રાજ સૌભાગ આશ્રમના મુમુક્ષુઓનો અભ્યાસ વધે અને અધ્યાત્મના ગૂઢ રહસ્યો સમજી શકે તે લક્ષ શિબિર માટે પંચસૂત્ર' વિષય પસંદ કરવામાં આવેલ છે. પંચસૂત્રના રચયિતા શ્રી ચિરન્તનાચાર્ય (જેમની વિગત પ્રાપ્ત થયેલ નથી) છે. તેનો ભાવાર્થ આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ કરેલ છે અને સમર્થ આચાર્યો આ વિષયનો સ્વાધ્યાયબધા સાધુભગવંતો તથા શ્રાવકોને કરાવી તેની મહત્તા સમજાવતા હોય છે.
પંચસૂત્ર' અત્યંત પ્રભાવશાળી છે આ સૂત્રનો વિધિપૂર્વક પાઠ કરવાથી અશુભ કર્મોનો અનુબંધ (એટલે કે અશુભ સંસ્કાર) અથવા વિશિષ્ટ કોટિના અશુભ કર્મો શિથિલ બની અનુક્રમે તેનો નાશ થઈ જાય છે. બાકી રહેલા અશુભ કર્મો પણ સુખપૂર્વક, સરળતાથી દૂર થઈ જાય છે અને ફરીથીન બંધાય તેવી સ્થિતિના બની જાય છે.
આની સાથે સાથે શુભકર્મો અને શુભસંસ્કારો ઉત્પન્ન થાય છે. આ સંસ્કારો દિવસે દિવસે વધતા જાય છે અને પછી તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. આવા પ્રકૃષ્ટભાવથી ઉપજેલ અને અનુબંધવાળુ શુભકર્મ નિશ્ચયથી ફળ આપનારૂ બને છે. આરાધક શુભ પ્રવૃત્તિ કરવામાં રાઓ પાઓ રહે છે જેના પરિણામે તે પરમસુખની પ્રાપ્તિ સાધનાર બને છે.
શ્રી વિજયભુવન ભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ વિષય પર વિવેચન કરેલ છે. જે ‘ઉચ્ચ પ્રકાશના પંથે' નામના પુસ્તક રૂપે પ્રગટ થયેલ છે. આ પુસ્તકના આધારે પંચસુત્રના પાંચ પ્રકરણોમાંનું પ્રથમ સૂત્રપાપ પ્રતિઘાત અને ગુણ બીજાધાન’ લઈને શિબિરાર્થીઓને મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે મદદરૂપ થાય તેવા શુભભાવ સાથે સ્વાધ્યાયમાં લેવામાં આવશે.
લી.
૨૫/૧ર/ર૦૧ર.
પ્રકાશન સમિતિ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ