Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 4
________________ અમારી વાત સંસારી છતાં સાધુની કક્ષાનું જીવન જીવનારા, પરોપકારમૂર્તિ, પુણ્યશાળી, વિનમ્ર અને સાચા મુમુક્ષુ એવા દિવંગત શ્રેષ્ઠિવર્યશ્રી દેવજીભાઈ ચાંપશી શાહ (શાહ એંજિનીયરિંગ ક, ગાંધીધામ)ની પ્રેરણા અને આર્થિક અનુદાનથી ઈ.સ. ૧૯૯૧માં જેને સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ, જેને શ્રી દેવજીભાઈના લઘુબંધુ શ્રી નાનજીભાઈ તરફથી પણ એટલો જ સહકાર અને સદ્ભાવ મળતા રહ્યા છે. સંશોધનાત્મક વિચારપ્રેરક ચિરંજીવી મૂલ્યવાળું જેને સાહિત્ય પ્રકાશિત કરવું અને તે સાથે એવી અન્ય આનુષગિક પ્રવૃત્તિઓ કરવી એ અકાદમીનો ઉદેશ છે. અધ્યાત્મયોગી, નીડર ચિંતક, આધુનિક વિચારપ્રવાહોના ઊંડા અભ્યાસી એવા દિવંગત મુનિ શ્રી અમરેન્દ્રવિજયજીના પુસ્તક "ScienceDiscoversEternal Wisdom" ના પ્રકાશનથી આ યોજનાનો ઈ.સ. ૧૯૯૩માં શુભારંભ કરેલો. આ મૂળ ગુજરાતી પુસ્તકનો અનુવાદ ડૉ. જે. ડી. લોડાયાએ કરેલો અને તેનું સંપાદન મુનિ શ્રી ભુવનચંદ્રજીએ કરી આપેલું. બંધુત્રિપુટી મુનિવરોના સહકારથી યુરોપ-અમેરિકામાં આ પુસ્તકનો સારો પ્રચાર થઈ શકયો. અમારું બીજું મહત્ત્વનું પ્રકાશન હતું સમણ સુત્ત” (જૈન ધર્મસાર)નો ગુજરાતી અનુવાદ. જૈનધર્મનો તાત્ત્વિક પરિચય આપતા આ પુસ્તકની રચના જૈન આગમો-શાસ્ત્રોમાંથી મૂળ ગાથાઓ ચૂંટીને કરવામાં આવી છે. મહર્ષિ વિનોબા ભાવેની પ્રેરણા થકી સમસ્ત જૈન સંપ્રદાયોના વિદ્વાનોની સમિતિ દ્વારા સંકલિત થયેલ આ ગ્રંથ જૈનધર્મના ઉપદેશ/સંદેશની શાસ્ત્રીય રજૂઆત કરે એવો પ્રતિનિધિ ગ્રંથ' છે. યજ્ઞ પ્રકાશન દ્વારા હિંદી-ગુજરાતી અનુવાદો સાથે આનું પ્રકાશને થયેલ. વધુ સારા ગુજરાતી અનુવાદની જરૂર હતી. શ્રી માવજીભાઈ સાવલાએ આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરવાનું સૂચન કર્યું. યજ્ઞ પ્રકાશનવડોદરાની સંમતિ સાથે પૂજ્ય મુનિ શ્રી ભુવનચંદ્રજી પાસે નવેસરથી ગુજરાતી અનુવાદ તૈયાર કરાવી અકાદમીએ ઈ.સ. ૧૯૯૩માં એનું પ્રકાશન કર્યું. શ્રી ગુલાબ દેઢિયા વગેરે મિત્રોના સહકારથી મુંબઈ ખાતે આ ગ્રંથનો વિમોચનવિધિ ભવ્ય રીતે યોજાયો હતો. માન શાસ્ત્રકાર, સર્વતોમુખી પ્રતિભાશાળી આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરની ગંભીર કૃતિ દ્ધાત્રિશત્ દ્વાત્રિશિકામાંથી ચૂંટેલા ૧૦૦ શ્લોકોના વિવેચનનું પુસ્તક “સિદ્ધસેન શતક' અમે ઈ.સ. ૨૦૦૦માં પ્રસિદ્ધ કર્યું. આ ગ્રંથ અત્યંત કઠિન છે. મુનિશ્રી ભુવનચંદ્રજીના

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50