Book Title: Nal Damayanti Charitrayam
Author(s): Jayshekharsuri, Sarvodaysagar
Publisher: Charitraratna Foundation Charitable Trust
View full book text
________________ ( ઉદર૩ર૪662846 જયશેકરણ શિક ભાષણની જિગર પરિકIDરફ% 8889 સંસ્કૃતમાં નલકથા વિશે અત્યાર સુધીમાં લગભગ એકવીસ જેટલાં નાટકો લખાયેલાં મળી આવ્યાં છે. ભિન્ન ભિન્ન સૈકાઓમાં લખાયેલાં નાટકોમાંના કેટલાંક પ્રગટ થયેલાં છે અને બાકીનાં ઘણાંખરાં હજુ અપ્રગટ જ રહેલાં છે. એ નાટકો નીચે પ્રમાણે છે: (1) નૈષધાનંદ (મીશ્વરકૃત), (2) નલવિક્રમ નાટક (કોઈ અજ્ઞાત લેખકકૃત), (3) વિધિવિલાસિત નાટક (કોઈ અજ્ઞાત લેખકકૃત), (4) નાલવિકાસ નાટક (કવિરામચન્દ્રસૂરિકૃત, (5) નલચરિત નાટક (નીલકંઠ દીક્ષિતકૃત), (6) નલાલ્યુદય નાટક (રાજા રધુનાથકૃત), (7) નાલાનંદનાટક (જીવવિબુધકૃત), (8) દમયંતી કલ્યાણ (શઠકોપાચાર્ય નાચવત કૃત), (9) મંજુલનૈષધ (મહો. વેંકટરંગનાથકૃત), (10) અનઈનલચરિત (સુદર્શનાચાર્ષકૃત), (11) શૈમીપરાગય નાટક અથવા નલવિજય નાટક (રામશાસ્ત્રીકૃત), (12) ભૈમીપરિણય નાટક (શ્રીનિવાસ દીક્ષિતકૃત), (13) શૈકીપરિણય નાટક (શઠકોપાચાર્ય કૃત), (14) શૈકીપરિણય નાટક (નંદાચાર્ય કૃત), (15) ભૈમીપરિણય નાટક(રાજચૂડામણિકૃત), (18) નલચરિત નાટક (દવી પ્રસાદ શુક્લકૃત), (19) નલદમયંતીયમ્ (કાલીપાદતારકાસાર્થકત), (20) પુણ્યશ્લોકોદય નાટક (દવીશરણ કવિ ચક્રવતીકા), (21) દમયંતી-કલ્યાણ (કોઈ અજ્ઞાતલેખકકત) નલકથા વિશે બે ચંપૂકાવ્યો લખાયેલાં છે. એમાં ત્રિવિકમભટ્ટકૃત 'નલચંપૂ' અથવા 'દમયંતીકથા’ સુપ્રસિદ્ધ છે. બીજું ચંપૂકાવ્ય ‘દમયંતીપરિણય' નામનું છે. એના કર્તા કોઈ અજ્ઞાત કવિ છે. આ ઉપરાંત દમયંતીપ્રબંધ' નામની એક ગઘમાં અને એક પળમાં પણ રચના મળે છે, અને પાકશાસ્ત્ર વિશે ‘નલપાકશાસ’ નામની એક કૃતિ પણ લખાયેલી મળે છે. સંસ્કૃતમાં લખાયેલી કાવ્યનાટકાદિના પ્રકારની આ બધી કૃતિઓની ઘાણીખરી માહિતી હસ્તપ્રતોની જુદાં જુદાં સ્થળોની સૂચીઓને આધારે આપવામાં આવી છે. પરંતુ એ બધી અપ્રસિદ્ધ કૃતિઓ વિશે હજુ ઘણું સંશોધન થવાની, એ કૃતિઓના કર્તુત્વ અને સમય વધારે પ્રમાણભૂત નિર્ણય થવાની જરૂર છે. એ બધું સાહિત્ય પ્રગટ અને ઉપલબ્ધ થવા માટે હજુ કેટલાયે દાયકાઓની રાહ જોવી પડશે. આ થઈ નલકથા વિશે કેવળ સંસ્કૃત સાહિત્યમાં રચાયેલા કૃતિઓની વાત. પ્રાચીન જૈન સાહિત્યની, સંસ્કૃત, પ્રાકૃત અને ETS & ESSENT -