________________
પૂ. કૃપાળુદેવને મુંઝવણ ઘણી હતી. ગૃહસ્થવાસમાં હતા ત્યાં સુધી બહાર આવવું ન હતું અને કરૂણાભાવને લીધે માર્ગ પ્રવર્તાવવાની તાલાવેલી ઘણી હતી. તેમના મુમુક્ષુઓ તેમને ખંભાત બોલાવતા પણ ત્યાં તેઓ જઈ શકતા ન હતા અને તે મુમુક્ષુઓના કોઈ મુંબઈ આવવા ઇચ્છા દર્શાવતા તો અનાર્યભૂમિ હોઈ ‘ના’ પાડતા.
આ બધામાં એમને શ્રી સોભાગ મળી ગયા. તે બે વચ્ચેનો સંબંધ સાત વર્ષ રહ્યો. તેમાં બન્ને જણા સાયલા અથવા બહારગામ ૫૬૦ દિવસ સાથે રહ્યા છે. મુંબઈથી વવાણિયા જતા અગર આવતા એક વખત કૃપાળુદેવ સાયલા આવતા અને તેઓ સાયલામાં એકી સાથે વધારેમાં વધારે ૧૦ દિવસ સાથે રહ્યા છે.
આ પુસ્તકના પહેલા અને બીજા વિભાગના વાંચનથી એમ ખાત્રી થશે કે તેઓ ખરેખર અદ્ભુત રીતે શ્રી સોભાગભાઈનું નિમિત્ત લઈને મોક્ષમાર્ગ પ્રકાશી ગયા છે.
આ પ્રસ્તાવના લખવાનો પ્રસંગ મળતા અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કારણ કે અમે સાધનામાં તે જ માર્ગે છીએ તેથી અમને વિશ્વાસ છે.
સ્થળ : સાયલા
તા. ૨૭-૧૦-૧૯૮૨
Jain Education International
લિ. નલિનકાંત કોઠારી
ટ્રસ્ટી, શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ
૧૨
For Personal & Private Use Only
www.jainelibrary.org