________________
પ્રકાશકીય નિવેદન
વિષમકાળમાં અનેક ઉપદ્રવોના કારણે જિનશાસનનું શ્રુતનિધિ અત્યંત હાનિને પામેલ છે. સમુદ્ર સમ વિશાળ દ્વાદશાંગી વિચ્છેદ પામતી આજે ગાગર જેવા પીસ્તાલીશ આગમ અને અન્ય શાસ્ત્રોમાં સમાઈ ગઈ છે. દ્વાદશાંગીસમુદ્ર એટલો વિશાળ-અતિવિશાળ છે કે ગાગર પણ અત્યારે સમુદ્ર જેવી લાગે છે. પરંતુ આ સાગરની રક્ષા કરવી અતિશય આવશ્યક છે. જો આમાં પ્રમાદ થાય અને ગાગર પણ જો નાશ પામે તો તૃષાની પીડામાં મરવાનું જ રહે.
ગાગર સમાન વર્તમાન શ્રુતની રક્ષા માટે સૌ કોઈએ કટિબદ્ધ થવું જરૂરી છે. અમે દેવ-ગરુની કૃપાથી આ અંગે યત્કિંચિત્ પ્રયત્ન ચાલુ કર્યો છે. જેમાં શ્રુતપ્રકાશન, શ્રુતની પ્રતિકૃતિઓ વગેરનો સમાવેશ થાય છે. શ્રુતપ્રકાશનમાં પૂર્વપ્રકાશિત ગ્રન્થોનું પુનઃપ્રકાશન થાય તે રીતે આપણા જ્ઞાનભંડારોમાં રહેલ હસ્તલિખિત પ્રતો પરથી શુદ્ધિકરણ વગેરે કરીને નવા ગ્રન્થો પણ પ્રકાશિત થાય છે. આ કાર્ય આપણા પૂજનીય મુનિભગવંતો કરી રહ્યા છે. પ્રસ્તુત ગ્રન્થ મોહોત્સૂલનવાદસ્થાનકનું પણ આ જ રીતે પૂ.પં.શ્રીજયસુંદરવિજયજીગણિવરશ્રી તેમજ પૂ. મુનિશ્રી મહાબોધિવિજયજી મહારાજે સંશોધન-સંપાદન કરેલ છે અને વિશિષ્ટ ટીપ્પણોથી અલંકૃત કરેલ છે.
તપગચ્છગગનદિવાકર, સિદ્ધાંત મહોદધિ, સ્વર્ગસ્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની દિવ્યકૃપા, તેઓશ્રીના પટ્ટવિભૂષક વર્ધમાન તપોનિધિ, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજાના શુભાશિષ તથા સમતાસાગર સ્વ.પૂ. પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવરશ્રીના શિષ્યરત્ન વૈરાગ્યદેશનાદક્ષ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમંદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભપ્રેરણાથી ચાલી રહેલ શ્રુતભક્તિના કાર્યમાં ખૂબ ખૂબ પ્રગતિ થાય તેવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી શારદાદેવીને ભાવભરી પ્રાર્થના... લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ.
(૧) ચન્દ્રકુમાર બાબુભાઈ જરીવાળા
(૨) લલિતભાઈ રતનચંદ કોઠારી
(૩) નવિનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુંડરિકભાઈ અંબાલાલ શાહ