________________
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
neurshiewતwwww
વાસ્તવિક ઉપદેશ છે. સહસ્ર જિહાઝે બોલાયેલી સંસ્કારકથા છે.
“જૈનકુળમાં જનમિયા, તમે સાંભળો નર ને નાર; મહાવીર-જીવન જાણ્યું નહિ, તેનો એળે ગયો અવતાર.”
હવે આપણે મહાવીરની જે ભવથી કથા આલેખાઈ છે, ત્યારથી તેમના જીવનનું દર્શન કરવા પ્રયત્ન કરીશું.
સંસારની યાત્રા ગમે તેવી દીર્ઘ હોય તો પણ મુક્તિગામી જીવ માટે તે સમાપ્ત થાય છે. અંધકારને ઉલેચીને તે જીવ સિદ્ધત્વને સિદ્ધ કરે છે. હા, પણ તે પહેલાં તેમના જીવનમાં વિકાસ અને રકાસ થતો રહે છે. એ મહાવીરના જીવનના પ્રસંગોમાંથી મળી રહે છે.
ક્યારેક પ્રભાતનો પ્રકાશ અને ક્યારેક રાતનું તિમિર જીવનમાં ભાગ ભજવે છે. છતાં મહાવીરનો જીવ એ બધા જ ખાડાટેકરા વટાવી આખરે સિદ્ધિના શિખરે પહોંચે છે. સશરીરે પૂર્ણતાને પ્રગટ કરી, સૃષ્ટિની સીમાને ઉલ્લંઘીને પ્રભુ અસીમતા પામ્યા. પ્રભુના આવા સમૃદ્ધ જીવનની કથાનું શ્રવણ કે વાચન પણ જીવને ઉપકારી છે.
મહાવીરના જીવનનો બોધપાઠ મુખ્યત્વે અહિંસાધર્મથી મળે છે. તેમની અહિંસા – અભય, મૈત્રી, અનુકંપા, વાત્સલ્ય અને સમતા જેવા વિવિધ આયામોથી પ્રગટ થઈ હતી, અને તે જ આપણે માટે હિતોપદેશ છે.
આ જંબુદ્વીપને વિષે પશ્ચિમ વિદેહ ક્ષેત્રના મહાવિપ્ર નામના વિજયમાં જયંતી નામે સમૃદ્ધ નગરી હતી. શત્રુમર્દન મહા પરાક્રમી નામે રાજા હતો. તે રાજ્યના પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે મુખી હતો. તે જીવ સંસારયાત્રામાં અંધકારને હટાવતો પૂર્ણ પ્રકાશને પ્રાપ્ત કરી મહાવીર નામે તીર્થકર થયો. પદ
ભગવાન મહાવીરના અમુક પૂર્વ ભવ અને સવિશેષ અંતિમ ભવમાંથી જિજ્ઞાસુઓને હિતશિક્ષા મળી રહે છે તેમાં પણ મૌનપણે રહેલા સમતા સાગર એ શ્રમણના દરેક પ્રસંગો જીવને ઉત્તમ હિતશિક્ષા આપે છે.
૨ ૪ હિતશિક્ષા
e
-edwar
કાર
- ઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org