________________
ધર્મમાં અમુક ભૂમિકાએ પહોંચેલો જીવ ગમે ત્યાં જાય તો પણ તેના સ્વભાવના કારણે પ્રીતિપાત્ર બને છે. તેમાં કારણ તેનો ગુણિયલ સ્વભાવ છે. પરંતુ તમારી બુદ્ધિમાં ઊંડે ઊંડે બેઠું છે કે પ્રસંગે ક્રોધ કરવા જેવો છે અને ન કરીએ તો નમાલામાં ખપીએ.
સભા - માટે જ પ્રભુએ ચંડકૌશિકને કહ્યું હતું કે ફૂંફાડો માર.
સાહેબજીઃ- આવું ક્યાંથી લઈ આવ્યા? શું ભગવાને આવું કહ્યું હતું કે કીડી ચટકા ભરે તો ફૂંફાડો મારજે? તેને તો ફૂંફાડો મારવાની વૃત્તિ નથી, તે ઊંચા સ્ટેજે છે. હજી તમે ને હું ત્યાં પહોંચ્યા નથી. ભગવાન મળ્યા તે પહેલાં તે નરકે જાત. પરંતુ પ્રભુનો બોધ પામ્યા પછી પલટો આવ્યો છે, ફૂંફાડા મારવાની કોઈ વૃત્તિ નથી. કીડી ચટકા ભરે છે ત્યારે તે વિચારે છે કે આ તો મને કશું જ દુઃખ આપતી નથી. આથી વધુ દુ:ખ મેં ઘણા જીવોને આપ્યું છે. આ તો ખાલી શારીરિક દુઃખ જ આપે છે.
અમે તમને કહીએ કે સંસારમાં ક્રોધ ન કરવો, એનો અર્થ એ નથી કે તમારે દીન થઈને વાત કરવી, બધા તમને દબડાવી જાય અને લોકમાં ધર્મી એટલે નમાલા એવી છાપ પડે એ રીતે જીવવું. ધર્મી તો સત્ત્વશાળી, શૌર્ય, ખમીરવાળા, અટલ હોય. તમને વ્યવહારમાં સાચી વાત લાગે ત્યારે મક્કમતાથી આત્મવિશ્વાસથી બોલો, પણ અકળાવાની શું જરૂર? ઘરમાં કોઇ યોગ્ય ન લાગે તેવું વર્તન કરે તો વાત્સલ્યથી સમજાવી શકો છો. પણ કોઇ અવળચંડું હોય અને કહે કે આમ જ કરીશ ત્યારે તમે કહી શકો છો કે, આ ઘરમાં તો આમ જ ચાલશે. તેવું મક્કમતાથી કહી શકાય. માત્ર ક્રોધ કરવાની કોઈ જરૂર ખરી? પણ તમને મફતનું લોહી બાળવામાં રસ છે. તમારું મન ક્રોધરસિક છે. શું સામી વ્યક્તિની ભૂલની સજા તમારે ભોગવવી છે? તમારા દીકરાએ ભૂલ કરી ત્યારે તમારા ગાલે થપ્પડ મારો તો કેવું કહેવાય? તમે ડાહ્યા કે ગાંડા? કોઇએ ભૂલ કરી તેની સજા તમારે માથે લેવી છે? તેથી તમારું લોહી બળશે અને તે રાજી થશે. ક્રોધ કરનાર વ્યક્તિ પોતાના આત્માને સંતાપ આપી રહી છે અને તે પણ બીજાની ભૂલના કારણે. આ મૂર્ખતા છે. જો બુદ્ધિમાં ઊતરી જાય તો ખરેખર મહામૂર્ખાઈ લાગે. આવા તો સો એંગલ છે. માન, માયા, લોભ બધા માટે આ રીતે વિશ્લેષણ થઇ શકે. કષાયમાત્ર મૂર્ખતા છે. કષાયનો જન્મ અજ્ઞાન, નિર્વિચારકતા, અવાસ્તવિકતામાંથી થાય છે. જીવનમાં કષાય એ આપણી મૂર્ખાઇનું પ્રતિબિંબ કે મૂર્ખાઇનો પડઘો છે. આવાં ઘણાં પાસાં છે. કષાયનું મૂળ ઉત્પત્તિસ્થાન દુઃખ છે. જેને દુઃખ અંદર ન હોય તેને કષાયનો જન્મ ન થાય. ક્રોધ, માન, માયા, લોભ, મોહ કોઇપણ કપાય વિચારો. બધે આ જ નિયમ છે.
* * * *
* સર ક * * ને એ
જ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
* * * * * *
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org