Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 205
________________ સદ્ગતિ થાય તે શુભલેશ્યાથી થાય છે. તે દ્રવ્ય સદ્ગતિ છે જ્યારે મોક્ષમાર્ગમાં રહેલાનું જે સમાધિમરણ થાય, તેનાથી જે સદ્ગતિ પ્રાપ્ત થાય તે ભાવ સદ્ગતિ છે. દ્રવ્ય સદ્ગતિથી આત્મકલ્યાણ થતું નથી. આપણે અનંતીવાર દેવલોકમાં જઇ આવ્યા, પણ આત્મકલ્યાણનું સાધન બને તેવું નહોતું, કારણ તે દ્રવ્ય સદ્ગતિ હતી. ભાવ સદ્ગતિ એટલે અધ્યાત્મ સાથેની સદ્ગતિ. શ્રેણિક મહારાજાને નરકમાં ભાવથી સદ્ગતિ છે, દ્રવ્યથી દુર્ગતિ છે. આ દુર્ગતિથી તેમના આત્માને નુકસાન થવાનું નથી. કારણ ? જેમ ચોખા બે પ્રકારના હોય છે. તેમાં એક સ્ફટીક જેવા હોય છે. તેમને રાંધો તો ગંધાય ખરા ? તે વજ્રતંદુલ છે. તેમ સમ્યગ્દષ્ટિ કેવો હોય ? કે તે દુર્ગતિમાં જાય ત્યારે તેનાં શરીર-મનને દુનિયાનાં દુઃખો અસર કરી શકે, પણ તેના આત્માને કોઇ અસર ના કરી શકે (દુઃખ ન આપી શકે) તેથી તેને ભાવથી સદ્ગતિ કહેવાય છે. સભા :- સમાધિ પામેલા પ્રભુ પાર્શ્વનાથનો જીવ દુર્ગતિમાં કેમ ગયો ? સાહેબજી :- અંત સમયે સમાધિ ચૂકી ગયો તેથી. પાર્શ્વનાથ પ્રભુનો જીવ મરીને હાથીના ભવમાં ગયો, કારણ તે વખતે કમઠે શું કરેલું ? તેઓ જ્યારે ક્ષમા માંગવા ગયા, ત્યારે પથરો માથામાં મારીને તેમને મારી નાંખ્યા. તે વખતે તેમને વિહ્વળતા આવી ગઇ ને સમાધિ હારી ગયા. માટે મોક્ષમાર્ગમાં જીવ હોવા છતાં આર્તધ્યાનના કા૨ણે અસમાધિમરણજન્ય દુર્ગતિ પામી શકે છે. જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઇ પણ છપાયું હોય તો મિચ્છા મિ દુક્કડં. મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only **** ૧૯૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208