Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 203
________________ એક વખત એક સાઈકાટ્રીસ્ટ(મનોચિકિત્સક) ડોક્ટરે પ્રયોગ કરેલો. પેશન્ટો કહે કે ડોક્ટર ! અમારાથી ચલાતું નથી, ઊભા નથી થવાતું. ત્યારે ડોક્ટર કહે કે કસરત કરો. પણ પેશન્ટોએ તો તેમની તદ્દન અશક્તિ બતાવી. ડોક્ટરને મનમાં વિચાર આવ્યો કે આ લોકો મનથી ભાંગી પડ્યા છે કે વાસ્તવમાં જ ક્રિીપલ્ડ છે? તે જાણવા તેમણે પ્રયોગ તરીકે એક વખત ઓચિંતા રાડો પાડીને કહ્યું કે મકાનમાં આગ લાગી છે, માટે દોડો, દોડો. હવે આ વખતે પથારીમાંથી ઊભા નહિ થનારા કેટલાય ભાગવા માંડ્યા. કંપાઉન્ડની બહાર પહોંચી ગયા. ડોક્ટરે તેમને પૂછ્યું કે તમને અહીંયાં કોણ લાવ્યું? એટલે હકીકતમાં અંદર ઘણી જ તાકાત છે. તેની જેમ આપણે જીવનમાં ૧૦૦% શક્તિને કામે લગાડતા નથી, જ્યારે ધ્યાનમાં તો બધી શક્તિ કામે લગાડવાની છે. ધ્યાનમાં પરિશ્રમ તીવ્ર છે, રીલેક્સેશન-આરામ નથી. ક્ષપકશ્રેણિ માંડનારને થાક કેટલો લાગે ખબર છે? સ્વયંભૂરમણ સમુદ્ર કોઈ માણસ હાથથી તરે, તેને જેટલો થાક લાગે તેના કરતાં અધિક થાક ક્ષપકશ્રેણિ માંડનાર શુક્લધ્યાનના બે પાયા પાર કરનારને લાગે છે. તે વખતે વીર્યનો ધોધ વહે છે. માટે જ આવા ઊંચા ધ્યાનમાં જવા માટે પહેલું સંઘયણ બળ જોઇએ. તીવ્ર શુભભાવો કરવા માટે પણ શરીરબળ જોઈએ. અત્યારે સાતમી નરકે નથી જવાતું, કારણ એને અનુરૂપ એવા તીવ્ર અશુભભાવો કરવાની તમારી શક્તિ નથી. એક કાકા અને ભત્રીજો સાથે રહેતા હતા. તેમને એક વખત સખત ઝઘડો થયો. મારામારી પર આવી ગયા. તેમાં કાકાને એટલો આવેશ આવ્યો કે ગુસ્સાથી તેમનું હાર્ટ ફેઇલ થઈ ગયું. આ રીતે મર્યા તો તેમનું પરલોકમાં શું થયું હશે ? આવા મૃત્યુમાં જો તીવ્ર ધર્મશ્રદ્ધા હોય તો દુર્ગતિપાતમાંથી બચાવ થઈ જાય, પણ જો ધર્મી ના હોય તો તેને તો સદ્ગતિ ના જ મળે . તીવ્ર શુભ કે અશુભ ભાવો પણ સહન કરવાની શરીરમાં શક્તિ હોવી જોઇએ. માટે ધ્યાનમાં શરીરબળ પણ વપરાય છે. એટલે ત્રણે પ્રકારના યોગની સક્રિયતાની ધ્યાનમાં જરૂર છે, અને આને આપણે છબસ્થધ્યાનની અવસ્થા કહીએ છીએ. જયારે કેવલજ્ઞાનીઓ માટે તો મન-વચન-કાયાના યોગોનો નિરોધ એ ધ્યાન છે. તેથી એ ક ક છે * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * રીત : મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208