Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 177
________________ છે તેની તરફ ધ્યાન જ નથી. અંદરના ભાવોનું વિશ્લેષણ કરશો તો દષ્ટિ બદલાઈ જશે. સવારથી ઊઠો ત્યારથી વિચારો કે ઘરમાં બેઠા કાંઈ અણગમતું બન્યું, છોકરાઓએ કાંઈ તોડફોડ કરી, કોઈ સાથે બોલાચાલી થઈ, ત્યારે તે બધાથી તમને મનમાં તેની અસરરૂપ અંદરમાં કેવો સંતાપ થયો, કેવા ભાવો થયા? તે બધાનું સંશોધન કરો. વિચારજો કે “આ બધી વસ્તુની અસર ન લો તો કાંઈ દુઃખ થાય ખરું?” ઘરમાં તમારી હાજરી ન હોય ને આવી કોઈ પ્રવૃત્તિ થાય તો દુઃખ થાય ખરું? કારણ કે જાણ્યું નથી માટે તમે અસર લીધી નથી. માટે જે દુઃખ થાય છે તે તમારા ભાવોથી જ થાય છે. હવે તમે સંસારમાં શું ભોગવો છો? ખાવાનું પીવાનું? ના, પણ તે ખાતાં જે ભાવો થાય છે તેને તમે ભોગવો છો. સભા :- અફસોસની લાગણી ક્યાં થવી જોઇએ? સાહેબજી - પ્રશસ્ત અને અપ્રશસ્ત બન્ને લાગણીઓ છે. જો તમને લાભકારી વસ્તુ લાભકારી ન બની શકે પણ નુકસાનકારી બનતી હોય તો અફસોસ થવો જોઈએ. જેમ પૂજા કરવા ગયા અને સારી રીતે પૂજા થાય તો આનંદ થવો જોઈએ અને પૂજા કરવા ગયા ને બરાબર ભક્તિ ન થાય તો દુઃખ થવું જોઇએ. અત્યારે તમારે અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં જવાનું છે. પ્રશસ્ત રાગને શુભ ઉલ્લાસ કહી શકાય. સભા:- તો સાહેબજી! આ ગ્રંથ આખો પૂરો નહિ થાય તો અમને શોક થશે. સાહેબજી :- જો આખા ગ્રંથનાં તત્ત્વ સાંભળવાની ઇચ્છા રાખી હોય, ને ન થાય તો શોક થાય. સભા:- તો આપને પણ અફસોસ થશે કે નહિ? સાહેબજી:- એક મહિનામાં આ ગ્રંથ પૂરો થઈ જાય તેવો છે, છતાં ચાર મહિનામાં પણ નથી કરી શક્યો. કારણ સામે તત્ત્વને ઝીલનાર પર્ષદા નથી. સભા -ઝીલનારને પકાવવાનું કામ તમારું છે. સાહેબજી - જૈનસંઘમાં શ્રાવકો જો પાયામાંથી જ જિજ્ઞાસા કેળવીને આવે તો કામ જલદી થાય. પણ જો જિજ્ઞાસા જ અમારે પેદા કરાવવાની હોય તો લાંબી પ્રક્રિયા છે. અત્યારે ઘણા બોલતા હોય છે કે વ્યાખ્યાનમાં આખો ગ્રંથ કોઈ પૂરો કરતા નથી. પરંતુ હકીક્તમાં સંઘોમાં ગ્રંથને પદ્ધતિસર ફટાફટ ઝીલનાર પર્ષદા નથી. સામે બમ્પર જાય તેવું કરવાનો કોઈ અર્થ નથી. આમાં તો પર્ષદામાં રહેલી વ્યક્તિનું વ્યક્તિત્વ વિઘ્નરૂપ બનતું હોય છે. ૧૪ + મનોવિજય અને આત્મશુદ્ધિ M-૧ ર + + * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208