Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 196
________________ મહાપુરુષો, તીર્થંકરો, તીર્થો, સાક્ષાત્ તીર્થંકરો જે સમવસરણમાં બિરાજમાન હોય છે, આવાં ઘણાં શુભ આલંબનો લઇ શકાય છે. જેમ નવકારનું આલંબન લીધું તેમાં એક એક પદ પર ચિંતન કરવાનું છે. પહેલું પદ લીધું ત્યારે તેનું જ ચિંતન કરવાનું. તેમાં બીજું, ત્રીજું કે ચોથું પદ ઘૂસી ન જવું જોઇએ. જે વિષય લીધો હોય તેના ઊંડાણમાં જ આગળ વધવાનું છે. જેમ અરિહંતનું સ્વરૂપ, તેમના ગુણો, તેમનું જીવન, તેમના ભાવો, તેમની સાધના, એમ તેના પેટાભેદોમાં આગળ આગળ ચાલ્યા જવાનું. જો તમે આ રીતે પ્રેક્ટીસ પાડશો તો આગળ વધી શકશો. તમે આ રીતે પ્રેક્ટીસ કરશો તો બુદ્ધિ-પ્રજ્ઞામાં સુબદ્ધતા ચોક્કસ આવશે. મનને ધારાબદ્ધ વિચારવાની ટેવ પડશે. ધ્યાનથી મનોબળ-વિચારશક્તિ-એકાગ્રતા વધે છે. તેનાથી તમને સંસારમાં પણ લાભ થાય છે. તેનો સદ્ઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે જુદી વાત છે. અત્યારે તમારા મનમાં સુબદ્ધતા નથી, કારણ શુભધ્યાનની ટેવ નથી. ચિંતન-ભાવના વગરના જીવો સંસારમાં પણ અસ્તવ્યસ્ત જીવનારા હોય છે. શરીરને પણ કેળવ્યું ન હોય તો પ્રસંગે તે યોગ્ય રીતે ઉપયોગમાં નથી આવી શકતું. ઘણા ૪ કલાક સળંગ બેસીને કામ પણ કરી શકતા નથી. અહીંયાં મન કેળવવાનું છે. કેળવાયેલું મન સાધન તરીકે ખૂબ જ ઉપયોગી છે. સાયન્સ પાસે શુભ અને અશુભ ધ્યાનની વ્યાખ્યા નથી પણ તેઓ ધ્યાનને તો માને છે. આજે તો મોટી મોટી કંપનીઓમાં એક્ઝીક્યુટીવોને પણ ધ્યાનની પ્રેક્ટીસ અપાય છે. કારણ કે તેનાથી સ્ટાફની એફીસીયન્સી(કાર્યક્ષમતા) વધી જાય છે. ફોરેનમાં આવું ઘણું ચાલે છે. ભૌતિક દૃષ્ટિએ ધ્યાન ઉપયોગી છે, માટે કરે છે; પણ તે અશુભધ્યાન છે, તે ધ્યાનશક્તિનો દુરુપયોગ છે, પરંતુ મહત્ત્વ છે, લાભ છે માટે અપનાવે છે. ચિંતન માટે અંતઃકરણને મૈત્ર્યાદિ ભાવોથી વાસિત કરવાનું છે : શુભ ચિંતન કરવું એટલે માત્ર કોઇ વિષયમાં ધારાબદ્ધ તન્મય થવું તે નથી, તે તો ફક્ત શુષ્ક બુદ્ધિની કસરત થઇ. દુનિયાના ગમે તે વિષયમાં કરાતું શુભ ચિંતન તો રસવાહી જ હોય. જેમાં આંતરિક મૈત્ર્યાદિ શુભ પરિણામો પ્રગટતા નથી, તે શુભ ચિંતન જ નથી. તેનો અર્થ એ થયો કે તમે સંસારમાં પણ અશુભ ચિંતન ક્યારે કરી શકો, કે જ્યારે તમને વિષય-કષાયમાં આસક્તિ હોય, આકર્ષણ હોય, સંસારમાં રસ હોય, તો ૧૯૦ Jain Education International For Private & Personal Use Only ********* મનોવિજય અને આત્મશુદ્ધિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208