Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 195
________________ જેને પણ ધ્યાનયોગનું આલંબન લેવું હોય તેને શાસ્ત્રનું પ્રોપર ગાઇડન્સ લઇને કરવાનું છે, નહીંતર ટ્રેનીંગના નામથી ઊંધું વેતરાઈ જશે. ગીતાર્થનું માર્ગદર્શન લઈને જ કરવા જેવું છે. અમે તમને સદંતર કરવાની ના નથી પાડતા, પણ બીજી બધી આરાધનાને ગૌણ કરીને ધ્યાન કરવાનું નથી. જેમ પ્રતિક્રમણ કરવાની વાત આવે ત્યારે કહે કે “હું તો ધ્યાન કરું છું.” પરંતુ આ બધી ક્રિયામાં અણીશુદ્ધતા આવી ન હોય અને ધ્યાનમાં ચઢી જાય તે બરાબર નથી. જેમ ઘણા શું કહે, “મને ઘોંઘાટમાં પૂજા કરવી ફાવતી નથી, માટે ધ્યાન કરું છું.” પણ બધી ક્રિયાઓ સાથે અભ્યાસરૂપે અડધો કલાક ધ્યાન કરો તે બરાબર છે. અમને સાધુપણામાં પણ કહ્યું છે કે દીક્ષા પછી પૂર્વ અને મધ્ય અવસ્થામાં ચિંતન, મનન, શાસ્ત્રાભ્યાસ છે પણ ધ્યાન નથી. ધ્યાન તો સાધુજીવનની ઉત્તરાવસ્થામાં કરવાનું છે. માટે બીજી બધી આરાધના છોડીને ધ્યાનમાં સર્વ આરાધના સમાઈ ગઈ છે તેમ માનીને ઝંપલાવવાનું નથી. શાસ્ત્રમાં બતાવેલ શુક્લધ્યાન કરવા માટે તો હજુ ઘણા સ્ટેજ પસાર કરવાના છે. આ તો અભ્યાસરૂપે કહેવાશે. સભા - અભ્યાસરૂપે ધ્યાનમાં શું કરવું? સાહેબજી :- જૈન શાસનમાં ધ્યાન પર વોલ્યુમોનાં વોલ્યુમો ભરાય તેટલાં શાસ્ત્રો છે. એના ઘણા જ ભેદો છે. ચાર લાખ બેંતાલીશ હજાર ત્રણસોને અડસઠ ભેદો છે. સમગ્રતાથી ચિત્તની શુદ્ધિ કરવા આ છેલ્લું સ્ટેજ છે. પરમપદ પામવા માટે ધ્યાનને શરણે જવાનું છે. તેમાં હઠયોગ, રાજયોગ, દ્રવ્ય સમાધિ, ભાવ સમાધિ આવી જાય તેવું વિસ્તૃત વર્ણન છે. પણ તમે મુંઝાઈ ન જાઓ તે માટે હું સેન્ટરલાઇન બતાવવા માંગુ છું, જેના પર રાજમાર્ગ સ્થપાયેલો છે. સૌથી પહેલાં પૂર્વભૂમિકારૂપે ચિંતન અને ભાવના આ બે સ્ટેજને આત્મસાત્ કરવાના છે. અત્યારે ઘણા ધ્યાનની વ્યાખ્યા કરે છે કે ચિત્તની એકાગ્રતા આવી એટલે ધ્યાને આવ્યું, પણ તે બરાબર નથી. આવી વ્યાખ્યા કરનારને પૂછો કે તમે કોઇપણ વસ્તુનો વિચાર કરો છો ત્યારે તમારું મન તેમાં જ પરોવાયેલું હોય છે ને ? તમારા જીવનમાં એવું કાંઇપણ બન્યું છે કે એકાગ્ર થયા વગર તમને કોઈ વસ્તુનું જ્ઞાન થયું હોય ? પણ આ એકાગ્રતા તો ઉપયોગ કહેવાય. આમ ચોવીસે કલાક જીવનો ઉપયોગ તો ચાલુ જ છે. માટે શું એમ કહેવાય કે બધા ચોવીસે કલાક ધ્યાન કરે છે ? માટે આ ધ્યાનની સાચી વ્યાખ્યા નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૮૯ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208