Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 198
________________ ઇરિયાવહિયા કરવાનું રહસ્યઃ તેથી જૈનશાસનની કોઇપણ ક્રિયા કરતાં પહેલાં “ઇરિયાવહિયા” કરવાના છે. તેમાં જગતના જીવમાત્ર પ્રત્યે ક્ષમા-મૈત્રી આવે, પ્રમોદભાવ આવે, જેનાથી હૃદયને વાસિત બનાવવાનું છે. માટે ભગવાનની ભક્તિ કરતાં પહેલાં ઇરિયાવહિયા મૂક્યું છે. ચૈત્યવંદન બોલો ત્યારે તીર્થકરની સ્તવના થાય છે, એટલે સૂત્રો દ્વારા પ્રભુની સ્તવના કરવા માટે પણ પ્રથમ ઇરિયાવહિયા મૂક્યું. કારણ શું? હૃદયને આ રીતે વાસિત નહિ કરો તો આગળની ભક્તિ-સ્તવના સાચી નહિ થઈ શકે. તેમ તમારે પૌષધમાં પણ કેટલીવાર ઇરિયાવહિયા મૂક્યા છે? ઇરિયાવહિયાના પદના ભાવો વિચારો તો ખબર પડે કે આપણા આત્માથી જગતના જીવમાત્રને નાની મોટી ઘણી અશાતા અપાઈ છે. આ બધી અશાતાની ક્ષમાપના કરવાની છે. તમે કોઈને દુઃખ આપો ને તમને શાતા મળે તે કદી બનવાનું નથી. ભલે તમે શાતા ન આપી શકો, કે અશાતાને પાછી ન લઇ શકો, પણ તેની ખરા હૃદયથી ક્ષમાપના કરી શકો છો, જેથી તમારું હૃદય કોમળ થાય. કાઉસ્સગ્નમાં પણ લોગસ્સના જાપથી મહાઉપકારી તીર્થકર ભગવંતના ગુણોની સ્તવના કરવાની છે, છતાં પણ તેમાં તમને કંટાળો આવે છે તો સમજવાનું કે સારા પ્રત્યે તમને વિરોધ છે. સભા:- જ્ઞાન નથી માટે કંટાળો આવે છે. સાહેબજી - અમે તમને કાંઈ જ્ઞાન મેળવવાની ના પાડી નથી, પણ રસ નથી માટે જ અહીંયાં જાણવાની અરુચિ છે. સંસારમાં આટલું જ્ઞાન મેળવ્યું, પણ અહીંયાં મેળવવાનું મન નથી, કારણ કે એલર્જી છે; એની ઉપયોગિતા, મહત્ત્વ, રસ, આકર્ષણ નથી. પણ સાચી ક્રિયા કરવા મનને ગુણોથી ભાવિત કરવું જોઈએ. અમુક પ્રકારના ગુણોથી જો મન ભાવિત ન થાય તો તે જીવ ચિંતન-ભાવના કરી શકતો નથી. શરૂઆતમાં મનને નવું નવું જાણવાનું મળે તો જ તે ટકવાનું છે અને પછી જ ભાવનામાં તે સ્થિર થાય છે. માટે પહેલાં નવું નવું સમજો, જાણો. અપૂર્વજ્ઞાન માટે જ સ્વાધ્યાય આદિ કરવાનો શાસ્ત્રમાં કહ્યો છે. પછી જ તેમાં આગળ વધીને ભાવના કરવાની છે. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૯૨ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208