Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 200
________________ હરેક શબ્દ સાંભળતા. એ જાણતા કે આ શબ્દના શ્રવણથી મહાલાભ છે. ૧૪ પૂર્વધરોએ રચેલા મહામંત્રમય શબ્દો છે. માટે એટલી શ્રદ્ધાથી સાંભળે કે અંદરથી દિલ ભાવિત થાય. ઉપસર્ગ સાંભળતાં અંદરના દિલના તાર હલી જાય. હર વર્ષે આ કલ્પસૂત્ર સાંભળતાં પરિણામ વધવા જોઇએ, પણ ઘટવા ન જોઇએ. જેને ધર્મમાં રિપીટીશનમાં રસ નથી, ચર્વણનો આનંદ નથી તેણે ધર્મનો સ્વાદ ચાખ્યો નથી, તે નક્કી વાત છે. ભગવાન મહાવીર ૪ મહિના કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા, ત્યારે જે જાણી લીધેલું હતું તેનાથી જ વારંવાર આત્માને ભાવિત કરતા. માટે પહેલાં તમને જીવનમાં જેટલું ધર્મનું જ્ઞાન છે તેને ચિંતનના સ્ટેજ પર લાવો, પછી ભાવનાના સ્ટેજ પર, અને આ સ્ટેજ પાર કરશો પછી જ ધ્યાન આવશે. સભા - ધ્યાન કરતાં ધ્યાન બીજે જતું રહે? સાહેબજી - ધ્યાન કરતાં ધ્યાન બીજે જાય તે ઈમ્પોસીબલ છે. કારણ ચિંતન, મનન, ભાવના પછી ધ્યાન આવે છે. હા, આકસ્મિક કોઇ એવું નિમિત્ત મળે અને ધ્યાન બીજે ચાલ્યું જાય તે જુદી વસ્તુ છે, પણ એમ ને એમ ધ્યાન બીજે જાય તે ધ્યાન નથી, પણ ખાલી સારા વિચારો છે. તે તો ફક્ત ધ્યાનની ભ્રમણા છે. લો લેવલને તમે હાઈ લેવલ માની લીધું છે. જેમ દેહ અને આત્માને જુદા માનો એટલે શું સમકિત આવી જાય ? દેહ અને આત્માને જે જુદા માને તે તો આસ્તિક છે, એટલે બધા આસ્તિક શું સમકિતી છે ? પણ ધ્યાનને સમજાવવા માટે દષ્ટાંત આપવું હોય તો આ પ્રમાણે અપાય. દા.ત. આ મન-વચન-કાયાની શક્તિ પુણ્યયોગે મળેલી છે. ૮૪ લાખ જીવાયોનિમાં ન મળે તેવી આ શક્તિ છે. હવે તેમાંથી આપણે અમુક ટકા જ જીવનમાં વાપરીએ છીએ. સતત સતેજતા અને સક્રિયતાથી આપણે કામ કરતા નથી. જેમ કે તમે એમ ને એમ બેઠા બેઠા ગપ્પાં મારો ત્યારે તમારી માનસિક શક્તિ અમુક ટકા જ રોકેલી હોય, અને તેના બદલે તમારા ઘરમાં કોઈ કોયડો આવે ત્યારે તેને ઉકેલવામાં કેટલી સતેજતાશક્તિ વાપરશો? તેમ ઊંઘમાં પણ સતેજતા ઓછી હોય છે. માટે બધે મન-વચનકાયાની સમાન સતેજતા નથી. તેમ શારીરિક ક્રિયામાં પણ તમે પથારીમાં પડ્યા છો * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જ કે એક જ ૧૯૪ મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208