Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 199
________________ એકનો એક લોગસ્સ હજાર વાર બોલતાં કંટાળો ન આવે, રસ ઝરે ત્યારે તમે આગળ વધવા માટે યોગ્ય છો. જેમ સંસારપ્રેમીઓ હજારવાર મળે તો પણ વિયોગ ઇચ્છે ખરા? કારણ ત્યાં રાગ છે. પ્રભુ મહાવીરે દીક્ષા લીધી ત્યારે કાંઈ બધા શાસ્ત્રનું તેમણે જ્ઞાન મેળવી લીધું નથી. તેમને ૧૧ અંગનું જ જ્ઞાન હતું. જયારે ઋષભદેવને ૧૪ પૂર્વનું જ્ઞાન હતું. છતાં પ્રભુ મહાવીર દીક્ષા લીધા પછી શાસ્ત્રનું એક પાનું પણ ભણ્યા નથી, પણ ભણેલાનું ચિંતન, ભાવના, અનુપ્રેક્ષા, ધ્યાન કર્યું છે. આ ચાર સ્ટેજમાં તેઓ ફરતા હતા. ચિંતનથી તેઓ નીચે ના ઊતરે. જાણી લીધેલાનું રિપીટીશન(ભાવના) જ કરતા. પ્રભુ તીર્થકર હોવા છતાં, સમતાની ભૂમિકાને પામેલા હોવા છતાં પણ એકની એક વાતને રિપીટ કરતા હતા, દા.ત. “દેહથી આત્મા ભિન્ન છે,' તેનું ચિંતન તેઓ કરતા. પરંતુ સાથે સાથે પોતાના દેહની અસર પોતાના આત્મા પર થાય છે કે નહિ તેનું સતત અવલોકન પણ કરતા. ભગવાન અનાર્ય દેશમાં કર્મ ખપાવવા ગયા છે. એમને કર્મ ખપાવવાની ઉતાવળ ન હોય છતાં પણ અનાર્ય દેશમાં કેમ ગયા? કર્મ ખપાવવાના અમોઘ સાધન સમતાની ચકાસણી કરવા ગયા છે. બીજાનો દેહ પરાયો છે તેમ મારો દેહ પણ પરાયો છે. બીજાને ખીલી વાગે તો તેની વેદના એના દેહને થાય પણ મને ન થાય, એમ મારા દેહની પણ મને અસર છે કે નહિ ? માટે જયાં પરિષહ આવે ત્યાં જઈને તેઓ ઊભા રહેતા. તે રીતે પોતાની સમતાને તેઓ તાવતા હતા. જો કર્મ ખપી ગયાં તો તેમને હર્ષ ન થાય અને જો કર્મ ન ખપે તો તેમને શોક ન થાય. કારણ તેઓ સમતાની ભૂમિકામાં છે. અત્યારે આપણે આ સ્ટેજ નથી. આપણે બોલીએ કે આત્મા-દેહ જુદા છે, પણ દેહની અસરથી આપણે નિર્લેપ નથી થવાના. એમના ને આપણા સ્ટેજમાં ઘણો તફાવત છે. ભગવાન પણ ચિંતન અને ભાવનાથી ધ્યાન પામ્યા, તેથી ભાવનાઓને ધ્યાનના પ્રાણ કહ્યા છે. માટે જેને ધર્મમાં પુનરાવર્તન ન ફાવે તેને માટે ઊંચો ધર્મ નથી. કેટલાકને એમ કે “શું દર વર્ષે આ જ કલ્પસૂત્ર ને આ જ બારસાસૂત્ર સાંભળવાનું?” હવે આવું નહિ થાય ને ? પરંતુ પરંપરાગત વ્યાખ્યાનમાં રસ ઊડી ગયો છે, માટે જ તમે બધા વ્યાખ્યાનમાળામાં જતા થઈ ગયા. પરંતુ ભૂતકાળમાં શ્રાવકો કલ્પસૂત્રના મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208