Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 194
________________ વસ્તુ અંદ૨ ટપકી પડતી હોય છે. આ ચિંતનની શૈલી નથી. દા.ત. તમે આત્માનું ચિંતન કરતા હો ત્યારે વચમાં ટેબલનું ચિંતન ચાલુ થઇ જાય. આ શૃંખલાબદ્ધ વિચારધારા નથી. ભલે તમે પાંચ મિનિટ વિચાર કરો પણ મનને બરાબર સૂચન આપી ને કરો. અને તેમાં જો તમારું મન સેટ ન થાય તો શુભધ્યાનમાં કઇ રીતે જશો ? શુભધ્યાનમાં તો ૧૦૦% મન પર કાબૂ જોઇશે. ચિંતન એટલે એક જ વસ્તુ પર ધારાબદ્ધ ઊંડાણથી વિચારવાનું છે. ચિંતન કરવું હજુ સહેલું છે, કારણ તેમાં આત્માને એક વિષયમાં નવું નવું જાણવાનું મળે છે. દા.ત. કર્મ. જો તે વખતે તમારો મનનો કાબૂ હોય તો કર્મ પર ધા૨ાબદ્ધ વિચારતાં, કર્મની વ્યાખ્યા શું ? કર્મનું સ્વરૂપ શું ? કર્મના ભેદ કેટલા ? કર્મ બંધાય કઇ રીતે? કર્મની અસરો શું? તેને ખાળી શકો કઇ રીતે ? આમ નવું નવું સ્ફુરે અને જાણવા મળે. આમ, તો મનને કુતૂહલ વૃત્તિ હોય છે, માટે હજુ ચિંતનમાં મન ટકી શકે; પણ ભાવનામાં તો એકની એક વાતનું રિપીટીશન-પુનરાવર્તન કરવાનું છે. ભાવના : સભા :- અમને તો નવું જ જોઇએ. સાહેબજી :- સાચું કહેજો, તમારા સંસારમાં નવું નવું છે કે રિપીટીશન છે ? દ૨૨ોજ નાહવું, ખાવું, પીવું, ઊંઘવું, વેપારધંધા કરવાના એનું એ રિપીટીશન જ છે. પિક્ચરના શોખીનો રોજ પિક્ચર જુએ છતાં તેમને મજા આવે છે ને ? તમને સંસારની એકની એક ક્રિયામાં રિપીટીશન હોય તો પણ રસ આવે છે. કારણ ? તમને ભાવતી વસ્તુ મહિનામાં ૨૫ દિવસ આપો તો પણ ગમે ને ? પરંતુ જ્યાં તમને તીવ્ર રસ નથી ત્યાં જ રિપીટીશન ફાવતું નથી. સંસારમાં પાંચે ઇન્દ્રિયોના ભોગોનું જીવો ત્યાં સુધી કેટલું રિપીટીશન કરો છો ? એની એ જ કામ-વાસના, એના એ જ ભોગો, છતાં કેટલી મજા આવે છે ? તમે પેંડો જીવનમાં ૧૦૦ વાર ખાધો હોય છતાં એ જ પેંડો પાછો આપે તો પણ રસ આવે છે. કેમ કે તેમાં રુચિ છે. માટે તમારી રુચિની ચકાસણી ભાવનામાં જ થાય છે. જેને ભાવના ન ફાવે તે ધ્યાનમાં જઇ શકતો નથી. ત્યાં નવી નવી સીરીયલ નથી ચાલવાની, પણ એક જ વિષયમાં ચેતનાને ધારાબદ્ધ ગોઠવવાની છે. માટે ધ્યાનમાં જો વિષયાંતર કરો તો સ્ખલના કહેવાય. ઘણો શ્રોતાવર્ગ કહે છે કે વ્યાખ્યાનમાં એકની એક વાત રિપીટ થાય છે. તેમ ક્રિયામાં પણ એકની એક ક્રિયા શું કરવાની ? અમને રસ તો નવું નવું જાણવામાં, સમજવામાં, મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208