Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 192
________________ નવું પામવામાં છે. પરંતુ અમારા તીર્થકરો, ૧૪ પૂર્વધર ગણધરોએ બતાવેલ ક્રિયામાં જેને રસ ન પડે તેના માટે આગળની ભૂમિકા નથી. જેને ધર્મમાં ખરો સ્વાદ આવ્યો હોય તેને જ તે ધર્મમાં રિપીટીશન ગમે છે. જેને આત્મા માટે માહિતકારી તત્ત્વ વારંવાર રિપીટ કરે ને ન ગમે, તેને ધ્યાન કઈ રીતે ફાવશે? જેને પુનઃ પુનઃ ભાવનમાં કંટાળો આવે ત્યાં સુધી તે આગળ વધવાને લાયક નથી. સંઘમાં કલ્પસૂત્ર હજાર વાર સાંભળ્યું એમ કહી, ભગવાનના ચરિત્રોથી કંટાળ્યા, માટે જ વ્યાખ્યાનમાળામાં જનારા થયા ને? જો પ્રભુ પ્રત્યે પરમ પ્રીતિ હોય તો તેમનું ચરિત્ર ૧૦૦ વાર સાંભળવા છતાં હર્ષથી રૂવાંટાં ઊભાં થાય, રોમાંચ થાય. તમારે પિશ્ચરોમાં લવની વાત કેટલી વાર આવે છે? છતાં પણ કામરસિક જીવોને ગમે છે ને? તેમ, એની એ નોવેલો પણ અનેક વાર વાંચતાં રસ પડે છે. કારણ ત્યાં તીવ્ર રુચિ છે. માટે જ ત્યાં પુનરાવર્તનમાં કંટાળાનો દોષ રહેતો નથી. ૧૪ પૂર્વ ભણેલાને પણ સાર તરીકે ધ્યાન કરવાનું છે. તેથી ધર્મમાં રિપીટીશન તો આવશે જ. માટે ચિંતન પછી ભાવના કરવાની છે. જે જાણેલું સત્ તત્ત્વ છે તેની વારંવાર ભાવના કરવાની છે. તે હૃદય સાથે જડાઈ જવું જોઈએ. તમારે સંસારમાં પણ ભોગની પ્રવૃત્તિને વારંવાર વિચારો, તો જ તેમાં તમે ઓતપ્રોત વધારે થઈ શકો છો. રિપીટ કરો તો જ ભાવિત થવાય છે. તેની જેમ એકની એક વાતને આત્મામાં ભાવિત કરવાની છે. જેમ કે ૧૨ ભાવનાઓ છે. સંસાર અનિત્ય છે. તેમાં કોઇનું શરણું નથી. આ બધી ભાવનાઓ જાણી લીધી, પણ કાંઈ તેનાથી આત્મા એમ ને એમ ભાવિત થતો નથી; પણ વારંવાર તેનું પુનરાવર્તન કરતાં એવી પ્રગાઢ અસર સંચિત થાય કે આ સંસારમાં ખરેખર પરમાત્મા સિવાય મારે કોઈનું શરણ નથી, એમ લાગે ત્યારે ભાવિત થયા એમ કહેવાય. અત્યારે તમને ધર્મના વિષયમાં જે જ્ઞાન છે તે બધું ખાલી માહિતીરૂપે જ છે. ૧% જ્ઞાન પણ ઇફેક્ટીવ નોલેજ(અસરકારક જ્ઞાન) નથી. પણ તે જ્ઞાન જો ચિંતનરૂપે થાય તો જ અસરકારક બને અને તે જ જ્ઞાન જો ભાવનારૂપે પરણમે તો વધારે જોરદાર અસર થાય અને પછી જ આગળના સ્ટેજમાં જઇ શકાય. ધ્યાનનાં આલંબનો - ભૂમિકાશુદ્ધિ : ધ્યાનની પ્રેક્ટીસ કરવા માટે આલંબનો પણ અનેક છે. જેમ કે સૂત્રો, પ્રતિમા, મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208